________________
પ્રવચન-૩૨ )
[ ૧૮૩ કર્મના સંગે થયેલી દશારૂપે આત્મા થયો જ નથી. કર્મ અને વિકાર તથા અલ્પજ્ઞદશા આત્મારૂપે થઈ નથી.
આવા ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ વડે દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરી બહિરાત્મપણું છોડી પૂર્ણ પરમાત્માનું આરાધન કર !
આવા પૂર્વોક્ત લક્ષણવાળા પરમાત્માનું તું ચિંતવન કર એટલે કર્યું લક્ષણ કે જે કર્મથી બંધાયેલો હોવા છતાં કર્મરૂપ થયો નથી, તેના ફળરૂપ ભાવકર્મરૂપે જે થયો નથી એવા આત્માનું તું ચિંતવન કર,
આ તો મોટી વાત છે ભાઈ! એ પોતે જ એવો મોટો મહાન છે કે ભગવાનની વાણીમાં પણ પૂરો આવે નહિ. પણ તેની પોતાને કિંમત નથી, કિંમત ટાંકતાં પણ આવડી નથી. ભાઈ ! તું તો પૂરો ભગવાન છો ને! આ ભગવાન કદી વિકારરૂપે કે કર્મરૂપે થયો જ નથી. જે છૂટો છે તે ત્રણેકાળ છૂટો જ છે. વિકારી પર્યાયો અને ભગવાન આત્મા બંનેની વચ્ચે ત્રણેકાળ સાંધ પડેલી જ છે એટલે તે વિકાર કે પરરૂપે કદી થયો જ નથી તો તે વિકાર અને પર વડે અંતરમાં જવાય એ તો બની શકે જ નહિ.
એણે અનંતકાળમાં માંગલિક સુપ્રભાત ક્યારેય કર્યું જ નથી. અહો ! જે તત્ત્વનો એક એક ગુણ આનંદરત્નથી ભરેલો છે, જે શાશ્વત છે, જે દ્રવ્ય છે, તે શું ખાલી હોય? એક જીવત્વશક્તિ લ્યો તો, જીવનો જીવસ્વભાવ શાશ્વત છે, અને આનંદદાયક છે. તે શાશ્વત આનંદદાયક જીવત્વસ્વભાવ કદી અલ્પજીવનપણે કે કર્મપણે થયો જ નથી.
આબાળ–ગોપાળ જે બાળક, યુવાન કે વૃદ્ધનું શરીર દેખાય છે તે આત્મા નથી. તે તો હાડકાંના માળા છે. જ્યાં આત્માના નજીકના સંબંધમાં રહેલા કર્મ સાથે પણ નિશ્ચયથી જીવને સંબંધ નથી તો હાડકાના માળા તો ક્યાંય દૂર રહી ગયા. આ જરાં મોઘું પડે એવું તત્ત્વ છે. તે કિંમતે મોંઘુ છે પણ સમજ્ય મોંઘુ નથી.
આ ચીજમાં અનંતકાળમાં કોઈ દિ એણે નજર તો નથી કરી પણ નજર કરવા લાયક છે એમ નક્કી પણ કર્યું નથી. અહા ! જેમાં અનંત આનંદ,–જ્ઞાન આનંદ, દર્શન આનંદ, ચારિત્ર આનંદ, શાંતિ આનંદ, વિર્ય આનંદ એવા અનંત આનંદનો મોટો પોટલો–રત્નાકર છે, ગંજ છે, એવો આ આત્મા કર્મ જોડે દેખાય છે પણ ખરેખર તેની સાથે આત્માને સંબંધ જ નથી. અને કર્મના સંબંધમાં પોતાની ભૂલથી પર્યાયમાં હીણપ અને વિકાર દેખાય છે તે પણ વસ્તુમાં નથી. વસ્તુ એ રૂપે થઈ જ નથી.
એને એની મોટપની ખબર નથી અને બીજાને મોટપ આપે છે તેથી સંયોગ છૂટતો નથી અને પરિભ્રમણનો અંત આવતો નથી. અહા ! ભગવાન આત્મા એક એક ગુણની બેહદ શક્તિવાળું શાશ્વત તત્ત્વ છે.
આકાશનો ક્યાંય અંત નથી, તેનું કોઈ માપ નથી, અનંત કરોડxઅનંત કરોડ જોજન