________________
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
૪૬૪ ]
હવે ચાર ગાથાઓમાં ‘પરલોક' શબ્દ દ્વારા પરમાત્માનું જ સ્વરૂપ કહે છે.
પર એટલે ઉત્કૃષ્ટ એવો પોતાનો સ્વભાવ પરમબ્રહ્મ એવી પોતાની શક્તિને જે પુરુષ સ્વસંવેદનશાન વડે જાણે છે તે પુરુષથી શુદ્ધાત્મા નિયમથી દેખી શકાય છે, તે પુરુષથી નિશ્ચયથી શુદ્ધાત્મા જાણ્યો જાય છે અને તેને જ પોતાનું પરમાત્મસ્વરૂપ શીઘ્ર પ્રાપ્ત થાય છે.
જીવની એક સમયની પર્યાય એ તો વ્યવહાર આત્મા છે. નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ એવા પોતાના સ્વભાવને જે નિર્વિકલ્પ શાંતિ, આનંદ અને નિર્વિકલ્પ દૃષ્ટિ દ્વારા દેખે છે તે જ પોતાના શુદ્ધાત્માને જાણી શકે છે. અનાદિ અનંત ધ્રુવ વસ્તુને જે નિર્વિકલ્પ સ્વસંવેદનશાન દ્વારા અવલોકે છે તેણે પરમાત્માને જાણ્યો કહેવાય. આવા પરમાત્મસ્વરૂપ અનંતગુણના ગોદામને અવલોકવો તે જ આત્માનું કર્તવ્ય અને ક્રિયા છે.
પર એટલે પ્રધાન અર્થાત્ ઉત્કૃષ્ટ–પોતાનો આત્મા ઉત્કૃષ્ટ લોક છે માટે તેને ‘પરલોક’ શબ્દથી ઓળખાવ્યો છે. વસ્તુ પોતે જ દ્રવ્યસ્વરૂપે પરમાત્મા છે તેને દેખવો, જાણવો અને અનુભવવો એ આ પરમાત્મપ્રકાશમાં કહેવું છે. વિકલ્પ, વાણી અને શરીર તો જીવની ચીજ નથી માટે તેનું અહીં કાંઈ કામ જ નથી. વિકલ્પ તો વિભાવ છે તે કાંઈ તારું સ્વરૂપ નથી માટે તેનાથી કામ લેવું એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેનાથી આત્માને લાભ પણ ન થાય.
વાણી વડે જીવના સ્વરૂપનું પ્રરૂપણ કરવાથી પણ આત્માને લાભ ન થાય, આત્માનું કામ ન થાય કેમ કે, વાણી તો પર છે. વિકલ્પથી પુણ્ય બંધાય પણ વાણીથી તો પુણ્ય પણ ન બંધાય. શરીર, વાણી અને વિકલ્પથી રહિત અને સ્વઅનંતગુણોથી સહિત એવા નિજ આત્માને જે સ્વસંવેદનજ્ઞાનથી અનુભવે છે તે પરલોકને એટલે કે ઉત્કૃષ્ટ આત્માને પ્રાપ્ત થાય છે.
તો પ્રશ્ન થાય કે, પરલોકસ્વરૂપ આત્માની પ્રાપ્તિનો ઉપાય તો એક જ છે તો પછી આ મંદિર આદિ બંધાવવા કે નહિ ? ભાઈ ! મંદિર બંધાવવાનું કાર્ય જીવ કરી શકતો જ નથી. મંદિર સ્વયં પોતાથી થાય છે તેને કોઈ બનાવી શકતું નથી. વાણી પણ સ્વયં થાય છે કેમ કે તે જડ છે તેને જીવ કરી શકતો નથી. વિકલ્પને પણ લાવવો હોય તેમ લાવી શકાતો નથી. એ તો કર્મના નિમિત્તના સંબંધમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. માટે હે જીવ! તારે કરવું હોય તો સ્વસંવેદન કર! એ તારું કાર્ય છે. તેને તું લાવી શકે છે. તું પોતે પરમબ્રહ્મસ્વરૂપ છો તેની પર્યાયમાં પ્રાપ્તિ કરવી તે તારું કાર્ય છે તેને તું કરી શકે છે. પરમાત્મતત્ત્વને જે દૃષ્ટિમાં અવલોકે છે, જાણે છે, અનુભવે છે તે જ તેને શીઘ્ર પ્રાપ્ત કરી શકે છે.
ભાવાર્થ :—શુદ્ધાત્માનું સ્વરૂપ શુદ્ઘનિશ્ચયનયથી શક્તિરૂપથી કેવળજ્ઞાન કેવળદર્શન સ્વભાવ છે તે જ વાસ્તવમાં પરમેશ્વર છે. ઉત્પાદ-વ્યયનો એક સમયની પર્યાય છે તે