________________
પ્રવચન-૧૭ )
[ ૯૧
વસ્તુ ત્રિકાળ મુક્તસ્વરૂપ છે તો બંધન રહિત મુક્ત–અરાગ–વીતરાગ પરિણામમાં આત્માનો અનુભવ થાય છે. તે સિવાય અનુભવનો બીજો કોઈ ઉપાય નથી.
| વિકલ્પથી આત્મા પકડાય એમ માનનારો તો પામર છે. વિકલ્પ, જે આત્માથી વિરુદ્ધ સ્વરૂપ છે—દુશ્મન છે તેના વડે આત્મા પ્રાપ્ત કરવા માંગે છે, તે દુમનને વશ થઈ ગયેલો પામર છે. તેણે તો પરમાત્માને પામર માની લીધો.
અહો ! આત્મા તો અનંત જ્ઞાન, દર્શન, વીર્યસંપન્ન પ્રભુ છે. ભગવાન અહંદુ દેવ ઉત્કૃષ્ટ છે તેનાથી પણ સિદ્ધભગવાન ઉત્કૃષ્ટ છે, તેનાથી પણ ઉત્કૃષ્ટ પોતાનો દ્રવ્યસ્વભાવ છે. તે કોઈ પરની સહાયથી પ્રાપ્ત થાય તેવો નથી. કેમ કે ભગવાન સિદ્ધનું લક્ષ કરવાથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી, એ તો પોતાના સ્વભાવની આરાધનાથી જ પ્રાપ્ત થાય તેવો છે.
અરે ! પરમાત્મસ્વરૂપ શું છે, તેમાં કેવી કેવી શક્તિ ભરી પડી છે, તેના સ્વભાવની અચિંત્યતા કેવી છે તેનો આ જીવે કદી ખ્યાલ પણ કર્યો નથી. કેમ કે જ્ઞાન, દર્શન, વિર્યાદિના જે પ્રગટ અંશો–પર્યાયો છે તેનું વલણે આખું પર તરફ જ ચાલ્યું ગયું છે. અનાદિથી જીવની આ દશા છે.
જે વર્તમાન પ્રગટ અંશો છે તે, જેના છે તેની સાથે જોડવાને બદલે અજ્ઞાની એ અંશો જેના નથી એવા પર નિમિત્તો સાથે જોડે છે. જ્ઞાનના અંશમાં રાગ નથી અને રાગમાં જ્ઞાનનો અંશ નથી છતાં અજ્ઞાની જ્ઞાનને રાગમાં જોડે છે. ખરેખર જ્ઞાન કોનો અંશ છે એમ દૃષ્ટિ કરે તો પૂર્ણાનંદ, જ્ઞાનસ્વરૂપ આત્માનો પત્તો લાગી જાય. પણ અનાદિકાળથી જીવે પોતાનું લક્ષ જ કર્યું નથી. લક્ષ તો નથી કર્યું પણ આ મારો આત્મા જ લક્ષ કરવાલાયક છે એવો નિશ્ચય પણ કદી કર્યો નથી.
ભગવાન આત્મા બરફની અકષાય શાંતરસની શિલા છે. વર્તમાન અંશમાં શાંતિ નથી, આનંદ નથી પણ આકુળતા છે, તે ક્યાંથી આવે છે? અદ્ધરથી આવે છે? આકુળતા પણ અકષાય સ્વરૂપને જાહેર કરે છે. જ્ઞાનના અંશ વડે આખા અંશીને જાણી શકાય છે.
' અરે જીવને પોતાને પોતાની કિંમત નથી અને દેહની, રાગની, હીરા-માણેકની કિમત આવે છે. કિમત કરવાવાળાને પોતાની કિંમતી ચીજની મહિમા નથી આવતી અને જડ-ધૂળ-માટીની કિંમત આવે છે. ભાઈ ! તારા સ્વભાવની કિંમત કર્યા વિના, સ્વભાવનું લક્ષ કર્યા વિના તને કદી શાંતિ નહિ થાય.
આશા ઔરનકી ક્યા કીજે, જ્ઞાન સુધારસ પીજે...” સિદ્ધભગવાનની પણ આશા કરવાની નથી. હું તો સિદ્ધથી પણ ઉત્કૃષ્ટ છું. મારો સ્વભાવના લક્ષે મને શાંતિ થશે એમ પહેલાં નક્કી તો કરે