________________
પ્રવચન-૩૮)
[ ૨૨૯
ગુણથી અને બીજું શેય અનુસાર પલટતાં જ્ઞાનથી ઉત્પાદુ–વ્યય સમાવ્યાં. જોયો જ્ઞાનને પલટાવતાં નથી પણ જ્ઞાન પોતાથી જ પલટે છે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. આ જીવને મનુષ્યગતિનો આ છેલ્લો સમય છે એ જ્ઞાનમાં જાણ્યું ત્યાં બીજા સમયે એ જીવ સિદ્ધ થયો અને જ્ઞાનમાં પણ એમ જણાયું કે આ સિદ્ધ થઈ ગયાં. મહાવીર ભગવાનનો પાવાપુરીમાં છેલ્લો સમય હતો ત્યારે સિદ્ધોના જ્ઞાનમાં પણ આ છેલ્લો સમય છે એમ જણાતું હતું. જ્યાં ભગવાન સિદ્ધ થઈ ગયા ત્યાં સિદ્ધોના જ્ઞાનમાં પણ એમ જણાવા લાગ્યું. મહાવીર ભગવાનની અવસ્થા જેમ પલટી તેમ સિદ્ધોના જ્ઞાનની અવસ્થા પણ પલટી ને ! એવો જ પર્યાયનો ઉત્પા–વ્યય થવાનો સ્વભાવ છે.
વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં ઉત્પાદ્વ્યય નથી પણ પર્યાયનયના વિષયમાં ઉત્પાદુ–વ્યય છે તે સંસારીને અને સિદ્ધને કેવી રીતે છે તે અહીં સમજાવ્યું છે. લોકાલોક આખું શેય છે તે શેયમાં સમયે સમયે પલટો થાય છે એ જ પ્રમાણે સિદ્ધના જ્ઞાનમાં પણ પલટો થાય છે. બીજાં સમયે શેયનું પરિણમન પલટે છે તેમ જ્ઞાનમાં તે પલટો જણાય છે, એ જ્ઞાનનું પરિણમન છે. આમ, સિદ્ધમાં પણ ઉત્પાદુ–વ્યય ઘટે છે એ બતાવ્યું છે.
અહા ! ધ્રુવનું તો શું કહેવું ! પણ આ તો પર્યાયની અચિંત્યતા બતાવી છે. વર્તમાનમાં જ્ઞાનની પર્યાયમાં સર્વ શેયોની ભૂત, વર્તમાન, ભાવિ પર્યાય જણાય છે. બીજા સમયે શેયોની જે વર્તમાનપર્યાય હતી તે ભૂત થઈ ગઈ અને ભાવિની વર્તમાનમાં આવી ગઈ તેમ જ્ઞાનમાં પણ એ રીતે ભૂત, વર્તમાન, ભાવિના જ્ઞાનમાં પલટો થતો જાય છે. શેયના પલટવા અનુસાર જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાનમાં જણાય છે તેમ જ શેયમાં પલટો થાય છે. બંનેને સામસામુ છે પણ કોઈના કારણે કોઈનું પરિણમન નથી.
આહાહા...! ભગવાનના જ્ઞાનનો એક સમયનો પર્યાયનો પર્યાય કેટલું સામર્થ્ય ધરાવે છે એ કહે છે. લોકાલોકના સર્વજોયોને ધ્રુવપણે તો જાણે છે પણ તેના દરેક સમયનાં ઉત્પાદૂ-વ્યયને પણ જેમ છે તેમ જાણે છે. પણ શેયના કારણે જ્ઞાન નથી. બંનેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ બંનેનું પરિણમન પૃથક પૃથક્ છે.
ત્રીજી રીતે સિદ્ધના ઉત્પાદુ-વ્યય લઈએ તો, જ્યારે સિદ્ધ થયા ત્યારે સંસાર પર્યાયનો નાશ થયો, સિદ્ધ પર્યાયનો ઉત્પાદુ થયો અને દ્રવ્યસ્વભાવથી સદા ધ્રુવ જ છે. આ પણ એક મોટો ઉત્પાદુ–વ્યય જ છે. ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે ઉદયભાવનો નાશ થયો અને સિદ્ધદશાનો ઉત્પાદ થયો અને વસ્તુ પોતે ધ્રુવ છે.
ચક્રવર્તાવ્યાજમાં વ્યાજનું પણ વ્યાજ ગણે છે ને ! કાંઈ બાકી રાખતો નથી. તેમ અહીં તો જ્ઞાનની પર્યાયમાં કાંઈ જ બાકી રહેતું નથી. ભૂત, વર્તમાન, ભાવિનું બધું પરિણમન એક સમયમાં જણાય જાય છે. છતાં આ પર્યાયનયનો વિષય છે, દ્રવ્ય તો ધ્રુવ છે.