________________
૨૫૦ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પુદ્ગલમાં જ છે, અન્ય દ્રવ્યોમાં નથી માટે તે પુદ્ગલના વિશેષગુણો છે.
જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યનું કથન આવી ગયું. હવે બાકીના ચાર દ્રવ્ય-ધર્મા સ્તિ, અધર્મા સ્તિ, આકાશ અને કાળ તેનું સ્વરૂપ કહે છે. તે તે દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ જે છે તે તેનું દ્રવ્ય છે. અસ્તિત્ત્વ, વસ્તુત્ત્વ આદિ ગુણો છે અને સ્વભાવપરિણતિ પર્યાય છે. આ ચાર દ્રવ્યોમાં વિભાવગુણ અને વિભાવપર્યાય નથી.
જુઓ ! જગતના આ બધાં પદાર્થોને એક ક્ષણમાં જાણવાની તાકાતવાળો આ આત્મા
છે.
જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યમાં સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય બને છે. એક પરમાણુમાં સ્વભાવપર્યાય છે અને સ્કંધમાં વિભાવપર્યાય છે. અને જીવમાં કેવળજ્ઞાન એ સ્વભાવપર્યાય છે અને ચાર જ્ઞાન વિભાવપર્યાય છે, રાગાદિ અશુદ્ધતા પણ વિભાવ છે. સિદ્ધોને માત્ર સ્વભાવદશા જ હોય છે, વિભાવ હોતો નથી અને સંસારીને વિભાવની મુખ્યતા છે એટલે સંસારીને પણ સ્વભાવ તો છે પણ મુખ્યપણે વિભાવ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એટલી શુદ્ધતા છે બાકી રાગાદિ અશુદ્ધતા છે તેટલો વિભાવ છે. સિદ્ધોને તો એકલો સ્વભાવ છે. એ જ રીતે પરમાણુમાં એકલી સ્વભાવદશા જ છે અને સ્કંધમાં એકલી વિભાવદશા જ છે.
બહુ ટૂંકામાં આ ચૌદ બ્રહ્માંડમાં રહેલાં છ દ્રવ્યોના ગુણ અને પર્યાયની વ્યાખ્યા કરી. આ સમજાઈ ગયું?–ન સમજાયું હોય તો ઉપરથી ફરી લઈએ.
જગતમાં અનંત જીવો છે તે દરેક શુદ્ધ, બુદ્ધ, અખંડ સ્વભાવી છે, તેમાં જ્ઞાન અને દર્શન બે મુખ્ય ગુણ છે. જ્ઞાનની આઠ દશા છે. તેમાંથી કેવળજ્ઞાન” પર્યાય અખંડ અને પૂર્ણ શુદ્ધ હોવાથી ઉપાદેય છે. બાકીની સાત પર્યાય અપૂર્ણ અને અશુદ્ધ હોવાથી હેય છે. દર્શનગુણની ચાર દશા છે તેમાંથી કેવળદર્શન સકલ છે, પૂર્ણ છે અને શુદ્ધ છે માટે તે ઉપાદેય છે અને બાકીની ત્રણ પર્યાય વિકલ અને અશુદ્ધ હોવાથી હેય છે. જીવદ્રવ્યમાં બધી શક્તિ ભરેલી છે તેની સામું જોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે.
પુદ્ગલદ્રવ્ય સિવાયના પાંચ દ્રવ્યો અમૂર્તિક છે, પુદ્ગલ મૂર્તિક છે, માટે અમૂર્તિક ગુણ પાંચ દ્રવ્યોની અપેક્ષાએ સાધારણગુણ છે અને પુગલની અપેક્ષાએ અસાધારણગુણ છે. જીવાદિ પાંચ દ્રવ્યો બહુ પ્રદેશ છે અને કાળદ્રવ્ય તથા છૂટો પરમાણુ એકપ્રદેશી છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણો તો એવા છે કે જે દરેક દ્રવ્યમાં રહેલા છે માટે તેને સામાન્યગુણ કહેવાય છે, અને જીવમાં ચેતનપણું પુગલમાં સ્પર્શ, રસાદિપણું એ તેના વિશેષગુણ છે. જીવ–પુદ્ગલ બે દ્રવ્યમાં જ વિભાવદશા અને સ્વભાવદશા બંને હોય છે. બાકીના ચાર દ્રવ્યોમાં એકલી સ્વભાવદશા જ છે, વિભાવદશા નથી. આટલામાં બધો