________________
૪૫૮ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો વ્યવહારથી ધર્મ કહ્યો છે તે પણ નિશ્ચયથી છોડવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી.
શુભ અને અશુભ રાગ તે આસવતત્ત્વ છે અને આત્મા તો જીવતત્ત્વ છે તેને તું સ્વસંવેદનજ્ઞાનરૂપ સંવર નિર્જરાતત્ત્વમાં રહીને જાણ ! વિકલ્પમાં રહીને જીવતત્ત્વ જણાશે નહિ, નિર્વિકલ્પ સ્વસંવેદનશાનમાં જ જીવતત્ત્વ જાણાશે.
આસવ પર્યાયને છોડીને સંવરપર્યાય દ્વારા શુદ્ધાત્માને લક્ષમાં લઈને તેમાં ઠર ! શુભઅશુભ ભાવની અનેક પ્રકારની પર્યાય છે તેને છોડી, સ્વસંવેદનજ્ઞાનરૂપ શુદ્ધપર્યાય વડે ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લે અને તેમાં જ ઠરી જ. શુદ્ધાત્માના અનુભવરૂપ પર્યાયમાં રહીને આત્માને જાણ એમ કહ્યું છે.
સંસારમાં ધન કમાવવાનો ભાવ છે તે અર્થપુરુષાર્થ કહેવાય છે અને વિષય-વાસનાના ભાવને કામપુરુષાર્થ કહેવાય છે તે બંને પ્રકારના ભાવ અશુભ છે. અહીં તો અજીવની વાત પણ લીધી નથી. તેના સંબંધીના વિકલ્પ છે તેને છોડીને અને દયા, દાનાદિના, વ્રતાદિના શુભરાગરૂપ વિકલ્પને પણ છોડીને એટલે કે દૃષ્ટિમાંથી તે બંને પ્રકારના ભાવને છોડીને તું એક પરમાત્મસ્વરૂપને ભાવ ! શુદ્ધાત્મામાં અનુભવરૂપ સ્વસંવેદન પર્યાયમાં રહીને 'શુદ્ધાત્માને જાણ !
જુઓ ! શાસ્ત્રથી કે વિકલ્પથી કે શાસ્ત્રજ્ઞાનથી આત્માને જાણે છે તેણે આત્માને જાણ્યો નથી. સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણે ત્યારે જ આત્મા જણાય છે. માટે હે શિષ્ય ! તું વીતરાગસ્વસંવેદનસ્વરૂપ શુદ્ધાત્માનુભવરૂપ જ્ઞાનમાં રહીને આત્માને જાણ એમ કહ્યું છે.
હવે ૧૦૭મી ગાથામાં આત્માનું સ્વરૂપ બતાવે છે.
આત્મા નિયમથી જ્ઞાનમાં ગમ્ય થાય છે. જ્ઞાનની નિર્મળ પર્યાયમાં જ આત્મા અનુભવગમ્ય થાય છે. જ્ઞાન સિવાય કોઈ વિકલ્પ કે નિમિત્તાદિ વડે આત્મા ગમ્ય થઈ શકતો નથી.
લોકો તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને ધર્મધ્યાન માને છે અને એ ધર્મધ્યાનમાં આત્મા ગમ્ય થાય છે એમ માને છે પણ આત્મા જ્ઞાન વડે જ ગમ્ય થાય. એ સિવાય ભક્તિ આદિ કોઈ સાધન વડે ગમ્ય થઈ જ ન શકે. આત્મા જેવો છે એવો જાણતાં તેની વીતરાગી પર્યાયમાં ઠરે તો તેણે આત્માને જાણ્યો કહેવાય. પુણ્ય પાપ વિકલ્પ કે રાગ એ કાંઈ જ્ઞાન નથી માટે તેમાં આત્મા જણાતો નથી. રાગ તો અજ્ઞાન છે એટલે કે તેમાં જ્ઞાનનો પ્રકાશ નથી. તેથી રાગમાં આત્મા જણાતો નથી.
પરમાત્મામાં વળી વિકલ્પ કેવા! વિકલ્પ તો એક સમય પૂરતી અપરાધની ધારા છે. તે અપરાધમાં પરમાત્મસ્વરૂપ ગમ્ય ન થાય. એક સમયની નિરપરાધ જ્ઞાનપર્યાય દ્વારા જ આત્માનું સ્વરૂપ ગમ્ય થઈ શકે છે. રાગ તો આંધળો છે તે આત્માને કેમ જોઈ શકે ! જ્ઞાન જ આત્માને જાણી શકે છે. માટે હે પ્રભાકરભટ્ટ ! ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય