________________
પ્રવચન-૭૦ )
[ ૪૬૯ જેની પર્યાય પોતાની મૂળ વસ્તુને અવલોકે છે અનંતગુણના એકરૂપ અખંડ ધ્રુવ પરમેશ્વરને જે અવલોકે છે તેની જ્ઞાનપર્યાયમાં ભગવાન વસ્યા છે તે પર્યાય છે પણ તેમાં ભગવાન વસ્યો છે માટે તે આત્માની પર્યાય છે. જે પર્યાયમાં રાગ કે નિમિત્તાદિ વસ્યા છે તે આત્માની પર્યાય જ નથી.
અનંત અનંત ગુણનો પુંજ પ્રભુ પૂરો પરમેશ્વર છે. તેમાં અનંતગુણની રાશિ છે તેમાંથી ઢગલાં પ્રગટે છે. આવા પ્રભુના મતિ-શ્રુતજ્ઞાનમાં અવલોકન થઈ શકે છે. કેવી રીતે?—કે નિર્વિકલ્પ જ્ઞાન અને શાંતિ વડે તેનું અવલોકન થાય છે. ચોથા ગુણસ્થાનથી જ પરમાત્માનું અવલોકન શરૂ થઈ જાય છે. ઇન્દ્ર અને વાસુદેવ આ બે શબ્દ ગાથામાં મૂક્યા છે તેના ઉપરથી ચોથા ગુણસ્થાનમાં અવલોકનની વાત સાબિત થઈ જાય છે.
અહો ! જેને પરમેશ્વર ભેટ્યા તેને હવે બીજું શું જોઈએ ! જેણે મતિ-શ્રુતજ્ઞાનમાં પરમેશ્વરને અવલોક્યો તેને હવે દુનિયામાંથી કાંઈ જોઈતું નથી. દુનિયા મને જાણે—દુનિયા 'મને ઠીક કહે તો મને ઠીક લાગે એવી જેને અપેક્ષા છે એ તો મૂઢ છે. પોતાના મતિ અને શ્રુતજ્ઞાનમાં પરમેશ્વર વસ્યા તેને હવે પરમેશ્વરથી ઊંચી ચીજ તો જગતમાં ક્યાંય છે નહિ તો હવે તેને કોની જરૂર છે! હું તમને સમજાવું છું માટે તમે મને ગુરુ તરીકે સ્વીકારો તો હું મોટો ગણાઊં એમ જેને થાય છે. તે તો મૂઢ છે.
અહીં તો “પરલોક' શબ્દની વ્યાખ્યામાં જેના અવલોકનમાં “પ્રભુ” આવ્યા તેની મતિ પ્રભુની થઈ ગઈ, તેની ગતિ પણ ત્યાં જ થશે અને પરમાત્મા થઈ જશે એમ કહેવું છે. જેણે પોતાની જ્ઞાનપર્યાયમાં રાગને નહિ વસાવતાં પ્રભુને વસાવ્યો તે પ્રભુ થઈ જશે. આ ઇન્દ્રોની સમક્ષમાં, બાર સભામાં બિરાજતાં પ્રભુની વાણીમાં આમ ફરમાવ્યું છે.
ઈન્દ્રની પદવી મોટી છે, ૩૨ લાખ તો વિમાન છે, કરોડો અપ્સરાઓ છે, અસંખ્ય દેવો જેની આજ્ઞા માને છે માટે ઈન્દ્ર મોટાં છે એમ નથી. ઇન્દ્રના જ્ઞાનમાં પરમેશ્વર વસ્યો છે તેનાથી તેની મોટપ છે. ઈન્દ્રને આ વૈભવથી મોટપ ભાસતી નથી. અહીં તો જરાં બોલતાં આવડે, લોકો માનવા લાગે ત્યાં એમ થાય કે અહા ! આપણે પ્રસિદ્ધ થયાં પણ તે ખરેખર પ્રસિદ્ધ થયો નથી. તેમાં તો રાગની પ્રસિદ્ધિ થઈ, તેના આત્માની પ્રસિદ્ધિ નથી.
ભાવાર્થ –પરલોક શબ્દનો અર્થ એવો છે કે પર અર્થાત્ ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવી આત્મા તેનો લોક અર્થાત અવલોકન—નિર્વિકલ્પ સમાધિમાં સ્વભાવનો અનુભવ કૅરવો તે “પરલોક' છે વીતરાગ ચિદાનંદ એટલે પર્યાયની વાત નથી. વસ્તુ પોતે રાગ અને વિકાર વિનાનું નિર્દોષ તત્ત્વ હોવાથી તેને “વીતરાગ' વિશેષણ આપ્યું છે. વસ્તુ ત્રિકાળ વીતરોગસ્વરૂપ છે અને અખંડ આનંદસ્વરૂપ છે એટલે કે એકલા જ્ઞાન અને આનંદનું પૂર છે. એવા સ્વભાવને અવલોકવો તે પરલોક' છે. એકલો ચિદાનંદ આત્મા તે “પર” અને તેને અવલોકે તો તેને “પરલોક” કહેવાય. એકલા આત્માને પરલોક કહ્યો નથી. નિર્વિકલ્પ