________________
૨૯૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
પ્રાપ્ત થતાં દુ:ખની પર્યાય નાશ પામે છે, દુઃખની પર્યાય છે ત્યારે સામે નિમિત્તરૂપ કર્મની પર્યાય પણ છે વગેરે ઘણી વાત ટૂંકામાં આવી જાય છે.
સમયસારમાં કુંદકુંદ આચાર્યે આ વાત એ રીતે કહી કે સર્વજ્ઞ પરમાત્માથી માંડીને અમારા ગુરુપર્યંત બધાએ શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે એટલે કે આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે તે આનંદમય છે તેનો ઉપદેશ આપ્યો છે તેની પ્રતીતિ અને જ્ઞાન કરતાં અમને સ્વસંવેદનમાં જ્ઞાન અને આનંદનો વૈભવ પ્રગટ થયો છે તે વડે અમે સમયસાર કહીશું.
અહીં કહે છે કે આત્માની દશામાં દુઃખ છે તેનો નાશ કરે એવા ભાવ ભગવાનની વાણીમાં રહેલાં છે. સત્ ચિદાનંદ આત્મા એકલા અતીન્દ્રિય આનંદનો જ રસકંદ છે. એવા અતીન્દ્રિય આનંદને પર્યાયમાં પ્રાપ્ત કરાવે અને સર્વ દુ:ખને મટાડે એવા જિનના વચનો છે.
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે અભેદ રત્નત્રય છે. સમ્યગ્દર્શન સુખરૂપ છે, જ્ઞાન સુખરૂપ છે અને ચારિત્ર સુખરૂપ છે. આ અભેદરત્નત્રયની સાથે ભેદરત્નત્રય એટલે વ્યવહારરત્નત્રય પણ હોય છે. ભગવાનની વાણી આ બંને પ્રકારના રત્નત્રયને કહેનારી છે એમ જ્ઞાન કરાવીને છેલ્લે સરવાળામાં એમ કહે છે કે વીતરાગની વાણી પરમ આનંદને પ્રાપ્ત કરાવનારી છે—પરમાનંદની પ્રાપ્તિમાં નિમિત્ત થનારી છે.
આગળ ૬૪મી ગાથામાં જ્ઞાન-દર્શનની વાત આવી હતી કે આત્મા માત્ર જાણે છે અને દેખે છે. અહીં આ ગાથામાં આનંદની વાત લીધી અને હવે વીર્યની વાત ક૨શે, આમ ચાર ચતુષ્ટય લઈ લીધા છે.
ભગવાન આત્મા વીતરાગ, નિર્દોષ આનંદકંદ સ્વરૂપ છે. સર્વજ્ઞ પરમાત્માએ વસ્તુ-સ્વરૂપ પ્રત્યક્ષ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે—એવા એ ભગવાનની વાણી સમોસરણમાં સો ઇન્દ્રોની સમક્ષમાં ખરી છે. એ જિનવચનમાં એમ આવ્યું છે કે ભાઈ! તું પરમાનંદની મૂર્તિ છો તેની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા કર તો તને આનંદ પ્રગટ થશે. એ જ ધર્મ છે.
ભગવાનની વાણીમાં તો આમ આવે છે પણ જીવે અનંતકાળમાં કદી એ ભાવને પ્રાપ્ત કર્યો નથી તેથી ચોરાશી લાખ યોનિમાં કોઈ યોનિમાં જન્મ-મરણ એણે બાકી રાખ્યા નથી. ભગવાનની વાણીના ભાવને ગ્રહણ કર્યા વિના-સમજ્યા વિના જીવે ચોરાશીલાખ યોનિમાં જ ભ્રમણ કર્યું છે.
શક્તિએ તો આત્મા મુક્તસ્વરૂપ જ છે. આત્માનું સત્ત્વતત્ત્વ તો પૂર્ણ આનંદ અને વીતરાગસ્વભાવવાળુ જ છે. વીતરાગ એટલે રાગથી રહિત જૈન એ કોઈ સંપ્રદાય નથી. જૈન એટલે વસ્તુનું સ્વરૂપ. જૈનપરમેશ્વરે કહેલો માર્ગ તે આત્માનો માર્ગ છે. રાગ-દ્વેષાદિ કષાય વિનાનો પરમાનંદરૂપ જીવનો ભાવ તે વીતરાગભાવરૂપ આત્મા છે. આવા વીતરાગભાવે