________________
પ્રવચન-૩૫ /
છું અને આ પરવસ્તુ છે એમ બે વસ્તુનું જ્ઞાન કરે છે તેમાં ડબલ-સ્વપપ્રકાશક જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. એ જ રીતે રાગને જાણનારું જ્ઞાન એક તો રાગને અને રાગ સંબંધીના પોતાના જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે પણ રાગમાં અટકેલું જ્ઞાન રાગને ભાળે છે પણ હું કોણ છું અને રાગને કોણે જાણ્યું એમ જોવાનો પ્રયત્ન કરતું નથી.
જ્યારે રાગનો અભાવ થાય છે તે કાળે આ આત્મા પરમાત્મા સમાન છે, તે જ ઉપાદેય છે એમ કહ્યું તેનો અર્થ શું? કે પુણ્ય–પાપના વિકલ્પ છે તે જ કાળે તેને જાણતું જ્ઞાન એ રાગથી પૃથક થઈને, “આ આત્મા જ્ઞાનમૂર્તિ છે' એમ જાણે ત્યારે આત્મા રાગરહિત થયો થકો ઉપાદેય ગણવામાં આવે છે.
સદ્ધિ હિતાને એમ કહ્યું છે ને! એટલે કે આત્મા તો શરીપ્રમાણ, રાગાદિથી રહિત, શરીરથી રહિત જ્ઞાનમૂર્તિ છે પણ તે જ્યારે ભાવમાં ભાસે? કે, જ્યારે જીવ વર્તમાન દશામાં પુણ્ય–પાપ રાગાદિમાં એકત્વ છે તેનાથી ખસીને–રાગની વૃત્તિથી ખસીને હું તો આ જ્ઞાયક ચિદાનંદમૂર્તિ છું એમ અંતરમાં રાગરહિત શ્રદ્ધા-જ્ઞાનની પર્યાયથી આત્મા જણાય છે, ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય છે.
અનાદિથી સ્ત્રી, પુત્ર, પૈસા, શરીરને ઉપાદેય તો માની રહ્યો છે, પોતાના માની રહ્યો છે પણ એ એક સમય માટે પણ એના થયા નથી. તો શું થયું છે? કે હું પુણ્ય-પાપ વિકારથી રહિત ચૈતન્યમૂર્તિ છું એવી દૃષ્ટિ થઈ નથી તેથી એક સમયની દશામાં તેને આ વિકાર મારા છે એવી એકત્વબુદ્ધિ થઈ છે. બાકી શરીર તો એક સમય માટે પણ આત્મા સાથે એકમેક થયું નથી. માટે, રોગ આવે ત્યાં રાડો પાડો છો તે રોગ પ્રત્યેના દ્વેષની રાડ છે. રોગ તો આત્માને અડ્યો જ નથી. શરીર તો જડ–માટી ધૂળ છે, તે અરૂપી આત્મા સાથે એક કેમ થાય? અને જ્યાં શરીર જ આત્મા સાથે એકત્વ પામ્યું નથી તો બાયડી છોકરાં ને હજીરા આદિ તો એક ક્યાંથી થાય?
રાગ-દ્વેષ મારા છે એવો મિથ્યાત્વભાવ અને અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ એવી જે વિકારી વૃત્તિઓ એક સમયની પર્યાયમાં થાય છે તેને ત્રિકાળી દ્રવ્ય સાથે તો સંબંધ નથી પણ એક સમયની પર્યાયમાં તે માન્યતા સાથે એકત્વ થયું છે. એક સેકંડનો અસંખ્યમો ભાગ એવો જે એક સમય તેમાં આ મૂઢ જીવે માન્યતામાં એકત્વ કર્યું છે તે અજ્ઞાનથી પોતે જ ઊભી કરેલી માન્યતા છે,
કેટલાંક આળસુ છોકરા હોય જે મા-બાપનો ઉઠાડવાનો અવાજ સાંભળે તોપણ જવાબ ન આપે, કેમ કે એને ઉઠવું ન હોય. જવાબ આપે તો તો ઉઠવું પડે એટલે સાંભળ્યું ન સાંભળ્યું કરીને નિરાંતે સાત-આઠ વાગ્યા સુધી પથારીમાં પડ્યાં રહે. તેમ આ રાગના એકત્વમાં પડેલાં જીવોને સંતો જગાડે છે કે, જાગ રે જાગ ! તું તો ચૈતન્યસૂર્ય પ્રભુ છો ભાઈ ! તું આ પુણ્ય-પાપના રાગમાં એકત્વ માનીને બેઠો છો પણ તે આત્મામાં એક સમય