________________
પ્રવચન-૨૩ ]
[ ૧૨૩ જેમ બરફની શીતળ શીતળ શીલા છે તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય, અકષાય વીતરાગતાની શીતળ મૂર્તિ છે. આમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે અને એમ જ અમે જાણ્યું છે, એમ મુનિરાજ કહે છે. એ તને કેમ જણાય? કે રાગની રુચિ છોડી શુદ્ધ સ્વભાવની રુચિ, જ્ઞાન અને સ્થિરતા પ્રગટ કરતાં આવા આત્માની અનુભૂર્તિ તને પણ પ્રાપ્ત થાય તેમ છે.
આ અનુભૂતિથી વિપરીત પુણ્ય-પાપ વિકારીભાવ થવાથી કર્મ બંધાય છે અને કર્મથી શરીર મળે છે. તેને અજ્ઞાની જીવ પોતાનું માને છે.
જીવવસ્તુ વર્તમાનમાં પણ શુદ્ધ અને પવિત્ર છે. તેની અનુભૂતિ વડે મુક્તિની પ્રાપ્તિ થાય છે અને અનુભૂતિથી વિપરીત 'હું પુણ્ય-પાપવાળો છું, શરીરવાળો છું' એવી ભ્રાંતિ વડે જડક બંધાય છે અને કર્મોના નિમિત્તે શરીર મળે છે તમો ઓ જીવ રહેલો છે તેથી નજીકના સંબંધથી અનુપચરિત અસંભૂતે વ્યવહાર નામની જૂઠી નયથી આત્મા શરીરને સ્પર્યો છે એમ કહેવાય છે.
દેહ તો જડ માટી છે અને આત્મા તો ચૈતન્ય છે. બંનેની જાત જુદી છે છતાં દેહ અને આત્માને નજીકનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. કુટુંબ-પરિવાર સાથે એવો સંબંધ નથી, કેમ કે એ તો ક્ષેત્રથી પણ ભિન્ન જ છે. અનુપચાર અસભૂતનયે આત્મા દેહમાં રહેલો છે. દેહ અને આત્માનું ક્ષેત્ર એક છે તેથી અનુપચાર કહ્યો પણ નિશ્ચયથી દેહને આત્મા અડતો પણ નથી માટે તે અસભૂત-જૂઠી નયનું કથન છે.
ભાઈ ! તું કોણ અને દેહ કોણ ! તે એકબીજાને અડતાં નથી તેની વાત તને કહીએ છીએ. જેનામાં વર્ણ-રંગ આદિ તો નથી પણ પુણ્ય-પાપના વિકાર પણ જેમાં નથી એવો તું અરૂપી અવિકારી ચૈતન્યપ્રભુ છો. આ તો મૂળ તત્ત્વની વાતો છે ભાઈ ! સ્ત્રી, પુત્રાદિને ઉપચારથી જીવના કહેવાય છે, દેહને અનુપચાર અસભૂત વ્યવહારનયથી જીવનો કહેવાય છે પણ નિશ્ચયથી દેહ, કર્મ કે પુય-પાપ આદિ વિકારીભાવ કોઈ જીવના નથી.
દેહ, કર્મ અને વિકારથી ચૈતન્ય વસ્તુ ભિન્ન જ છે પણ અજ્ઞાનીની માન્યતામાં એમ છે કે દેહાદિ બધું મારું છે તેને મુનિરાજ કહે છે કે દેહાદિ પર વસ્તુની અતિ તો છે પણ તે તારી ચીજ નથી. તું દેહમાં રહેલો હોવા છતાં નિશ્ચયથી દેહને સ્પર્શતો નથી. પોતે ભગવાન સત્ સચિદાનંદ સત્ સિદ્ધસ્વરૂપ પ્રભુ છે તે વિકાર કર્મ અને દેહને કેમ સ્પર્શે? જે વસ્તુ જ જુદી છે તે એક કેમ થાય !
એક તરફ ભગવાન જ્ઞાન, દર્શન, સુખ, આનંદસ્વરૂપ મૂર્તિ પોતે અને બીજી બાજુ પુણ્ય, પાપ, શરીર, કર્મ આદિ તેમાં જીવ નહિ અને જીવમાં તે નહિ.
આ ભગવાન તીર્થંકરદેવનું શાસન કોઈ જુદી જાતનું છે તેનો કોઈની સાથે મેળ