________________
નૂતન-વર્ષની અપૂર્વ બોણી
(સળંગ પ્રવચન નં. ૩૨)
कर्मनिबद्धोऽपि भवति नैव यः स्फुटं कर्म कदापि । कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय ॥४६॥
શ્રી પરમાત્મપ્રકાશની ૪૮ ગાથા પૂરી થઈ. હવે ૪૯મી શરૂ કરીએ છીએ. નૂતન-વર્ષના માંગલિક તરીકે આજે તો કુદરતી પરમાત્મપ્રકાશ આવ્યું છે. દર વર્ષે માંગલિક તરીકે ખાસ બીજુ નવું લેતાં.
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ અનંતગુણથી ગૂંથાયેલો ચૈતન્યહીરો છે. એક આનંદગુણ તેમાં જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, ચારિત્રનો આનંદ, વીતરાગતા એટલે શાંતિનો આનંદ, સ્વચ્છતાનો આનંદ, વીર્યનો આનંદ, અસ્તિત્વનો આનંદ એવા અનંતગુણના આનંદથી ભરેલો પરમાત્મા પોતે આનંદમૂર્તિ છે.
આવું આ આત્મતત્ત્વ, તેની સાથે કર્મો બંધાયેલા છે પણ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા કદી તે કર્મપણે થયો નથી. આત્મા અનાદિકાળથી કર્મોથી બંધાયેલો છે તોપણ કર્મરૂપ થયો નથી અને કર્મ પણ આત્મારૂપે થયાં નથી. આત્મા તો ચૈતન્ય છે અને કર્મ તો જડ છે. એમ જાણી તું પરમાત્માનું ધ્યાન કર. એમ આ ગાથામાં કહેવાનો આશય છે.
આત્મા સાથે બંધાયેલાં કર્મો તો જડ છે પણ તેના ફળમાં જે વિકાર, અલ્પજ્ઞતા, અને વિપરીતતાના ભાવ થાય છે તે-રૂપે આત્મા કદી થયો નથી. ચિદાનંદ ભગવાન કર્મ કે પોતાની વર્તમાન યોગ્યતારૂપે કોઈ'દિ તે થયો નથી.
જડ કર્મપણે તો આત્મા થતો નથી પણ તેના ફળરૂપ અલ્પદર્શન, અલ્પજ્ઞાન, અલ્પવીર્ય અને વિપરીતતા જે રાગ-દ્વેષ તે-રૂપે શાયકભાવ કદી થયો નથી. ચૈતન્યનું નિજસ્વરૂપ અનંતગુણ સંપદાથી ભરેલું છે, તે કદી અલ્પજ્ઞતા કે વિપરીતતારૂપે થયું નથી પણ અનાદિથી અજ્ઞાનને લઈને કર્મના સંબંધમાં કર્મરૂપે અને તેની યોગ્યતારૂપે થયેલો તેને દેખાય છે. પણ ચિદાનંદઘન આત્મા—વસ્તુ પોતે કર્મરૂપે કદી થઈ નથી અને થતી નથી અને કર્મ કદી આત્મારૂપે થતો નથી.
જડકર્મ અને અલ્પજ્ઞતા તથા વિકારાદિભાવ કદી પરમાત્મારૂપે થતાં નથી અને પરમાત્મા કદી એ કર્મ કે વિકારાદિરૂપે થતો નથી. વસ્તુ જે સત્ તે કર્મરૂપે તો નહિ પણ એક સમયના ઉત્પા ્વ્યયરૂપે પણ તે થતી નથી. ઉત્પાદ્ અને વ્યય પણ વ્યવહારમાં જાય છે. નિશ્ચયથી એ પર્યાયનો વ્યવહાર દ્રવ્યસ્વભાવમાં નથી. માટે અહીં કહ્યું છે કે કર્મ અને