________________
પ્રવચન-૩૫
| ૨૦૯
નિગોદમાં અંગુલના અસંખ્યમાં ભાગમાં અનંત જીવ રહે છે તે દરેક જીવના પ્રદેશો તો સંખ્યાએ અસંખ્ય જ છે પણ ત્યાં એટલા સંકોચાઈને રહેલા છે એ જ જીવો ત્યાંથી નીકળીને મહામચ્છ થાય તો તેના પ્રદેશો હજાર જોજન વિસ્તારમાં ફેલાય જાય છે. આમ, આવું જ જીવનું અનાદિ-અનંત અસંખ્ય પ્રદેશી સ્વરૂપ છે. સંસારદશામાં જીવના પ્રદેશોની સંકોચ—વિસ્તારની યોગ્યતા અને શરીર નામના નામકર્મને નિમિત્ત—નૈમિત્તિક સંબંધ હોય છે. કોઈ કેવળીભગવાનને કેવળીસમુદ્દાત થાય તો તે વખતે પણ કર્મસહિત અવસ્થા છે. પ્રદેશો લોકપ્રમાણ ફેલાઈને પાછા શરીપ્રમાણ સંકોચાય જાય છે. પછી પૂર્ણદશા થતાં કર્મો ખસી જાય છે અને આત્માના પ્રદેશો શરીપ્રમાણ આકારવાળા રહી જાય છે. જેમ, માટીના પિંડમાંથી બનાવેલું વાસણ જ્યાં સુધી ભીનું હોય ત્યાં સુધી દળવાળું હોય છે પછી જ્યાં ભીનાશ સૂકાઇ જાય ત્યાં દળ ઓછું થઈ જાય છે. તાવડી, માટલાં વગેરે માટીમાંથી બને છે ને ! તે ભીના હોય ત્યાં સુધી જાડા લાગે, સૂકાય ગયા પછી જેવા હોય તેવા જ રહે છે પછી તેમાં ઘટવધ થતી નથી કેમ કે, ઘટ-વધના કારણરૂપ ભીનાશનો નાશ થઈ ગયો છે. તેમ સિદ્ધના પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી કેમ કે તેના કારણરૂપ નામકર્મનો જ સિદ્ધને નાશ થઈ ગયો છે.
જુઓ ! અહીં કોઈ એમ સમજી લે કે કર્મના કા૨ણે જીવમાં ફેરફાર થાય છે, તો એમ સિદ્ધ નથી કરવું. જ્યાં સુધી જીવની અવસ્થા કર્મના નિમિત્તમાં છે ત્યાં સુધી સંકોચ-વિસ્તાર થવાનો તેની પર્યાયનો ધર્મ છે. દ્રવ્યસ્વભાવનો એ ધર્મ નથી તેથી અહીં કર્મને લઈને છે એમ કહેવામાં આવ્યું છે. કોઈ દ્રવ્યને લઈને પરદ્રવ્યમાં ફેરફાર થાય એ વાત તો ત્રણકાળમાં ક્યાંય છે જ નહિ.
અહીં તાત્પર્ય એ છે કે જે શુદ્ધ, બુદ્ધ (–જ્ઞાન) સ્વભાવ પરમાત્મા મુક્તિમાં બિરાજે છે એવો જ અહીં શરીરમાં બિરાજી રહ્યો છે. પર્યાય ભલે શરીરની આકૃતિ પ્રમાણે આકારવાળી હોય પણ તેનો સ્વભાવ પરમ આનંદ અને પરમજ્ઞાનની મૂર્તિરૂપે બિરાજમાન છે. એવા સ્વભાવનું ભાન કરીને, તેના તરફનું ધ્યાન કરવું એ જ આત્માને શાંતિ અને મુક્તિનો ઉપાય છે.
આત્માની વાત બહુ ઘટી ગઈ અને બહારના થોથાની વાતો રહી ગઈ. ધર્મના નામે પણ લોકો ક્રિયા કરવા લાગ્યા પણ વસ્તુ શું છે? કેવા સ્વરૂપે છે? સંકોચ-વિસ્તાર કેમ છે? આત્મા કેમ પ્રાપ્ત થાય? તેની સંભાળ લીધી નહિ. તેથી અહીં ખબર કરાવે છે કે, આત્મા શરીપ્રમાણ જ્ઞાનનો મોટો પુંજ છે. પવિત્ર છે, શુદ્ધ, બુદ્ધ ચૈતન્યન છે, તેને અંતર્મુખષ્ટિ કરીને આદરવા લાયક છે.
જેવા સિદ્ધભગવાન છે તેવો જ આ આત્મા વર્તમાનમાં-પર્યાયમાં જરા મલિનતા છે તેને ન દેખો તો વસ્તુ તો શુદ્ધ, બુદ્ધ—જ્ઞાનઘન છે. એકલું જ્ઞાન અને આનંદનું દળ છે.