________________
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ “પરલોક” એવો પરમાત્મા ચોથા ગુણસ્થાનવાળાને તેના પ્રમાણમાં, મુનિને તેમના પ્રમાણમાં...એમ ચોથાથી માંડીને બધાને પોતાની ભૂમિકા પ્રમાણે અવલોકનમાં આવે છે. આગળની ગાથામાં કહેશે કે ઇન્દ્ર, વાસુદેવ, હરિહર આદિના મનમાં આત્મા વસે છે માટે તેને “પરલોક' કહેવામાં આવે છે.
સૂક્ષ્મ, બાદર એકેન્દ્રિયાદિ જીવોના શરીરમાં ભગવાન આત્મા જુદો જુદો, પૂરો પરમેશ્વર બિરાજે છે. તે જ આત્મા જ્યારે કર્મોથી રહિત થઈ જાય છે ત્યારે “સિદ્ધ' કહેવાય છે. સંસાર અવસ્થામાં જુદા જુદા આત્મા છે તે સિદ્ધ થતાં એક થઈ જાય છે એમ કહેવું નથી. જે સંસારી કહેવાતો હતો તે જ પછી સિદ્ધ કહેવાય છે પણ દરેક આત્મા જુદે જુદા રહે છે એક થઈ જતાં નથી.
આ પરમાત્મપ્રકાશમાં એકલો પૂરો પરમાત્મા દરેક સમયમાં બિરાજમાન છે તે બતાવ્યો છે. તેનું અવલોકન કરે ત્યારે તેણે પૂરા આત્માને જાણ્યો કહેવાય. આમાં શાસ્ત્રજ્ઞાન કામ કરતું નથી કારણ કે શાસ્ત્રજ્ઞાન તો પરલક્ષી છે માટે તે આત્મામાં કામ કરતું નથી. પરલક્ષીનું લક્ષ છોડી, સ્વલક્ષીનું લક્ષ કરી, સ્વસંવેદનજ્ઞાન દ્વારા નિજ વસ્તુને અવલોકે તો નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનથી જ તે “પરલોકની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટ આત્માની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી.
શ્રોતા –વ્રત, ભક્તિ, પૂજા આદિ ભાવથી આત્માને પ્રાપ્ત કરવો કાંઈક સહેલો તો પડે ને? અને જો સહેલો ન પડે તો એ ભાવ શા માટે કરવા?
પૂજ્ય ગુરુદેવશ્રી :–ભાઈ ! આત્માને પ્રાપ્ત કરવાની ભૂમિકામાં એવા શુભભાવ આવે છે. જ્ઞાનીને એવા ભાવ કરવાની બુદ્ધિ નથી. આવા વિકલ્પ કરે એવી બુદ્ધિ થવી એ પણ મિથ્યાત્વ છે. એવા વિકલ્પોથી આત્માને પ્રાપ્ત કરવામાં જરાય સહેલાઇ થતી નથી. શુભોપયોગનો અભાવ થાય ત્યારે શુદ્ધોપયોગમાં જીવ આવી શકે છે માટે, અહીં તો એક જ સીધી વાત છે કે પરમાત્મતત્ત્વને અવલોકવું તે “પરલોક' પ્રાપ્તિનો ઉપાય છે. આ “પરલોક લૌકિક ક્રિયા, શુભક્રિયા, શુભરાગ અને શાસ્ત્રજ્ઞાનથી પહેલે પાર છે. નિર્વિકલ્પ શાંતિ અને સમાધિ દ્વારા આ “પરલોકની પ્રાપ્તિ થાય ત્યારે એની “મતિ એવી ગતિ થઈ ગઈ સમજો. આગળ ગાથા આવશે કે પરમેશ્વરમાં મતિ જાય તો ગતિ પણ તેમાં થાય.
. સંસાર અવસ્થામાં જે શક્તિરૂપ આખું સત્ત્વ છે તે જ સિદ્ધ અવસ્થામાં વ્યક્તિરૂપ થાય છે. જે ભગવાન સંસાર અવસ્થામાં શક્તિરૂપ છે તે જ સિદ્ધ અવસ્થામાં પ્રગટ ભગવાન થઈ જાય છે.
વ્યવહારથી કાંઈ લાભ ન થાય એ અહીં તો કહેવું છે. વ્યવહારથી પુણ્ય બંધાય પણ અબંધ પરિણામ ન થાય. નિર્વિકલ્પ પર્યાય વડે વર્તમાનમાં પણ અબંધ પરિણામ થાય
પણ રામનાર