________________
૩૯o
[ પ્રકાશ પ્રવચનો ભેદભેદરત્નત્રયની ભાવનાથી મૃત થયેલો મિથ્યાષ્ટિ મનુષ્યાદિ પર્યાયોને પોતાની માને છે એમ કહ્યું તેમાં એ વાત પણ ગર્ભિત છે કે કર્મે તેને આત્માની ભાવનાથી ચૂત કરાવ્યો નથી, સ્વયં ચૂત થયો છે અને પોતે જ અજ્ઞાનથી ચાર ગતિરૂપ પર્યાયોને પોતાની માને છે કર્મ તેને અજ્ઞાન કરાવતું નથી–પરને પોતાના મનાવતું નથી. ખરેખર આત્મા તો દર્શન-જ્ઞાનસ્વરૂપ છે પરંતુ આવા સ્વભાવની દૃષ્ટિનો અભાવ હોવાથી મિથ્યાષ્ટિ પરને પોતાના માની રહ્યો છે. કર્મ તેને પોતાના સ્વભાવથી ભ્રષ્ટ કરાવતો નથી. સ્વયં ભ્રષ્ટ થાય છે.
અજ્ઞાનથી રહિત અને ભેદભેદરત્નત્રયથી સહિત એવા સમ્યગ્દષ્ટિ જીવો મનુષ્ય, દેવાદિ ભવોને પોતાના માનતાં નથી. હું મનુષ્ય નથી, હું દેવ નથી, હું તિર્યંચ કે નારકી નથી. હું તો જ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા છું એમ તે જાણે છે.
આગળ ફરી આત્માનું સ્વરૂપ કહે છે.
ચિદાનંદ ચિતૂપ આત્મા વિદ્યાવાન પણ નથી અને મૂર્ખ પણ નથી. આત્મા ઇશ્વર અર્થાત્ બધી વાતોમાં સામર્થ્યવાન-ધનવાન પણ નથી અને દરિદ્રી પણ નથી. આત્મા યુવાન, બાળક કે વૃદ્ધ નથી. આ બધી પર્યાયો આત્માથી જુદી કર્મના વિશેષ છે અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયેલાં વિભાવપર્યાય છે.
આત્મા ત્રિકાળ આનંદ અને જ્ઞાનરૂપ છે. જે જ્ઞાનાનંદરૂપ છે તે જ આત્મા છે. જગતની વિદ્યા તે આત્માનું સ્વરૂપ નથી માટે અહીં કહ્યું કે આત્મા વિદ્યાવાન નથી. જગતના અભ્યાસ કે શાસ્ત્રના અભ્યાસવાળો આત્મા નથી. અને આત્મા મૂર્ખ પણ નથી. આત્મા ભણેલો પણ નથી અને અભણ પણ નથી. કેમ કે લૌકિક ક્ષયોપશમ જ્ઞાન છે તે આત્માનું સ્વરૂપ નથી.
આત્મા ધનવાન નથી અને દરિદ્રી પણ નથી. અજ્ઞાની ધનથી કે અધિકારથી મારાં બધાં કાર્ય થાય છે એમ માને છે. ઘરમાં મારો જ અધિકાર ચાલે છે એમ માને પણ એ તેનું અજ્ઞાન છે. આત્માને વળી પરમાં અધિકાર કેવો ! કુટુંબ, નાત, ગામ, નગર કે દેશ સાથે આત્માને કોઈ સંબંધ નથી. આત્મા ધનાદિવાળો નથી તેમ જ દરિદ્રી પણ આત્મા નથી. અરે ! પહેલાં બધાં પૈસાવાળા અને અમે દરિદ્રી....એ રહેવા દે ભાઈ ! આત્માને ધનવાન કે દરિદ્રી માનવો એ જ મુખઈ છે. આત્મા તો આનંદકંદ છે તેને કોઈ પરવસ્તુ સાથે સંબંધ નથી.
પહેલા ગાથા આવી ગઈ તેમાં “આ હું છું' એ વાત હતી અને આ ગાથાઓમાં “આ હું નથી” એ વાત છે. હું એટલે આત્મા બાળક, વૃદ્ધ કે યુવાન નથી. એ ત્રણ અવસ્થા તો માટીના પિંડલાની છે–દેહની છે. આત્મા તો જ્ઞાનાનંદઘન છે. બાળકાદિ અવસ્થા તો