________________
૨૨૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
મુમુક્ષુ ઃ—સાહેબ !....પણ એમ નજરે દેખાય છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી :—નજરે દેખાતું નથી. નજર ખોટી કરીને જુએ છે એટલે એમ દેખાય છે. ખરેખર નજરે જુએ તો જ્ઞાનમાં તો એ અવસ્થા જેમ છે તેમ દેખાય છે. તેનાથી સુખ-દુ:ખ થતું દેખાતું નથી. શરીરની અનુકૂળતાથી મને અનુકૂળતા છે એમ જ્ઞાન જોતું જ નથી પણ જ્ઞાન મૂઢ થઈને એમ કલ્પી લે છે કે, શરીરની પ્રતિકૂળતાથી હું દુઃખી છું અને બીજાને શરીર નીરોગ છે માટે એ સુખી છે. શરીરની રોગ–નીરોગ અવસ્થાનો જ્ઞાનમાં પ્રવેશ નથી.
શરીર નીરોગ હતું તેને પણ જાણતું હતું અને શરીરમાં રોગ આવ્યો તેને પણ જ્ઞાન જાણે છે કારણ કે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. પણ જાણવાથી જ્ઞાનમાં કાંઈ રોગ–નીરોગતા આવી જતી નથી. જીવ દુઃખી-દુઃખી થાય. નીરોગતાને જાણવાથી સુખ અને રોગને જાણવાથી દુઃખ એ વાત આવી ક્યાંથી ? જ્ઞાનમાં તો બંને વખતે માત્ર જાણવું થયું છે, કાંઈ રોગ-નીરોગતા જ્ઞાનમાં આવી ગઈ નથી. મફતનો મૂઢ થઈને ઉઠાવગીર પોતાની અને બીજાની કલ્પના કરીને દુ:ખ ઊભું કરે છે.
જેમ, કસાઈને ઘરે કાંઈ થાય એમાં વાણિયાને શું ! તેમ જડની પર્યાયમાં કાંઈ થાય તેમાં આત્માને શું? પણ એ તો ધણી થઈને બેઠો છે અને એ જ દૃષ્ટિએ બીજાને પણ શરીરાદિની અવસ્થાના ધણી માને છે.
ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવપણે કાયમ રહેલો છે. તેની અવસ્થામાં જ્ઞાન-દર્શનાદિની પર્યાય થાય છે તો તેમાં શરીરાદિ સંયોગની અવસ્થાના ફેરફારો જણાય છે પણ જાણવા ઉપરાંત તેમાં બીજું કાંઈ આવતું નથી. તો રોગને જાણતાં હું દુઃખી છું એ ક્યાંથી આવ્યું ? હું દુ:ખી છું એવી ભ્રમણાનું લાકડું પોતે જ નાખ્યું છે. વસ્તુનું સ્વરૂપ શું છે તેની એને કાંઈ ખબર નથી. આમ આમ આંધળી દોટ મૂકીને ભ્રમણામાં દોડ્યો જાય છે.
અહીં તો સિદ્ધની વાત કરવી છે કે સિદ્ધમાં ઉત્પા–વ્યય કેવી રીતે છે. સંસારમાં વિભાવદશામાં ઉત્પાદ્—વ્યય તો દેખાય છે પણ સિદ્ધમાં કેવી રીતે છે કે, શેયમાં જેમ ઉત્પા ્વ્યય છે તેમ સિદ્ધના જ્ઞાનમાં પણ ઉત્પાદ્-વ્યય થાય છે. શેય પલટતાં જ્ઞાન પલટે છે એવો જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વભાવ છે, શેયના કારણે નહિ. કેવળજ્ઞાનની પર્યાય કાંઈ સ્થિર નથી. સમયે સમયે તેમાં ઉત્પાદ્વ્યય ચાલુ જ છે પણ તે સીધું સમજાય નહિ એટલે આ રીતે સમજાવ્યું છે કે, શેયમાં જેમ જેમ પલટો થાય છે એ જ પ્રમાણે કેવળજ્ઞાનમાં પલટો થાય છે પણ શેયના કારણે નહિ, જ્ઞાનમાં પોતાથી જ પલટો થાય છે એ જ્ઞાનનો ઉત્પા ્વ્યય છે.
આમ, સિદ્ધમાં પણ ઉત્પાદ્–વ્યય છે તે બે રીતે સમજાવ્યું. એક તો અગુરુલ