________________
૧૮૪ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
ચાલ્યા જાવ તોપણ શું તેનો અંત આવશે ! દશેય દિશામાં કયાંય તેનો અંત જ નથી. આકાશ બધી બાજુ છે...છે..છે..તેમાં નથી એવું ક્યાંય નહિ આવે માટે તો શાસ્ત્રકાર આકાશને સર્વઅનંત સર્વધન અનંત કહે છે. એ સર્વઘનને આ ચિદાનંદ આત્મા પોતાની એક સમયની પર્યાયમાં જાણી લે છે. આ તો થઈ એક પર્યાય પણ તેનો જે ગુણ જ્ઞાનઘન તે આખા આત્મામાં વ્યાપેલો છે. એ જ રીતે દર્શન, આનંદ, વીર્ય આદિ બધાં ગુણ
ત્મામાં વ્યાપેલા છે. જેમ સાકરમાં ગળપણ, સફેદાઈ, સુંવાળપ વગેરે ગુણો આખા ગાંગડામાં વ્યાપેલા છે તેમ જ્ઞાનાદિ ગુણો આખા આત્મપ્રમાણ છે.
અનંતનો પણ અંત લેનારું જ્ઞાન સર્વઅનંત છે. અનંતનો અંત એટલે તેનું સ્વરૂપ, તેનું પ્રમાણ, તેને જ્ઞાન એક સમયમાં જાણી લે છે. જેનો જે સ્વભાવ છે તેને મર્યાદા શું? જેનું જે સત્ત્વ છે તેને મર્યાદા ન હોય. અનંત જ્ઞાન અને પૂર્ણ આનંદથી ભરેલું આ તત્વ છે. પણ આવો આત્મા જગતના જીવોને સાંખ્યો જતો નથી. એક બીડી વિના ચાલે નહિ, દાળ વિના ચાલે નહિ, થોડું અપમાન પણ સહન થાય નહિ અને આત્મા આવો ! ન વિધિ રે અર્થાત્ આવો આ આત્મા ત્રણકાળમાં કદી પણ જડરૂપે થયો નથી. એણે માન્યું ભલે હોય કે હું કર્મરૂપે થઈ ગયો, રાગરૂપે થઈ ગયો, અલ્પ જ્ઞાનરૂપે થઈ ગયો. પણ એ કદી એરૂપે થયો નથી. પ્રભુ ! આ દેહમાં બિરાજમાન આત્માની વાત ચાલે છે હો ! એની માન્યતામાં ભ્રમ છે પણ ભ્રમ ભાંગતા ભગવાન તો જેવો છે તેવો છે. આ વાત અનંતકાળમાં કોઈ દિ એણે લક્ષમાં લીધી નથી. આવડો મોટો હું! એ કેમ બેસે?
પામરવૃત્તિમાં પ્રભુનો સ્વીકાર થતો નથી. કંઈક પાપની વાસનામાં મજા માની લે, કિંઈક પુણ્યના ફળોમાં બાદશાહી છે એમ માની લે પણ તેમાં તેની અસલી બાદશાહી લૂંટાઈ જાય છે. આ તો બધી બહારની બાદશાહી વિનાની ચીજ છે.
પરમાત્મા એટલે પરમસ્વરૂપ પોતે અકૃત્રિમ, અણકરાયેલી, અખંડ, અભેદ વસ્તુ છે તે જડકર્મ કે ભાવકર્મરૂપે કદી થઈ નથી અને જડકર્મ અને ભાવકર્મ આત્મારૂપે કદી થયા નથી.
શું જગતની ચીજનું માહાત્ય ટાંકનારો માહામ્ય વિનાનો હોય? પાંચ કરોડનો હીરો જોવા ગયા હો પણ આંખ ન હોય તો? નકામું. માટે હીરા કરતાં આંખની કિંમત વધારે છે; આંખ વગર હીરાની કિંમત કોણ ટાંકે? તેમ આંખ હોય પણ આત્મા ન હોય તો આંખની કિંમત કોણ ટાંકશે ? આંખના એક કોડાની કિંમત તું ટાંકે છો પણ ચૈતન્ય વિના એની કિંમત ટાંકશે કોણ? બધાંની કિંમત ચૈતન્યની એક સમયની પર્યાય ટાંકી લે છે. એવી અનંત પર્યાયનો ધણી–બાદશાહ ચૈતન્ય તેની શું કિંમત ટાંકવી! તેની કિંમત ટાંકે તેની દશા ટંકાઈ જાય.
રાંકો થઈને ભીખ માંગવા નીકળ્યો છે પ્રભુ! મને કાંઈક આપોને ! પ્રભુ કહે છે