________________
૨૧૦ )
[ ઘરકાશ પ્રવચનો પણ એને એમ થાય છે કે અરે ! અરૂપી છે અને વળી તેને દળ છે? હા, અરૂપી પણ વસ્તુ છે ને ! તેને સ્પર્શ, રસ, ગંધ નથી પણ અનંત જ્ઞાન, દર્શન, શાંતિ આદિ ગુણોનો એ પિંડ છે. જેની સત્તામાં જાણવું....જાણવું થાય છે તે જ આત્મા છે જાણનાર છે.
આત્મા અમને દેખાતો નથી એમ કહે છે પણ જે કાંઈ દેખાય છે તેને જાણ્યું કોણે? પ્રથમ જ્ઞાનની હયાતિ ન હોય તો જાણે કોણ? કોની સત્તામાં એ જણાય છે? શું જડની સત્તામાં પદાર્થ જણાય છે? જડની સત્તા વડે જણાય છે? જરા વિચાર તો કર ! જ્ઞાનની સત્તામાં, જ્ઞાનની સત્તા વડે બધું જાણવાનું કામ થઈ રહ્યું છે.
પણ એને પોતાને પીછાણવાની નવરાશ ક્યાં છે ! બહારના કામ આડે પોતે મરી ગયો છે. મનુષ્યભવ આમ ને આમ પૂરો થઈ જાય છે.
આત્મા જડ આંખોથી દેખાય એવો નથી પણ જે દેખી રહ્યો છે તે જ આત્મા છે. જેની સત્તામાં આંખ જણાય છે–જેનામાં આંખ નથી પણ આંખ સંબંધીનું પોતાનું જ્ઞાન છે તે આત્મા છે. આ બ્રહ્મવિદ્યા-આત્મવિદ્યા છે. બહુ સહેલી વાત છે.
અહા ! શુદ્ધ-બુદ્ધ સ્વભાવ આત્મા આ દેહમાં બિરાજી રહ્યો છે. અનંત અનંત બેહદ જ્ઞાન અને આનંદથી ભરેલું આ સત્ છે. પરને જાણતાં ચૈતન્ય પોતે પ્રસિદ્ધ થાય છે, પર નહિ. આ શરીર છે એમ જાણ્યું તેમાં જાણનાર પ્રસિદ્ધ થાય કે શરીર પ્રસિદ્ધ થાય?—જાણનાર પ્રસિદ્ધ થાય છે. પણ એણે કદી પોતાની દરકાર કરી નહિ અને સંસારની કડાકૂટમાં ઘાંચીની ઘાણીના બળદ જેમ સંસારમાં ફર્યા કરે છે. પોતાની મેળે હેરાન થઈ રહ્યો છે.
જ્ઞાનની પ્રસિદ્ધિમાં એકસાથે બે પ્રસિદ્ધિ થાય છે. આ શરીર છે એમ જાણ્યું તેમાં શરીરને જાણ્યું કોણે? કે જ્ઞાને જાણ્યું એટલે જ્ઞાન પ્રસિદ્ધ થયું અને જ્ઞાને કોને જાણ્યું?—કે શરીરને જાણ્યું. માટે જ્ઞાન અને શરીર બંનેની જ્ઞાન વડે પ્રસિદ્ધિ થાય છે. આ ઘડીયાળમાં નવના ટકોરા પડે છે એ જાણ્યું તેમાં જાણનાર જ્ઞાન છે અને જ્ઞાનમાં જે જણાયું તે પણ એક ચીજ છે. એમ જ્ઞાન વડે પોતાની અને પરની એમ બેની પ્રસિદ્ધિ થાય છે. આ તો સમજાય તેવી વાત છે. આમાં કાંઈ મોટાં પલાખા શીખવા પડે તેમ નથી.
હું સિદ્ધ જેવો જ છું એમ જાણનારું જ્ઞાન એક તો હું છું અને જગતમાં સિદ્ધ પણ છે એવા બે તત્ત્વની પ્રસિદ્ધિ પોતાના સ્વપપ્રકાશક સ્વભાવથી કરે છે. બંધ અધિકારમાં આવે છે કે રાગને જાણતાં પણ જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે કે આ જાણનાર તે હું જ્ઞાન છું અને રાગ સંબંધીનું જ્ઞાન મને થાય છે આમ, રાગને જાણતાં રાગ પ્રસિદ્ધ થતો નથી પણ રાગનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એમ જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ પ્રસિદ્ધ થાય છે પણ ખરેખર રાગનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન પ્રસિદ્ધ થાય છે.
આ દેહ, હાડકાં આદિને જાણનારો પોતે દેહ, હાડકારૂપે થતો નથી. પણ એક હું