________________
પરમાત્મા સમાન નિજ આત્મા ઉપાદેય છે
(સળંગ પ્રવચન નં. ૭૦) ज्ञानिन् ज्ञानी ज्ञानिना ज्ञानिनं यावत् न जानासि । तावद् अज्ञानेन ज्ञानमयं किं परं ब्रह्म लभसे ॥१०८।। दृश्यते तेन ब्रह्मा परः ज्ञायते तेन स एव । ब्रह्म मत्वा येन लघु गम्यते परलोके ।।१०६।। मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः।
परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः॥११०॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની ૧૭૭મી ગાથા થઈ. હવે ૧૦૮મી ગાથામાં કર્તા કોણ અને કર્મ શું છે એ બધી વાત કહે છે. જ્ઞાનથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે આ એમ ગાથામાં કહે છે.
ગાથાર્થ – જ્ઞાની ! જ્ઞાનવાન પોતાના આત્માને સમ્યજ્ઞાન વડે જ્ઞાન લક્ષણવાળા આત્માને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની હોવાથી તે પોતાના જ્ઞાનમય સ્વરૂપને શું પામી શકે? ન પામી શકે. જે કોઈ પામે છે તે જ્ઞાન વડે જ પોતાના આત્માને પામે છે. ૧૦૮.
હે જ્ઞાની! એમ સંબોધન કર્યું છે. જ્ઞાનવાન પોતાનો આત્મા તે કર્તા છે અને સમ્યજ્ઞાન વડે એટલે તે “કરણ” વડે જ્ઞાન લક્ષણવાળા આત્માને પ્રાપ્ત કરે છે તે “કાર્ય થયું. આત્મા જ્ઞાનવાન છે, રાગવાન કે આશ્રયવાન નથી. જ્ઞાન જ જેનું રૂપ છે એવો ભગવાન આત્મા તે “કર્તા છે. તેની પ્રાપ્તિ સમ્યજ્ઞાનરૂપ કરણ વડે જ થાય છે. પુણ્ય કે વિકલ્પ દ્વારા તેની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન લક્ષણવાળો આત્મા પ્રાપ્ત થાય છે તે કાર્ય છે. આમ, આત્મા જ કર્તા, કર્મ અને કરણ છે. બાહ્ય સાધનો બધાં છે પણ તે માત્ર પરણેય તરીકે જ્ઞાનમાં જણાય છે.
આ રીતે, આત્મા સમ્યજ્ઞાન વડે આત્માને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની છે. જુઓ ! આત્માને નથી જાણતો તે અજ્ઞાની છે એમ કહ્યું. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આ ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બધાં જ્ઞાનીની વાત છે, માત્ર છઠ્ઠા-સાતમાવાળા મુનિની વાત નથી.
જ્યાં સુધી આત્મા કર્તા થઈને જ્ઞાન લક્ષણવાળા નિજઆત્માને જાણવાનું કાર્ય ન કરે ત્યાં સુધી તે અજ્ઞાની ગમે તેવા શુભાશુભ ભાવ કરે છે પણ ધર્મ નથી. જ્ઞાનમય