________________
પ્રવચન-૪૭
[ ૨૯૯ શુભ-અશુભ ભાવો વડે કર્મોનું બંધન થાય છે. આમ, અહીં સાતેય તત્ત્વ સિદ્ધ થાય છે. નિજ શુદ્ધાત્મા તે જીવ છે, તેની ભાવનારૂપ પરિણતિ-નિર્મળ વીતરાગી પર્યાય તે સંવર, નિર્જરા અને મોક્ષ છે પણ વર્તમાનમાં અજ્ઞાની જીવને સ્વભાવ સન્મુખની ભાવના નહિ હોવાથી પર્યાયમાં નિર્મળતા નથી. તો શું છે ! કે–મન, વચન, કાયાના લક્ષે શુભ-અશુભભાવ થાય છે તે આસવતત્ત્વ છે તેના વડે જીવને કર્મોનું બંધન થાય છે અને અનેક શરીરો ધારણ કરે છે તે એજીવતત્ત્વ છે. જ વીતરાગનું આ તત્ત્વ સમજવું એ કાંઈ સાધારણ વાત નથી. સામાયિક, પૂજા, ભક્તિ કરી લેવાથી આ તત્ત્વ સમજાય જાય તેમ નથી. વીતરાગે કહેલાં નવતત્ત્વો જીવે કદી યથાર્થપણે જાણ્યા જ નથી.
નિજ શુદ્ધાત્માની સન્મુખની ભાવના નથી તેથી વિમુખ ભાવનાથી પુણ્ય–પાપભાવ થાય છે તેના વડે જીવ કર્મોના બંધનથી બંધાઈને પંગુ થઈ ગયો છે. વસ્તુ પોતે તો જેમ છે તેમ છે અને જ્યાં છે ત્યાં છે તેમાં તો કાંઈ ફેરફાર નથી પણ પર્યાયમાં મન, વચન, કાયાના નિમિત્તે પુણ્ય–પાપ ભાવ થાય છે. તેનાથી કર્મ બંધાય છે અને કર્મના ફળમાં ચાર ગતિ ચોરાશી લાખ યોનિમાં જીવને ફરવું પડે છે.
જ્ઞાતા-દ્રષ્ટાનો પિંડ, આનંદનો પિંડ, વીર્યનો પિંડ એવો ચૈતન્ય વસ્તુ પોતે તો એવો ને એવો જ છે પણ એક સમયની પર્યાયમાં ઊભા કરેલા અજ્ઞાન વડે કર્મબંધન થયું છે અને તેનાથી અનંત અવતાર થયા છે. દ્રવ્ય તો જેમ છે તેમ છે. તો શું કર્મ જ તેને રખડાવે છે?—ના. કર્મ રખડાવતાં નથી પણ અજ્ઞાનથી પર્યાયમાં જે ભાવકર્મ થાય છે તેના કારણે રખડવું પડે છે. વસ્તુમાં તો ભાવકર્મ પણ નથી અને વ્યકર્મ પણ નથી. વસ્તુ તો આનંદકંદમૂર્તિ છે. -અનંત ચતુષ્ટયથી યુક્ત છે એ ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય તો જેમ છે તેમ છે તેને કર્મ કાંઈ નુકશાન કરી શકતું નથી. પર્યાયમાં ભાવકર્મ થાય છે તેનાથી દ્રવ્યકર્મ બંધાય છે અને તેનાથી ચાર ગતિમાં ભ્રમણ કરવું પડે છે.
ઈશ્વરને કર્તા માનીએ તો આ બધી ઉપાધિ મટી જાય..એમ નથી ભાઈ ! તારો ઈશ્વર તું છો. તને સુખી-દુ:ખી કરનારો બીજો કોઈ ઇશ્વર તારા ઉપર નથી. ત્રણકાળ ત્રણલોકમાં જગતનો કર્તા કોઈ ઈશ્વર છે નહિ. ઈશ્વર એટલે અનંત શક્તિનું સત્ત્વ તે પોતે જ છે. આ થર તત્ત્વ-નિજ આત્મદ્રવ્ય ક્યાંય ઉપજતું કે મરતું કે રખડત નથી આ ભાઈ! તે તારા નિજ ઈશ્વરને ન જાણ્યા. ઈશ્વરના અજ્ઞાનમાં રાગની અધિકતા માની, વિકાર કરીને કર્મ બાંધ્યા છે. એ વિકાર પર્યાયમાં છે, દ્રવ્યમાં વિકાર નથી. પર્યાય તે વ્યવહારનયનો આત્મા છે. નિશ્ચયનયનો આત્મા દ્રવ્ય છે તેમાં વિકાર નથી. પર્યાયમાં વિકાર છે તે ટળીને પર્યાયમાં નિર્વિકારપણું પ્રગટ થાય છે તે બધું અભૂતાર્થ છે. ભૂતાર્થ-ત્રિકાળ વસ્તુ તો જેમ છે તેમ જ છે.