________________
પ્રવચન-૩૭
[ ૨૨૫ પલટતી દેખાય છે પણ સિદ્ધને તો અનંત આનંદ, અનંત જ્ઞાન–દર્શન, અનંત વીર્યની દશા પ્રગટ થઈ એ તો અખંડપણે એમ ને એમ રહે છે ઓછી-વધતી થતી નથી તો તેમાં ઉત્પાદુન્વ્યય કેવી રીતે છે? અખંડધારામાં ખંડ કેવી રીતે આવે ?
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આ છે કે જેવું ઉપજવું, વિણસવું આદિ ચારગતિઓમાં સંસારી જીવને થાય છે એવું તો સિદ્ધોને થતું નથી. સંસારમાં તો જીવ મનુષ્યમાંથી દેવમાં જાય અને ત્યાંથી વળી એકેન્દ્રિય આદિ થાય છે. બીજા સ્વર્ગનો દેવ બે સાગરનું મોટું આયુષ્ય ભોગવીને આત્માનું ભાન ન હોય તો એકેન્દ્રિય આદિ હીણી પર્યાયમાં ચાલ્યો જાય છે. સાગર એટલે કેટલો કાળ? કે એક સાગરમાં દશ કોડાકોડી પલ્યોપમ જાય. પલ્યોપમ એટલે તેના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય. આટલો લાંબો કાળ દેવમાં જાય એટલે જાણે અમરપૂરી લાગે પણ આત્માનું ભાન ન હોય એટલે તેને ભોગોમાં એટલી મૂછ હોય કે તેના ફળમાં પાછો એકેન્દ્રિયમાં-ફૂલ આદિમાં અવતાર લે. ફૂલ એટલે આ જડ દેખાય તેપણે નહિ પણ એકેન્દ્રિયને યોગ્ય પોતાના ભાવની યોગ્યતાપણે ઉપજે છે. કોઈ પાણીમાં ઉપજે કોઈ હીરામાં ઉપજે, આવી અજ્ઞાનદશામાં અનેક પ્રકારની યોગ્યતાપણે જીવની પર્યાયનો ઉત્પાદ્વ્યય દેખાય છે પણ સિદ્ધને એવો ઉત્પાવ્યય નથી.
તો કેવી રીતે છે? કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ અગુરુલઘુગુણની પરિણતિરૂપ અર્થપર્યાય છે તે સમય સમયમાં આવિર્ભાવ-તિરોભાવરૂપ થાય છે. સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં આ વાત આવે છે શ્રુતજ્ઞાનમાં આ સમજાય તેવી વાત નથી. શ્રુતજ્ઞાનમાં બધું આવી જાય તો કેવળજ્ઞાનમાં શું બાકી રહે ! એવી જરા સૂક્ષ્મ વાત છે. સંસારી અને સિદ્ધો બધાંને સમયે-સમયે આ અગુરુલઘુગુણની હાનિ-વૃદ્ધિનો એક સ્વાભાવિક અર્થપર્યાય સદાય થયા કરે છે. તે છબસ્થના જ્ઞાનમાં ખ્યાલમાં આવી શકતો નથી.
આ રીતે સિદ્ધને સમયે સમયે પૂર્વપર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો આવિર્ભાવ થાય છે. એક તો આ રીતે સિદ્ધને ઉત્પાદ્વ્ય ય થાય છે. એક જ સમયમાં છ ગુણ હાનિ અને છ ગુણ વૃદ્ધિ થાય છે, બીજા સમયે આ પર્યાયનો વ્યય અને એવી જ બીજી પર્યાયનો ઉત્પાદું થાય છે.
એક સમયમાં ષટ્રગુણી હાનિવૃદ્ધિનું સ્વરૂપ તો કેવળીગમ્ય છે પણ અહીં તો એ કહેવું છે કે આ અપેક્ષાએ સિદ્ધોને ઉત્પાદુ–વ્યય કહ્યો છે અને એક બીજી અપેક્ષાએ પણ ઉત્પાદ્વ્ય ય કહ્યો છે તે પછી આવશે.