________________
પ્રવચન-૭૦ )
[૪૬૩ આત્મા જ્ઞાન વિના શી રીતે જણાય ! આત્મા તો એકલા જ્ઞાનનું વિતરાગબિંબ છે તેને જ્ઞાન વડે ન જાણે ત્યાં સુધી અજ્ઞાની આત્માને શી રીતે જાણે?
ત્રણકાળ ત્રણલોકમાં જે કોઈ આત્માને પ્રાપ્ત કરે છે તે સમ્યજ્ઞાન વડે જ પ્રાપ્ત કેરે છે તે સિવાય બીજો કોઈ સાધન વડે આત્મા પ્રાપ્ત થતો નથી.
કર્તા પણ જીવ પોતે છે. રાગ કે નિમિત્ત “કર્તા' તરીકે હોય તો આત્માનું કામ થાય એમ નથી. કષાયની મંદતા હોય તો આત્મા પ્રાપ્ત થાય એમ નથી. પોતે જ કર્તા થઈ, પોતાના સાધન વડે, પોતે જ પોતાના કાર્યને પ્રાપ્ત કરે છે તે સંપ્રદાન છે. પોતે જ પોતાના કાર્યને પોતે દીધું અને પોતે જ લીધું. એક જ સમયમાં આ છએ કારક રહેલાં છે. પોતે જ પોતાને દાન આપે છે. આ દાન તે જ દાન છે. ભગવાન આત્મા પોતાની અંદરથી માલ કાઢીને પોતે જ રાખે છે, પોતે કર્તા થઈ, પોતાના સાધન વડે જે નિર્મળ કાર્ય કરે છે તેને પોતે જ રાખે છે. માટે, પોતે જ દેનાર અને પોતે જ લેનાર છે.
વ્યવહારના રસિયાને આ વાતમાં રાડ પડે પણ વ્યવહાર વ્યવહારના સ્થાને છે તેની ના નથી. પણ તે આદરવાલાયક નથી, માત્ર જાણવાયોગ્ય છે. આત્મા પોતે પોતાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. પર માટે કે રાગ માટે પુરુષાર્થ કરતો નથી.
પાઠમાં ત્રણ કારક મૂક્યા છે પણ તેમાંથી ટીકાકારે છએ કારક કાઢ્યા છે. આત્મા આત્માને, આત્માથી, આત્મા માટે, આત્માના આધારે, આત્મામાં પ્રાપ્ત કરે છે. સૂત્રમાં ટૂંકું હોય તેનો જ ટીકામાં વિસ્તાર છે.
આવા કારક દ્વારા પોતે પોતાને ન જાણે ત્યાં સુધી નિર્દોષ શુદ્ધ પરમાત્મા સિદ્ધપરમેષ્ઠીને શું પામી શકે ! ન પામી શકે. પોતાના જ સિદ્ધપરમેષ્ઠીપણાની વાત છે. નિર્દોષ એટલે વિકાર રહિત. વસ્તુ ત્રિકાળ દોષ રહિત છે. તેને નિર્દોષ કહો, જ્ઞાનાનંદ કહો કે શુદ્ધ પરમાત્મા કહો....બધું એક જ છે. શુદ્ધ પરમાત્મા એવો આત્મા આવા છે કારકરૂપે ન પરિણમે ત્યાં સુધી તે પોતાના સિદ્ધપદને કેમ પામી શકે?
જે આત્માને જાણે તે જ પરમાત્માને જાણી શકે છે. આત્માના સ્વરૂપને જાણ્યું તેણે જ પોતાના પરમાત્મસ્વરૂપને જાણ્યું છે. આ રીતે આત્માને જાણતો નથી અને શરીરની અને રાગની ક્રિયા કરે છે તે કદી એ રીતે આત્માને જાણી શકતો નથી. જે કોઈ આત્માને પામ્યા તે આ રીતે જ પામ્યા છે અને જે કોઈ પામશે તે આ રીતે જ પામશે. બીજો કોઈ રસ્તો નથી.
પરમાત્મપ્રકાશ છે ને ! પોતાના પરમાત્મસ્વરૂપને પોતાથી પોતાના આધારે પોતામાં પોતાના માટે પોતે કર્તા થઈને પોતાને પામે છે. રાગ પોતાનું સ્વરૂપ નથી માટે તેના આધારે કે તેના વડે આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી.