________________
૨૯૮ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આત્મા તો અનાદિનો છે, અનાદિકાળથી ભમી જ રહ્યો છે. વીતરાગભાવ થાય તો જ મુક્તિ થાય તેમ છે.
અનંતકાળ વીત્યો તેમાં એક ક્ષણ એને સ્વભાવની મહિમા આવી નથી. મને પરથી અને રોગથી લાભ થાય છે એવા શલ્યમાં રહી ગયો છે તેથી નિમિત્તની અને રાગની મહિમા કદી છૂટી નથી.
ભગવાનની વાણીમાં તો બધી વાત સ્પષ્ટ આવે છે પણ જીવની શ્રદ્ધામાં બેસવી જોઈએ ને! શ્રદ્ધામાં બેસવું તે પોતાને આધીન છે, પરના આધારે શ્રદ્ધા થતી નથી. ભગવાન કોઈની શ્રદ્ધાને બદલી દેતાં નથી. જીવ પોતે ભગવાનની વાણીના તાત્પર્યને સમજે તો શ્રદ્ધા યથાર્થ થાય છે માટે ભગવાનની વાણીનું સેવન કરવું એટલે કે આત્માનું સેવન કરવું.
બહુ ટૂંકામાં માર્ગની, માર્ગના ધ્યેયની અને વિરૂદ્ધમાર્ગની વાત કહી દીધી છે. વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તે માર્ગ છે. આત્મા પરમાત્મા થાય એ માર્ગનું ધ્યેય છે. માર્ગના ફળમાં મુક્તિ છે. અને માર્ગથી વિરૂદ્ધ ચાલવાના ફળમાં ચાર ગતિમાં ભ્રમણે. થાય છે. નિજ વસ્તુને એણે ક્યારેય દૃષ્ટિમાં લીધી જ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજા આદિ અનંતવાર કરી ચૂક્યો તેનાથી શુભકર્મ બંધાયા પણ જન્મ-મરણનો અંત આવ્યો નથી.
આ ગાથામાં જિનવાણીનું તાત્પર્ય કહ્યું, હવે આત્મા વસ્તુ કેવી છે કે જેના લક્ષ-આશ્રયે જ વીતરાગભાવ પ્રગટે અને તે મુક્તિનું કારણ થાય અને તેનાથી વિરૂદ્ધભાવના આશ્રયે સંસાર ફળે છે એવી આત્મવસ્તુ કેવી છે તે ૬૬મી ગાથામાં કહે છે.
હે જીવ! આ આત્મા પંગુ સમાન છે તે ન ક્યાંય જાય છે કે ન આવે છે. કર્મ જ જીવેને ત્રણ લોકમાં આમથી તેમ ભમાવે છે.
શુદ્ધ નિશ્ચયનયથી આ આત્મા અનંતવીર્યનો ધારણ કરવાવાળો હોવાથી શુભાશુભ કર્મબંધનથી રહિત છે. કર્મ બાંધવાની અને પરિભ્રમણ કરવાની તેનામાં શક્તિ નથી. વસ્તુ તો અખંડાનંદ ચૈતન્યકંદ છે એ તો અનંતવીર્યનો (અનંતબળનો) ધણી છે. આ દ્રવ્યસ્વભાવની વાત છે, પર્યાયની વાત નથી. આગળ અનંત જ્ઞાન અને અનંત આનંદની વાત આવી ગઈ. અહીં કહે છે આત્મા અનંતવીર્યવાન છે. તેમાં શુભ-અશુભકર્મોનું બંધન નથી. વસ્તુમાં બંધન કેવું ! વસ્તુમાં બંધન હોઈ જ ન શકે. આત્મા વસ્તુ બંધન અને મુક્તિથી રહિત છે.
એક સમયની પર્યાયમાં બંધન અને મુક્તિ છે. નિજ વસ્તુ–એકરૂપ નિજ પરમાત્મવસ્તુની ભાવના એટલે સ્વભાવસનુખની વીતરાગીપર્યાય–શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પર્યાય તે સંવર એને નિર્જરા તત્ત્વ છે. તેનાથી વિરૂદ્ધ પય-પાપ ભાવરૂપ આસ્રવ અને બંધ તત્ત્વ છે. તે