________________
- ભગવાન કહે છે કે તું સાક્ષાત્ પરમાત્મા છો
(સળંગ પ્રવચન નં. ૪૭) आत्मा पङ्गोः अनुहरति आत्मा न याति न आयाति । भुवनत्रयस्य अपि मध्ये जीव विधिः आनयति विधिः नयति ।।६६।।
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૬૬મી ગાથા છે તેમાં શ્રી યોગીન્દ્રદેવ જિનવચનની આરાધના વગર જીવે કેટલું ભ્રમણ કર્યું તે બતાવતાં કહે છે કે
આ જગતમાં એવો કોઈ પ્રદેશ નથી કે જે જગ્યાએ જિનવચનની પ્રતીતિને નહિ પ્રાપ્ત થયેલો આ આત્મા ભટક્યો ન હોય. અર્થાત્ નિશ્ચય-વ્યવહારરત્નત્રયના કહેવાવાળા જિનવચનને નહિ પ્રાપ્ત થવાથી જીવે ચોરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કર્યું છે–જન્મ-મરણ કર્યા છે.
ભગવાનનું વચન કેવું છે? નિશ્ચયરત્નત્રય અર્થાત્ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતારૂપ અભેદ રત્નત્રય અને તેની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો, પંચ મહાવ્રત અને શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ તે વ્યવહારરત્નત્રય છે. તે બંનેનું પ્રમાણજ્ઞાન કરાવે એવું ભગવાનનું વચન છે.
આત્મા, એક સમયમાં પૂર્ણ શુદ્ધ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છે તેની અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર થાય છે, તે નિશ્ચયરત્નત્રય છે અને તેની સાથે નવતત્ત્વની શ્રદ્ધારૂપ, છ દ્રવ્યની શ્રદ્ધારૂપ, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યકત્વ તથા શાસ્ત્રના જ્ઞાનરૂપ વ્યવહાર સમ્યજ્ઞાન અને નિશ્ચયના ચારિત્ર સહિતનું પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ વ્યવહારચારિત્ર હોય છે એમ ભગવાનની વાણીમાં નિશ્ચય-વ્યવહાર-મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ આવે છે. અન્ય કોઈની વાણીમાં આવું વચન ન આવે. આ જીવે ભગવાનની વાણી તો સાંભળી પણ તેની પ્રતીતિ કરીને એવા નિશ્ચય-વ્યવહારરૂપ ભાવને ગ્રહણ કર્યો નથી તેથી ચોરાશી લાખ યોનિમાં રખડ્યો છે.
જીવને ઉપજવાની જગતમાં ચોરાશી લાખ યોનિ છે. અનાદિથી જીવ આ યોનિઓમાં ભમી રહ્યો છે તેમાં કોઈ સ્થાન એવું નથી કે જ્યાં આ જીવ ન ગયો હોય. સિદ્ધભગવાન રહે છે ત્યાં પણ નિગોદપણે આ જીવ અનંતવાર જન્મી આવ્યો છે.
ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ છે, તેના આનંદની પ્રાપ્તિ તે ખરેખર અભેદ રત્નત્રય છે એવા ભાવને કહેનારા જિનવચનમાં ઘણાં સિદ્ધાંતો આવી જાય છે. જેમ કે દુ:ખની પર્યાય પહેલાં હતી, દ્રવ્ય સુખરૂપ છે, પર્યાયમાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે, સુખ