________________
૨૩૦ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો લોઢાને છરી મારે ત્યાં કાટનો વ્યય. ચળકાટનો ઉત્પાદું અને લોઢું પોતે તો ધ્રુવ છે, તેમ દરેક પદાર્થમાં જૂની અવસ્થાનું જવું અને નવી અવસ્થાનું થવું એક સમયમાં થાય છે અને વસ્તુ પોતે ધ્રુવપણે કાયમ રહે છે.
આવો વિષય કોઈક દિવસ ચાલે એટલે માણસને કરો લાગે પણ આ તો સાદી વાત છે. ધ્યાન રાખે તો સમજાય તેવું છે. વસ્તુ છે, તેમાં પરિણમન છે, ધ્રુવ પરિણમતું નથી, પર્યાયમાં પરિણમન થાય છે તે બે પ્રકાર છે, પૂર્વની અવસ્થાનો વ્યય અને નવી અવસ્થાનો ઉત્પાદ્. સંસારમાં વિભાવપણે પરિણમન થાય છે અને સિદ્ધમાં સ્વભાવપણે પરિણમન થાય છે. આટલું સિદ્ધ કરવું છે.
સિદ્ધોને જન્મ–જરા-મરણ નથી સદા અવિનાશી છે. અવિનાશી છે એટલે સંસારમાં જન્મ–મરણ થાય છે એવા સિદ્ધોને નથી માટે સિદ્ધ પર્યાયને પણ અવિનાશી કહી છે. સિદ્ધનું
સ્વરૂપ સર્વ ઉપાધિઓથી રહિત છે, તે જ ઉપાદેય છે. સિદ્ધ પર્યાય તદ્દન નિર્મળ છે. એવી નિર્મળ પર્યાયનું ધામ ભગવાન આત્મામાં દૃષ્ટિ દેવાથી સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે.
આ સિદ્ધદશાની વાત થઈ. હવે પ૭મી ગાથામાં બધાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ કહે છે. મૂળ તો દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન ઘટી ગયું છે તેથી જ બધાં ઝગડા ઊડ્યાં છે. એક સાકરચંદભાઈ નામના શ્વેતાંબર લેખકે લખ્યું હતું કે, આપણામાં દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન બેચારને જ છે. સોનગઢથી દ્રવ્ય, ગુણ, પર્યાયની વાત આવી છે ત્યારથી આપણા સાધુઓમાં પણ ગડમથલ થવા લાગી છે.
આ જગતનું સ્વરૂપ જ એવું છે કે તેમાં રહેલાં દરેક પદાર્થને દ્રવ્ય, ગુણ અને પર્યાય હોય છે. દ્રવ્ય એટલે શક્તિવાનપણું, ગુણ એટલે શક્તિ અને પર્યાય એટલે અવસ્થાપણે પરિણમવું તે, દરેક તત્ત્વમાં રહેલું છે.
જે ગુણ પર્યાયોથી સહિત છે તેને હે પ્રભાકર ભટ્ટ ! તું દ્રવ્ય જાણ ! શરીરાદિ પદ્રવ્યથી સહિત વસ્તુને ન જાણ. પોતાના ગુણ–પર્યાયથી સહિત જાણ. શરીરમાં અનંત પરમાણુદ્રવ્ય તેના ગુણ–પર્યાયથી સહિત રહેલાં છે તેને તું તારા ન માન. બીજાના ગુણ–પર્યાયને પોતાના માને એ તો મૂઢ છે.
આ વાત તો એકદમ ન્યાયથી છે પણ એણે કદી સમજવાની દરકાર જ કરી નથી.
પોતામાં કાયમ રહેલાં ગુણો અને વર્તમાન વર્તતી અવસ્થાથી સહિત હોય તેને દ્રવ્ય જાણ ! તારો આત્મા તારાં ગુણ–પર્યાયથી સહિત છે અને પરમાણુ પોતાના ગુણ–પર્યાયથી સહિત દ્રવ્ય છે. એમ દરેક દ્રવ્યને તેના ગુણ–પર્યાયથી સહિત જાણ ! શરીર અને પુત્રાદિને તું “મારા છે' એમ ન જાણ. કેમ કે, દીકરો તેના જ્ઞાનાદિ અનંત ગુણ–પર્યાયથી સહિત છે અને શરીરના પરમાણુ તેના સ્પર્શ, રસાદિ ગુણ અને પર્યાયથી સહિત છે.