________________
પ્રવચન-૪૭)
[ ૨૯૭ પરિણમેલા ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે, તારા વીતરાગ નિર્દોષ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને તેની શાંતિનું વેદન કરે !.
જુઓ ! આ વીતરાગની વાણી અને વીતરાગની આજ્ઞા છે.
વિતરાગની વાણી વિતરાગતાનું સ્વરૂપ કહે છે તેને સાંભળવા તો આ જીવ ઘણીવાર ગયો હતો પણ સમજ્યો ન હતો. મહાવિદેહમાં અત્યારે સાક્ષાત્ સીમંધર ભગવાન અરિહંતપદે બિરાજી રહ્યા છે તેમનું સમવસરણ એટલે જેમાં સો ઇન્દ્રો અને ત્યાં રહેનારા ઘણાં જીવો વાણી સાંભળવા જાય છે એમ દરેક જીવોએ ભગવાનની વાણી સાંભળી છે પણ તેનો ભાવ સમજી શક્યો નથી. મને રાગથી લાભ થાય છે, અથવા નિમિત્તથી લાભ થાય છે એવી ઉલટી માન્યતા રાખીને જિનવાણી સાંભળી છે.
દરેક જીવનું સ્વરૂપ સર્વજ્ઞ વીતરાગસ્વરૂપ જ છે તે સ્વરૂપને જાણવાનું અને અનુભવવાનું તથા તેની શ્રદ્ધામાં સ્થિર થવાનું ભગવાનની વાણીમાં ફરમાન છે. પણ એ ભાવને જીવ કદી સમજ્યો નથી.
મુમુક્ષુ અત્યારે અમારું સમજવાનું ઉપાદાન તૈયાર થઈ ગયું છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : ઉપાદાન તૈયાર જ છે. હંમેશા તૈયાર જ છે. “સબ અવસર આ ચુકા હૈ!” તારી નજરની આળસે ભગવાન દેખાયો નથી.
વસ્તુ પોતે વીતરાગસ્વરૂપ છે અને તેના અવલંબનને જે શાંતિ પ્રગટે છે તે વીતરાગભાવ છે એમ વીતરાગભાવ બે પ્રકારે છે. આત્મા અતીન્દ્રિય આનંદનું મળ સર્વે છે તેમાંથી વીતરાગતા, આનંદ, શાંતિ આદિ પ્રગટ કર ! એમ જિનનું વચન છે. તેને અનંતકાળમાં ક્યારેય સમજ્યો નથી. તેથી ચોરશી લાખ યોનિમાં અવતાર ધારણ કર્યો છે. એક પણ અવતાર એવો નથી કે, જ્યાં આ જીવ જનમ્યો અને મર્યો ન હોય. દરેક જગ્યાએ ' અને દરેક યોનિમાં અનંતવાર જન્મ-મરણ કર્યા છે, કોઈ સ્થાન એણે બાકી રાખ્યું નથી.
વીતરાગની વાણીમાં ચાર અનુયોગ આવે છે તે દરેકનો સાર આ છે કે, તું વીતરાગતા પ્રગટ કર ! તારું સ્વરૂપ વીતરાગ સ્વરૂપ છે તેની સન્મુખ થઈને વીતરાગી શ્રદ્ધા, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર પ્રગટ કર ! એ તાત્પર્ય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર એ વીતરાગતાનું જ રૂપ છે, આનંદરૂપ છે–સમ્યફચારિત્ર અતીન્દ્રિય આનંદરૂપ છે. ભગવાને ભલે ચાર અનુયોગ કહ્યા પણ તે બધાંનું તાત્પર્ય આ વીતરાગભાવરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરવાનું જ છે.
વિતરાગભગવાનના આ તાત્પર્યને નહિ પામીને આ જીવ ચાર ગતિ-ચોરાશી લાખ યોનિમાં-નરકમાં, નિગોદમાં, રંકમાં, કાગડામાં, કૂતરામાં, કંથવામાં, કુંજરમાં અનંત અનંત ભવ કરી રહ્યો છે. દરેક ભવ એકવાર નહિ અનંત અનંતવાર એ ભવો કર્યા છે કેમ કે