________________
૯૨ )
/ ઘરમાWકાશ પ્રવચનો
આ ૨૪ ગાથા પૂરી થઈ. હવે ૨૫મી ગાથામાં કહે છે કે ત્રણલોકમાં વંદન કરવા યોગ્ય શુદ્ધાત્મા કહ્યો છે તે જ લોકના અગ્રભાગમાં બિરાજે છે.
સિદ્ધભગવાન વ્યક્તિ પરમાત્મા છે અને આત્મા અવ્યક્ત પણ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છે, તેનું લક્ષ કરીને ધ્યાન કરવું તે વ્યક્તિ સિદ્ધ પરમાત્મા થવાનો ઉપાય છે નિજ પરમાત્માની સન્મુખ જઈ તેમાં એકાગ્ર થવું તે પ્રગટ પરમાત્મા થવાનો ઉપાય છે.
ત્રણલોકમાં જે આરાધ્ય છે એવા સિદ્ધપરમાત્મા લોકના અગ્રભાગમાં બિરાજમાન છે. તેનાથી આગળ ધર્માસ્તિકાય નથી માટે સિદ્ધભગવાન આગળ જઈ શકતાં નથી એમ કહે છે તો તેણે સિદ્ધભગવાનને પણ પરતંત્ર ઠરાવ્યાં. ભાઈ ! સિદ્ધભગવાન પરતંત્ર નથી, સ્વતંત્ર છે. સિદ્ધભગવાનની ત્યાં જ સ્થિર થવાની યોગ્યતા છે. ધર્માસ્તિકાય નથી એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત છે.
ત્રણલોકના નાથ સિદ્ધભગવાનને આદર્શ બનાવીને હું સિદ્ધ જેવો જ છું એમ દૃષ્ટિ કરવી.
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરના કામ જો ને.” હરિ એટલે આત્મા. જે પાપના ઓઘને હરે તેને હરિ કહેવાય.
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જો ને.... સ્વભાવ તરફ પ્રથમ પૂરી અર્પણતા આવ્યા વગર સ્વભાવ સન્મુખ ગતિ-રુચિ થતી જ નથી. પંચાધ્યાયમાં પાઠ છે કે “પાપ મોષ હરતિ રૂત્તિ હર' અજ્ઞાન અને મિથ્યાત્વના પાપના ઓઘને હણે તે હરિ છે. અરે ! જીવે પોતાના દરબારમાં કેવા કેવા પ્રકારની કેટલી કેટલી શક્તિશાળી વસ્તુ ભરી છે તેનું લક્ષ કદી કર્યું નથી; અરે, તેની વાત પણ રુચિથી સાંભળી નથી.
આ ૨૫મી ગાથામાં, જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે તે સમાન આત્માનું સ્વરૂપ છે એ જ ઉપાદેય છે, એમ કહ્યું છે. જેના એક એક ગુણોનું અનંત સામર્થ્ય છે એવા અખંડ દ્રવ્યના સામર્થ્યનું શું કહેવું એવો સામર્થ્યવાન નિજ આત્મા જ ઉપાદેય છે. સિદ્ધભગવાનને તો અહીં બાદ કર્યા છે, કેમ કે સિદ્ધભગવાનના લક્ષથી સિદ્ધ થવાતું નથી. તો જેના લક્ષથી સિદ્ધ થવાય છે એવો નિજ આત્મા જ પોતાના માટે ઉત્કૃષ્ટ છે એમ અહીં કહેવું છે.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. અમારો સદ્ગુરુ સાહેબો પરમાત્મા અમારી પાસે છે તે ક્યાંય ગયો નથી. અનંત ગુણનો સાહેબ પ્રભુ કોઈ પાસે હાથ જોડવા જાય એમ ત્રણકાળમાં બને નહિ અને બીજાં પાસે હાથ જોડવાથી પ્રભુ આત્મા પ્રાપ્ત થાય એમ પણ બને નહિ.