________________
૨૩૪ ]
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો આ બધાંથી રહિત છે તે આત્મા શેનાથી સહિત છે?—કે આત્મા પોતાના કાયમ અને એકરૂપે રહેનારા જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણોથી સહિત છે.
આ તત્ત્વજ્ઞાનની પહેલામાં પહેલી વાત છે. વસ્તુનું આવું સ્વરૂપ સમજ્યા વિના બીજાના ગુણ પોતાના માને છે અને પોતાના ગુણ બીજામાં માનીને અનાદિથી ભ્રમ સેવે છે. કર્મથી સહિત રહેવું તે આત્માનો ગુણ નથી. કર્મના પરમાણુ પોતાના એકરૂપ નિત્ય રહેનારા ગુણોથી સહિત છે. આત્માના સંયોગમાં રહેલાં છે માટે કર્મ આત્માથી સહિત છે એમ નથી. એ જ રીતે, શરીરમાં રોગ આવે છે તે રોગની પર્યાય અને સ્પર્શ, રસાદિ ગુણથી સહિત તો પરમાણુ છે. આત્મા તે રોગની પર્યાયથી સહિત નથી.
શ્રોતા :–રોગ વખતે દુઃખ થતું હોય તોપણ રોગથી સહિત પોતાને ન માનવો?
પૂજ્ય ગુરુદેવશ્રી એ દુઃખની પર્યાયથી આત્મા સહિત છે પણ શરીરના રોગથી એ દુઃખની પર્યાય થઈ નથી. શરીર અને કર્મથી સહિત છે માટે દુઃખ થયું છે એમ નથી. આ વાત આગળ પર્યાયની વાતમાં આવશે.
અહીં તો ગુણની વાત ચાલે છે કે દ્રવ્યમાં જે સદા સહભાવી છે તે ગુણ છે. વસ્તુ કદી પોતાની ત્રિકાળી શક્તિ વિનાનું દ્રવ્ય ન હોય. એકરૂપ અને નિત્ય રહેનારા છે તે ગુણો છે. ગુણો કદી પલટતાં નથી ને દ્રવ્યમાં સદા એકરૂપ રહે છે. નિત્યરૂપ અને એકરૂપ રહેનારા તે ગુણો છે અને અનિત્યરૂપ અને અનેકરૂપ રહે છે તે પર્યાય છે.
પર્યાયનું સ્વરૂપ એવું છે કે, સમયે સમયે ઉત્પાદૂ-વ્યયરૂપ થાય છે તે પર્યાય છે. માટે જ પર્યાયને ક્રમવર્તી કહેવાય છે. પહેલાં સમયમાં જે પર્યાય હોય તે બીજા સમયમાં હોતી નથી. પર્યાય અનેકરૂપ હોય છે. દરેક સમયે પર્યાય બદલાય જાય છે. એકરૂપ રહેતી નથી. દરેક દ્રવ્યમાં એક સમયે જે પર્યાય હોય તે બીજા સમયે રહેતી નથી. આવી ક્રમવર્તી પર્યાય અને સહવર્તી ગુણોથી જે સહિત છે તેને દ્રવ્ય કહેવાય છે.
શુ-પન્નય-ગુજુ આ શબ્દની વ્યાખ્યા ચાલે છે.
પૈસાવાળો તે આત્મા, બાયડી-છોકરાવાળો તે આત્મા એમ ત્રણકાળ ત્રણલોકમાં નથી. મનુષ્યપર્યાયવાળો તે આત્મદ્રવ્ય કે બોલે-ચાલે તે આત્મદ્રવ્ય એમ નથી. જ્યાં આત્મદ્રવ્ય કર્મવાળુ પણ નથી ત્યાં બીજાની કયાં વાત રહી ! ગુણ અને પર્યાયથી યુક્ત છે તે આત્મદ્રવ્ય છે. કર્મ અને શરીરથી યુક્ત તે આત્મા એમ નથી. અત્યારે પણ કર્મ અને શરીરથી જીવ જુદો જ છે પણ અજ્ઞાનીએ ભ્રમણાથી એક માન્યો છે.
ભગવાન તીર્થંકર પરમદેવે વસ્તુનું સ્વરૂપ આમ જોયું છે અને આમ કહ્યું છે તે જ અહીં કહેવાય છે. સદાય એકરૂપ રહેનારા ગુણો અને ક્રમે વર્તનારી પર્યાય આત્મામાં વસેલી છે. આત્મા તેનાથી સહિત છે. જ્ઞાન, દર્શન આદિ ગુણ અને તેની જાણવું-દેખવું,