________________
ર૫ર )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનાદિના છે તેમ પર્યાયપણું પણ અનાદિનું છે અને પુદ્ગલનું પર્યાયપણું પણ અનાદિનું છે. કોઈની પર્યાયને કોઈએ ઉપજાવી નથી. જીવ અને પુદ્ગલ પોતપોતાની પર્યાયપણે થાય છે. જીવને લઈને કર્મ થતાં નથી અને કર્મને લઈને જીવનો વિકાર થતો નથી.
જીવ પોતાની પર્યાયસૃષ્ટિને ઉપજાવે છે અને પુદ્ગલ પોતાની કર્મરૂપ પર્યાયસૃષ્ટિને ઉપજાવે છે. તે બંનેને વ્યવહાર સંબંધ હોવા છતાં કોઈ કોઈને ઉપજાવવાનો સંબંધ નથી.
જીવમાં જેમ અનંતગુણો છે તેમ સ્વાભાવિક અને વિભાવિક પર્યાય પણ છે. વિભાવરૂપે પરિણમવાનો જીવનો ધર્મ છે તેમ સ્કંધમાં વિભાવરૂપે પરિણમવાનો ધર્મ છે તેથી કર્મની પર્યાય થઈ છે. જીવે કર્મની પર્યાયને કરી નથી અને કર્મ જીવની વિભાવપર્યય કરતું નથી. બંને પોતપોતાના ગુણ–પર્યાયમાં રહેલાં છે. કોઈ કોઈની પર્યાયને ઉપજાવતું નથી. બંને દ્રવ્યો અનાદિના છે. તે પોતપોતાની પર્યાયને કરે છે.
ભાવાર્થ :–જો કે વ્યવહારનયથી પર્યાયોના સમૂહની અપેક્ષાએ નવા નવા કર્મ સમયે સમયે બંધાય છે. નવા નવા ઉપજે છે. જેમ બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ થાય છે તેમ બીજરૂપ કર્મોથી દેહ મળે છે અને દેહમાં નવા નવા કર્મોનો વિસ્તાર થાય છે. આ નિમિત્તથી કથન છે હો. જીવના વિકારના નિમિત્તે કર્મ ઉપજે છે અને કર્મના નિમિત્તે દેહ અને વિકાર ઉપજે છે આવી પરંપરા ચાલી આવે છે પરંતુ શુદ્ધનિશ્ચયનયથી વિચારવામાં આવે તો જીવ નિર્મળ જ્ઞાન-દર્શનસ્વભાવી છે. એ તો વિકારના પ્રવાહ અને કર્મના પ્રવાહનો જાણનાર–દેખનાર છે. જીવની વિકારી પર્યાય નવી નવી થતી રહે છે, શરીર પણ નવા નવા થતાં રહે છે અને કર્મની અવસ્થા પણ નવી નવી થયાં કરે છે તે દરેકનો પ્રવાહ ચાલુ છે પણ કોઈ કોઈને કરતું નથી. જીવ અનાદિનો છે અને કર્મ પણ અનાદિના છે કોઈ કોઈને કરતાં નથી.
જીવ અનાદિથી કર્મોથી બંધાયો છે અને કર્મોના ભયથી મુક્ત થાય છે એટલે કે જીવ અનાદિથી પોતાની વિકારી પર્યાયને કરે છે અને કર્મો સ્વયં બંધાય છે. હવે જો જીવ વિકાર કરવાનું બંધ કરે તો કર્મો સ્વયં છૂટી જાય અર્થાત્ બીજી પર્યાય ધારણ કરે–જીવ સાથે બંધાય નહિ. આ વ્યાખ્યાન દ્વારા એ કહેવું છે કે જો કોઈ એમ કહે છે કે, “આત્મા સદા મુક્ત છે, કર્મોથી રહિત છે' તો એમ નથી. જીવની પર્યાયમાં ભાવબંધપણું છે અને નિમિત્તમાં કર્મોના બંધનો પણ સંબંધ અનાદિથી છે. વિકાર એ ભાવબંધ છે અને કર્મ એ દ્રવ્યબંધ છે, બંનેનો સંબંધ જીવને છે. પર્યાયમાં જીવ મુક્ત નથી. બંને પ્રકારના બંધનો અભાવ કરે ત્યારે જીવ મુક્ત થાય છે.
દ્રવ્યબંધ અને ભાવબંધ છે એમ સ્વીકાર કરે તેને તેનો અભાવ કરવાનો અવકાશ 6 રહે છે. જે એમ જ માને છે કે હું સદાય દ્રવ્યબંધ અને ભાવબંધ વિનાનો છું તો તેને એિ બંધ છોડવાનો અવકાશ પણ રહેતો નથી. વર્તમાન દશામાં વિકારનું બંધન અને કર્મનો