________________
- સિદ્ધોમાં ઉત્પાદ-વ્યયની સિદ્ધિ
(સળંગ પ્રવચન નં. ૩૮) आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्यायः विनश्यति भवति ॥५६।। तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् ।
सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः॥५७।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની પ૬મી ગાથા ચાલે છે. તેમાં ઉત્પાદુવ્યય-ધ્રુવનો અધિકાર ચાલે છે.
આત્મા–વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે અને ઉત્પાદૂ-વ્યય એટલે અવસ્થાનું થવું–પરિણમવું. તે ઉત્પાદુ–વ્યય આ ધ્રુવમાં નથી. અવસ્થાનું થવું–પરિણમવું એ પર્યાયનયનો વિષય છે. અને ધ્રુવ દ્રવ્યાર્થિકનયનો વિષય છે.
જે જ્ઞાનનો અંશ ત્રિકાળ ધ્રુવ દ્રવ્યને વિષય બનાવે તેને દ્રવ્યાર્થિકનય કહે છે અને જે જ્ઞાનની પર્યાય ઉત્પાદૂ-વ્યય ને વિષય બનાવે લક્ષમાં લે, તેને પર્યાયાર્થિકનય કહે છે અથવા વ્યવહારનય પણ કહેવાય છે.
સંસારીજીવને મનુષ્યભવનો વ્યય અને દેવનો ઉત્પાદુ અને જીવ પોતે ધ્રુવ છે. એ રીતે વિભાવનો ઉત્પાદ્વ્ય ય થાય છે. મનુષ્યભવ એટલે મનુષ્ય શરીર નહિ પણ એ જાતની દ્રવ્યની યોગ્યતાને મનુષ્યગતિ કહેવાય છે. એ જાતની ગતિની યોગ્યતાનો ઉત્પાદુ–વ્યય થયા કરે છે પણ ધ્રુવ તો કાયમ ટકી રહે છે.
આ રીતે સંસારી જીવને તો મનુષ્યગતિની યોગ્યતાવાળા ભાવનો વ્યય અને દેવગતિનો ઉત્પાદું, વળી દેવનો વ્યય અને તિર્યંચનો ઉત્પાદુ, એ રીતે પર્યાયમાં ઉત્પાદ્વ્ય ય થયા કરે છે–આ ભાવની વાત છે હો ! શરીરના ઉત્પાદુન્વ્યય તેના પરમાણમાં થાય છે, જીવમાં નહિ.
હવે શિષ્યને પ્રશ્ન થાય છે કે, સંસારી જીવને તો વિભાવદશાનો આ રીતે ઉત્પાદુંવ્યય સિદ્ધ થાય છે પણ સિદ્ધને તો હવે કોઈ ભવ નથી, સિદ્ધ તો અવિનાશી છે તો સિદ્ધને ઉત્પાદુ–વ્યય કેવી રીતે સિદ્ધ (સાબિત) થાય છે?
શ્રીગુરુ શિષ્યના પ્રશ્નનું સમાધાન કરે છે કે, સિદ્ધમાં પણ ઉત્પાદ્વ્યય ઘટી શકે છે કેમ કે, એક અગુરુલઘુનામનો ગુણ છે તેની પરિણતિમાં ષગુણ હાનિ-વૃદ્ધિનું પરિણમન થયા જ કરે છે. પણ તે કેવળીગમ્ય છે. એ રીતે, સંસારી જેવો ગતિનો