________________
પ્રવચન-૬૦ /
[ ૩૯૧ આત્માથી જુદાં એવા કર્મની વિશેષતાઓ-પર્યાયો છે. યુવાનીમાં લટ્ટ જેવા શરીર હોય, ચાર ચાર લાડવા ખાઈ શકતો હોય, જુવાનીનું જોર હોય તેને એમ થાય કે અરે! અમે તો યુવાન છીએ. ભાઈ! તું યુવાન નથી તું તો આત્મા છો પણ તને યુવાન માને છે એ તારી મૂર્ખાઈ છે. શાસ્ત્રમાં પણ આવું માનનારાને પશુ કહીને સંબોધ્યા છે. સમયસારના છેલ્લાં ૧૪ કળશોમાં આ કહ્યું છે કે વસ્તુનું જેવું અનેકાંતસ્વરૂપ છે તેવું નહિ માનતાં એકાંત માને છે તો તું પશુ છો. મરીને નિગોદાદિ હલકી પર્યાયમાં જવાનો છો.
આત્મામાં જ્ઞાન-દર્શન તો અભેદ છે. પણ જે એકલું બહારનું ક્ષયોપશમ જ્ઞાન છે તે આત્માના સ્વરૂપમાં નથી. બી.એ. એલ.એલ.બી. એ બધું આત્માનું જ્ઞાન નથી, ઉપાધિરૂપ છે. વકીલાત, બેરિસ્ટર, એજીનીયર એ બધાંનું જ્ઞાન છે તે કર્મની વિશેષતા છે, આત્માની વિશેષતા નથી. કર્મથી ઉત્પન્ન થયેલી વિભાવપર્યાય છે.
- ભાવાર્થ – જોકે શરીરના સંબંધથી પંડિત, મૂર્ખ, ધનવાન, દરિદ્રી, બાળક, યુવાન, વૃદ્ધાદિ અવસ્થા વ્યવહારનયથી જીવની કહેવાય છે તો પણ શુદ્ધનિશ્ચયથી શુદ્ધાત્મદ્રવ્યથી તે ભિન્ન છે અને સર્વથા ત્યાગવાયોગ્ય છે. આવા ભેદોને વીતરાગસ્વસંવેદન જ્ઞાનની ભાવનાથી રહિત મિથ્યાષ્ટિ જીવો પોતાના માને છે અને સમ્યગ્દષ્ટિ જીવ આવા વિભાવપર્યાયોના ભેદને પોતાના માનતા નથી. પોતાથી જુદાં કર્મજનિત માને છે.
જુઓ ! આમાં તો દશ દશ હજારના પગારવાળા વિદ્યાવાળાઓને પણ ઉડાડ્યા છે, ઉડાડ્યા એટલે કે તે આત્માની અવસ્થા નથી. વિભાવપર્યાય છે–અનાત્મા છે. તેને જે આત્મા સાથે મેળવે છે તે મૂરખ છે. આમાં વકીલ, બેરિસ્ટર આદિ બધાં આવી ગયાં. 'p. ભગવાન આત્મા તો રાગ રહિત વીતરાગી શાંતિની પર્યાયમાં પ્રાપ્ત થાય તેવો છે.
એવી વીતરાગ સ્વસંવેદનજ્ઞાનની શાંતિમય પર્યાયથી રહિત અજ્ઞાની વિદ્યાવાન, મૂર્ખ, બાળ, યુવાન આદિ પર્યાયોને મારી માનીને તેમાં “હું પણું” સેવે છે. અને સ્વસંવેદનજ્ઞાનથી યુક્ત જ્ઞાની આ કોઈ વિભાવપર્યાયોમાં હું પણું કરતાં નથી. તે પર્યાયોને કર્મભનિત જાણે છે.
આ ત્રણ ગાથા થઈ. હવે પાંચ મિનિટનો ટાઈમ છે તેમાં આ રાજુલની ઓળખાણ કરાવીએ...આ ચંપાબેનના ભાઈ વજુભાઈના દીકરાની દીકરી છે. તેને જાતિસ્મરણજ્ઞાન થયું છે. તે પૂર્વે જૂનાગઢમાં ગોકુળદાસ ઠક્કરના ઘરે દીકરી હતી, “ગીતા” તેનું નામ હતું. અત્યારે તે પાંચ વર્ષની છે પણ અઢી વર્ષની હતી ત્યારથી તે કહે છે કે હું ગીતા છું, જૂનાગઢથી આવી છું. વગેરે વગેરે કહે છે તે આ વજુભાઈ ને હિંમતભાઈ બન્ને ભાઈઓ જઈને તપાસ કરી આવ્યા છે તેના મુદ્દા સાચા પડ્યાં છે. જુઓ ! આત્મામાં આવી જાતની લાયકાત હોય છે તે બાળકને જ હોય એવું નથી. મોટાને પણ હોય. આ જીવ ત્યાંથી મરીને સીધો અહીં આવ્યો છે. આ તો બાળક છે ને ! તેને તો એમ છે કે આવું તો બધાંને યાદ હોય. પણ બધાંને આવું જ્ઞાન હોતું નથી. આ તો એક ઘરમાં બે પાક્યાં છે.