________________
પ્રવચન-૭૦ )
[ ૪૬૭ અને પૂર્ણપદની પ્રાપ્તિ પણ તેનાથી જ થાય. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી સાથે વ્યવહાર હોય પણ તેનાથી આત્માને કાંઈ લાભ થતો નથી.
આ આત્મા જ પરબ્રહ્મ છે, આત્મા જ પરમવિષ્ણુ છે અને આત્મા જ પરમશિવ છે, નિરુપદ્રવ કલ્યાણની મૂર્તિ શક્તિરૂપ આત્મા જ પરમબ્રહ્મ, વિષ્ણુ અને પરમશિવ છે. આત્મા જ શક્તિએ પોતે ભગવાન છે અને પ્રગટરૂપે ભગવાન અહમદેવ અને સર્વ સિદ્ધ પરમાત્માને પણ પરમબ્રહ્મ પરમવિષ્ણુ અને પરમશિવ કહેવાય છે. આમ નિશ્ચયથી જાણો.
આમ, કહેવાથી એ સિદ્ધ થાય છે કે જગતમાં જેને સર્વવ્યાપક બ્રહ્મા, વિષ્ણુ, શિવ કહેવાય છે તે કલ્પિત છે. એ કોઈ પરમબ્રહ્મ આદિ નથી. તે પોતે જ પરમબ્રહ્મ, વિષ્ણુ અને શિવ છો. જે શક્તિરૂપ પરમાત્મા છે તેની દૃષ્ટિ, જ્ઞાન અને તેમાં સ્થિરતા કરવાથી વ્યક્તિરૂપ પરમાત્મા થઈ જાય છે. આ એક જ માર્ગ છે. નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર મોક્ષમાર્ગ એવા બે માર્ગ નથી. વ્યવહાર તો આંધળો છે તે વસ્તુને કેવી રીતે જોઈ શકે? નિર્વિકલ્પ જ્ઞાન જ એક દેખતું છે તે આત્મવસ્તુને-નિજલોકને અવલોકી શકે છે. દેવ-શાસ્ત્ર-ગુરુ - સંબંધી વિકલ્પ હો કે પંચમહાવ્રતનો વિકલ્પ હો કે શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ હો...તે બધો વિકલ્પાત્મક વ્યવહાર આંધળો છે. તે વસ્તુને જોઈ શકતો નથી.
જ્ઞાનસ્વરૂપ નિર્મળ પરમેશ્વર ભગવાન આત્માના જ્ઞાનના કિરણો નિર્મળ છે અને જાણી શકે તેવા છે, તેના વડે જ આત્મા જાણી શકાય છે. જ્ઞાનની આંખ નિર્મળ છે તેથી જ્ઞાયકને જાણી લે છે. નિશ્ચયથી જ મોક્ષ પમાય અને વ્યવહારથી ન પમાય એનું નામ અનેકાંત છે. નિશ્ચયથી અને વ્યવહારથી બંનેથી મોક્ષ પમાય એવું અનેકાંત ન હોય.
પોતાના અસંખ્યપ્રદેશ જ ખરેખર પરમધામ છે પણ વ્યવહારથી લોકનું શિખર કે જ્યાં અનંત સિદ્ધ બિરાજી રહ્યા છે તે પરમધામ છે. ખરેખર સિદ્ધો તો પોતાના અનંત ગુણોની પરિણતિરૂપ પરમધામમાં બિરાજી રહ્યા છે. પરમધામને જ બ્રહ્મલોક, વિષ્ણુલોક અને શિવલોક કહેવામાં આવે છે. અન્ય કોઈ બ્રહ્મલોક કે વિષ્ણુલોક કે શિવલોક નથી. જે સિદ્ધપરમેષ્ઠી થઈ ગયા તેને જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કહેવાય છે અને જ્યાંથી સિદ્ધ થયા એવા નિર્વાણક્ષેત્રને બ્રહ્મલોક, વિષ્ણુલોક અથવા શિવલોક કહેવાય છે.
અરિહંત અને સિદ્ધભગવાન તો વ્યક્તિરૂપ પરમાત્મા છે અને આ જીવ શક્તિરૂપ પરમાત્મા છે તેમાં સંદેહ નથી. માટે ભ્રાંતિ ન કર ! તું પરમેશ્વરસ્વરૂપે જ બિરાજે છો તેમાં શંકા ન કર ! જેટલા ભગવાનના નામ છે એટલાં જં બધાં શક્તિરૂપ જીવનાં નામ છે. આ જીવ.જ શુદ્ધનિશ્ચયન્સથી ભગવાન છે. તેને તું ભજ! નિર્વિકલ્પજ્ઞાન અને નિર્વિકલ્પ સમાધિ વડે જ ભગવાનનું ભજન થઈ શકે છે.
આવી નિર્વિકલ્પ જ્ઞાન અને સમાધિની સ્થિતિ કયારે અને કોને થઈ શકે તેનો