________________
પ્રવચન-90 )
[ ૪૬૫
નિશ્ચય-આત્મા નથી. રાગ હો કે, શુદ્ધ પરિણતિ હો તે નિશ્ચયતત્ત્વ નથી. વ્યવહારતત્ત્વ છે.
સર્વજ્ઞ ભગવાનનો નિર્ણય કરવા જાય ત્યાં એ સર્વજ્ઞપર્યાય જેમાંથી નીકળે છે એવા શક્તિરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો નિશ્ચય થઈ જાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનની પર્યાય તો વ્યવહાર-આત્મા છે, શક્તિરૂપ તત્ત્વ તે જ નિશ્ચય-આત્મા છે. અનંત પરમાત્મા જેના પેટમાં રહેલાં છે એવો શક્તિરૂપ આત્મા તે નિશ્ચય-આત્મા છે.
ભગવાન આત્મા એક સેકંડના અસંખ્યમાં ભાગમાં એકલું જ્ઞાન અને દર્શનસ્વરૂપી તત્ત્વ છે તે પોતેં જ પરમેશ્વર છે. એક સમયની ઉત્પાદ-વ્યયની પર્યાયને બાદ કરી દ્યો તો એકલો આત્મા પૂરો પરમેશ્વર છે. કેવળજ્ઞાની પ્રગટ પરમાત્મા તો એક સમયના પરમાત્મા છે અને આ ભગવાન આત્માને ઉત્પાદ-વ્યયની પર્યાયને બાદ કરીને જુઓ તો એકલો ભગવાન પૂરો પરમેશ્વર છે.
પ્રગટ પરમાત્મામાં અને જીવમાં કોઈ જાતિભેદ નથી. બંને વસ્તુમાં કાંઈ ભેદ નથી. એક સમયની પર્યાયમાં જીવને કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એટલું બંધન છે, ત્યાં સુધી જીવ સંસારમાં ભ્રમણ કરે છે. જ્યાં સુધી જીવ કર્મ સાથે સંબંધ રાખે છે ત્યાં સુધી પરિભ્રમણ થાય છે એટલે કે જીવનો એક સમયનો પર્યાય કર્મના ઉદયના એક સમયના પર્યાય સાથે સંબંધ જોડે છે ત્યાં સુધી સંસાર ઊભો છે. જોડાણ તે જ સંસાર છે.
આ સંસાર પર્યાયથી ધ્રુવ તત્ત્વ આખુ ભિન્ન, અખંડ એકરૂપ છે. સંસારપર્યાયનું લક્ષ છોડીને, એક સમયની સ્વસંવેદન પર્યાય વડે પરમેશ્વરને અવલોકવો તેનું નામ “પરલોક કહેવાય છે. કર્મ સાથે સંબંધ છે. તે છોડીને પરમેશ્વરતત્ત્વ સાથે સંબંધ જોડવો. બસ આટલું જે કરવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. જડ સાથે આત્માને કાંઈ સંબંધ નથી માટે જડની "ક્રિયા તો કાંઈ કરવાની નથી. વિકલ્પની ક્રિયા પણ કર્મ સાથે સંબંધ જોડવાથી ઉત્પન્ન
થાય છે. જો કર્મ સાથે સંબંધ ન કરે અને આત્મામાં એકત્વ કરે તો વિકલ્પની ક્રિયા પણ "ઊઠશે નહિ.
જૈનદર્શન લોકોને કઠણ પડે છે કેમ કે આ વાત એને સાંભળવા જ મળી નથી. જૈનદર્શન એટલે “વસ્તુસ્વરૂપ”. આત્માનું સ્વરૂપ વીતરાગ છે–નિર્દોષ છે–પરમેશ્વરસ્વરૂપ છે, તેની વર્તમાન અવસ્થા બહારમાં જોડાય છે તેને બદલે પોતાના સ્વરૂપને અવલોકે તો જૈનદર્શન પ્રગટ થાય. તેને પરમેશ્વરના ભેટા થઈ ગયા તે “પરલોક ને પ્રાપ્ત થયો. પર એટલે પ્રધાન એવા આત્મલોકને તેણે પ્રાપ્ત કરી લીધો. આ આલોક અને પરલોકની વાત નથી. અહીં પર એટલે સંસ્કૃતમાં બે અર્થ મૂક્યા છે. પર અર્થાત્ ઉત્કૃષ્ટ અથવા પર એટલે નિયમથી તે જીવ પોતાના આત્માને પ્રાપ્ત કરે છે કે જે તેનો “પરલોક' છે તેને નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા અવલોક તો એ તારા માટે “પરલોક' કહેવાય.