________________
પ્રવચન-૭ર /
[ ૧૮૫ ભાઈ ! બધું તારી પાસે જ છે. અમે પરમાત્મા થયા તે પણ અમારામાં શક્તિ હતી તેમાં એકાકાર થઈને પૂર્ણાનંદની પ્રાપ્તિ કરી છે. અમારી જેમ તું પણ પરમાત્મા છો. અમારી નાતની હરોળમાં બેસ એવી તારી જાત છે. મારી અને તારી વસ્તુમાં ફેર નથી.
આ બેસતા વર્ષનું માંગલિક ચાલે છે. તેમાં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે, આવા આત્માનું તું ચિંતવન કર. પવિત્રતાને પમાડે અને પાપને ગાળે એવા ભાવને માંગલિક કહેવાય છે. મંગક્લ = પવિત્રતાને લાવે અને મમ્રૂગલ = રાગ અલ્પજ્ઞતા અને પરમાં અહંકાર કરીને જે મિથ્યાત્વમાં ચડ્યો છે તેને પૂર્ણાનંદ સ્વભાવના લક્ષે ગાળી નાંખવું તે પણ મંગલ છે. સવાર–સાંજ “ચત્તારિ મંગલમ્'નો પાઠ બોલો છો ને ! તેમાં આ કરવાનું છે.
ભગવાન આત્માનું જે શુદ્ધસ્વરૂપ છે તેની દૃષ્ટિ ન કરી, તેનું જ્ઞાન ન કર્યું અને તેમાં સ્થિરતા ન કરી અને શરીર, વાણી, મન, રાગ અને અલ્પજ્ઞતા તે હું એવી માન્યતા કરી એવું જ જ્ઞાન અને તેમાં જ એકાગ્રતા કરી તેના કારણે જે જડ કર્મો આવ્યા તેને જ જ્ઞાનાવરણાદિ આઠ કર્મો કહેવાય છે. વ્યવહારનયથી એટલે વર્તમાન પર્યાયના લક્ષથી તે કર્મો સાથે જીવને સંબંધ છે એમ કહેવાય છે તોપણ, શુદ્ધનિશ્ચયનયથી એટલે સત્ ...સત્ ... શાશ્વત શદ્ધસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો આત્મા કર્મરૂપ નથી. શાશ્વત વસ્તુને જોનારા જ્ઞાનથી જોઈએ તો આત્માને કર્મ સાથે સંબંધ નથી. ભગવાન આત્મા વિકારરૂપે પણ નથી અને કર્મરૂપે પણ નથી..
હું અલ્પજ્ઞ છું, અલ્પદર્શિ છું, રાગવાળો છું, કર્મ અને શરીરના સંબંધવાળો છું, એવી દૃષ્ટિની વર્તમાનમાં અસ્તિ છે તેની નાસ્તિ કરીને, એટલે એવડો હું નથી એમ તેની નાસ્તિ કરીને હું તો અખંડ અને પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છું એવી દૃષ્ટિની અસ્તિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન અને માંગલિક કહેવામાં આવે છે.
હું અખંડ શાશ્વત અનંત ગુણસ્વરૂપ ભગવાન છું તેનું હોવાપણું મેં માન્યું ન હતું અને હું તો અલ્પજ્ઞ, પુણ્ય-પાપ રાગવાળો અને શરીરવાળો છું એમ માન્યું હતું. જુઓ ! આ મિથ્યા માન્યતાનું અસ્તિત્વ તો છે. જો મિથ્યા માન્યતા ન હોય તો તો પૂર્ણાનંદનો અનુભવ હોવો જોઈએ. માટે આવી મિથ્યા માન્યતાનું જેને અસ્તિત્વ છે તેને કહે છે કે તે અસ્તિની તું નાસ્તિ કર ! કે હું એવડો નહિ, હું તો પૂર્ણાનંદ, અખંડ આનંદ, શાંતરસનો કંદ, અવિકારી સ્વભાવ સ્વરૂપ પ્રભુ છું. આવું ભાન કેવી રીતે થાય? કે અંતરના સમ્યજ્ઞાન વડે પોતાના મહાન અસ્તિત્વનો સ્વીકાર થાય છે અને મિથ્યા માન્યતાનો નાશ થાય છે. આ ‘લાભ સવાયા” છે..
લોકો એમ વાતો કરે કે આજ બેસતાં વર્ષના દિવસે કજિયો કરશો નહિ. નહિ તો બાર મહિના કજિયો ચાલશે. તેમ અહીં કહે છે આજ કોઈ વિપરીતભાવ કરીશ નહિ. આજે તો મહાન અવિપરીત ચિદાનંદ ભગવાન તારી પાસે પડ્યો છે તેના મહાન અસ્તિત્વને