________________
પ્રવચન-૪૧)
સરવાળો આવી ગયો. આ બહુ પલાખાં શીખવાના નથી પણ જ્ઞાનમાં ખ્યાલમાં લેવાની વાત છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે વસ્તુમાં જે રીતે જેટલાં પ્રકારો હોય તે બધાં જણાય છે. શેયો જ્ઞાનમાં આવે નહિ, જ્ઞાન શેયમાં જાય નહિ છતાં બધું જ જાણી લે એવો જ્ઞાનનો સ્વભાવ છે.
અત્યારે જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવું ભલે ન થાય પણ પરોક્ષ જાણવું એ પણ પ્રમાણજ્ઞાન છે. પરોક્ષજ્ઞાન કાંઈ અપ્રમાણ નથી, સાચું છે. અત્યારે જ્ઞાનની પર્યાયમાં “આ હું છું અને આ પર છે” એમ બધું જાણવાની તાકાત છે. પણ એણે કદી એ જાતનો વિચાર જ કર્યો નથી.
ભગવાન આત્મા શુદ્ધ, બુદ્ધ, અખંડ, નિર્વિકલ્પ વસ્તુ છે તેનાં અતીન્દ્રિય સુખનો અનુભવ જે નિર્વિકલ્પભાવમાં થાય છે તેની પ્રાપ્તિ માટે શુદ્ધ ગુણ–પર્યાયના વ્યાખ્યાનની મુખ્યતાથી આઠ દોહા કહે છે. તેમાં પ્રથમ ચાર દોહામાં અનાદિથી જીવને કર્મ સાથેના સંબંધનું વ્યાખ્યાન કહેશે અને પછીના ચાર દોહામાં કર્મનું ફળ કહેશે. કમરહિત જીવની દૃષ્ટિ કરાવવા માટે આ કર્મનો સંબંધ કેવી રીતે થયો તે બતાવે છે.
ભગવાન આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વતંત્ર છે અને કર્મના પરમાણુના દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વતંત્ર છે. બંને સ્વતંત્ર હોવા છતાં જીવના વિકારને અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. અનાદિકાળથી આવો સંબંધ ચાલ્યો આવે છે. પહેલાં કર્મ સાથે સંબંધ ન હતો અને પછી નવો થયો એમ નથી. જેમ ખાણમાં સોનું અને માટી સાથે રહેલા છે. તેને કોઈએ ભેગા કર્યા નથી કે સોનાએ માટીને કરી નથી અને માટીએ સોનાને ઉપજાવ્યું નથી. બંને પહેલેથી સાથે છે. તેમ જીવ અને કર્મ અનાદિથી સાથે છે. તેને કોઈએ ભેગા કર્યા નથી, કે કમેં જીવને બનાવ્યો નથી અને જીવે કર્મને ઉપજાવ્યા નથી. બંને નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી સાથે રહેલાં છે. એ જ અહીં સિદ્ધ કરવું છે.
શ્રીમમાં આવે છે, “જીવ અને કર્મ અનાદિ અનંત છે... કોઈ ન કર્તા તેહનો, ભાખે જિનભગવંત શ્રીમદે ટૂંકામાં ઘણું કહી દીધું છે.
કર્મ એ પુદ્ગલની વિકારી પર્યાય છે. તેને પગલે ઉપજાવી છે. જીવ તેનો કર્તા નથી. જીવ પોતાની પર્યાયને કરે કે પુગલને કરે? જીવે તો પોતાની પર્યાયમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ ઉત્પન્ન કર્યા છે. જીવે કર્મને કર્યા નથી અને કર્મ જીવના પરિણામને કરતું નથી. જીવ અને કર્મને માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.
જીવ પોતાના જ્ઞાન, દર્શન, અસ્તિત્વાદિ ગુણો અને પર્યાયમાં રહેલો છે અને કર્મ તેના ગુણ–પર્યાયમાં રહેલાં છે. જીવમાં કર્મ નથી અને કર્મમાં જીવ નથી. કર્મે જીવને ઉપજાવ્યો નથી અને જીવે કર્મને ઉપજાવ્યો નથી. બંને અનાદિના છે. જીવનાં દ્રવ્ય–ગુણ