________________
Bશન-૩૮ 7
[ ૨૨૭ ઉત્પાદું વ્યય નહિ પણ સિદ્ધને અગુરુલઘુગુણની પર્યાયમાં ષટ્રગુણી હાની-વૃદ્ધિની અપેક્ષાએ ઉત્પાદ્વ્ય ય કહેવામાં આવે છે.
સંસારીજીવને મનુષ્ય, દેવાદિ ગતિનો ઉત્પાદુ–વ્યય ભવ પલટવાની અપેક્ષાએ સામાન્ય રીતે કહ્યો પણ ખરેખર તો જીવની પર્યાયમાં સમયે સમયે ગતિનો ઉત્પાદુ–વ્યય ચાલુ હોય છે અને સિદ્ધોને દરેક સમયે ગુણની હાનિ–વૃદ્ધિ પર્યાયમાં થાય છે એ સર્વશે જોયું છે. એક સમયમાં થયેલી ષટ્રગુણી હાનિ-વૃદ્ધિનો બીજા સમયે વ્યય થઈને બીજો નવો ઉત્પાદું થાય છે. એ રીતે દરેક સમયે ઉત્પાદુ–વ્યય ચાલુ રહે છે.
બીજી રીતે જોઈએ તો દરેક જીવ, દરેક પરમાણુ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ એ દ્રવ્યની પર્યાયમાં સમયે સમયે જે ઉત્પાદુ–વ્યય થાય છે તે બધાં સિદ્ધના જ્ઞાનની પર્યાયમાં એક સમયમાં જણાય છે. જ્ઞાનની પરિણતિ યાકારે પરિણમે છે તેથી શેય પદાર્થમાં જે ઉત્પા–વ્યય થાય છે તે બધાં જ્ઞાનની પરિણતિમાં પ્રતિભાસિત થાય છે. એ રીતે જ્ઞાનની પર્યાયમાં પણ ઉત્પાદુ–વ્યય નિરંતર થયા જ કરે છે. દા. ત. આ આંગળી સીધી છે અને બીજા સમયે વાંકી વળી તો સિદ્ધના જ્ઞાનમાં પણ એ રીતે પહેલાં સીધી અને બીજા સમયે વાંકી એવી આંગળીની અવસ્થા જણાય છે એ રીતે દરેક જીવપદાર્થ, અનંતાનંત પુદ્ગલ આદિ છએ દ્રવ્યની અવસ્થા જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. એમ ઉત્પાદુ–વ્યય થયા જ કરે છે. પણ અરે ! આ જીવને પોતાના ઘરની વાત સમજવી અઘરી પડે છે અને પારકી પંચાત માંડીને બેઠો છે !
છએ દ્રવ્ય વર્તમાનમાં જેમ પરિણમે છે તેમ જ ભગવાનના જ્ઞાનમાં ભાસે છે. હવે જ્યાં બીજા સમયે આ દ્રવ્યોની પર્યાય પલટે છે ત્યાં સામે જ્ઞાનની પર્યાયમાં પણ એ જ જાતના જ્ઞાનનો પલટો થાય છે. આ સમજવું એ તો બધું સાધારણ વાત છે સરળ છે પણ એણે કોઈ દી મહેનત જ કરી નથી. આમ ને આમ ખાઈ–પી, રળીને મરી ગયો. ખાધું-પીવું એ પણ કલ્પના છે. કલ્પનાથી જ પોતાને સુખી-દુ:ખી માનીને દુઃખી થાય છે. બીજા બધાં સાજાં માટે સુખી અને મારા પગ દુ:ખે, ચલાય નહિ માટે હું દુઃખી. એવી કલ્પના કરીને પોતે દુઃખી થાય છે. ખરેખર સાજા કોને કહેવાય? શરીરની નિરોગ અવસ્થા થાય એ તો જડની અવસ્થા થઈ. તે સાજાપણું આત્મામાં ક્યાં આવ્યું? આત્મામાં તો તેનું જ્ઞાન થયું કે શરીરની આવી અવસ્થા છે. તે જ્ઞાનમાં કાંઈ તેનાથી સુખ-દુ:ખ થતું નથી પણ અજ્ઞાની-ઉઠાવગીર એવી કલ્પના કરે છે કે, બધાંને અનુકૂળતા અને મને ઓમ કેમ ? એમ કલ્પના કરીને દુઃખી થાય છે. અવસ્થા જડમાં થાય, જ્ઞાનમાં તે જણાય અને અજ્ઞાની, આ મને થયું એવી માન્યતા કરીને દુઃખી થાય છે. મને આવી રોગ એવસ્થાથી દુઃખ છે અને પહેલાંને નીરોગતા છે તેથી કેવા સુખી છે એવી ખોટી કલ્પના કરે છે.