________________
સર્વજ્ઞદેવે જોયેલું વસ્તુનું સ્વરૂપ
(સળંગ પ્રવચન નં. ૩૯)
तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् ।
सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः ।। ५७ ।।
શ્રી પરમાત્મપ્રકાશની આ ૫૭મી ગાથા ચાલે છે.
ભગવાન તીર્થંકર સર્વજ્ઞદેવે જગતમાં છ જાતિના અનંત દ્રવ્યો જોયા છે. તે દરેક દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયથી સહિત છે. ગુણ એટલે ત્રિકાળી શક્તિ અને પર્યાય એટલે વર્તમાન અવસ્થા તે સહિત હોય તેને દ્રવ્ય કહે છે.
અહીં દ્રવ્ય તેના ‘ગુણપર્યાયયુક્ત' છે એમ કહ્યું છે. આ જ કથન તત્ત્વાર્થસૂત્રમાં ‘મુળપર્યાયવદ્રવ્યમ્’ એ સૂત્ર દ્વારા કહ્યું છે. હવે ગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે.
“સહમુવો મુળા: મમુવઃ પર્યાયાઃ” આ નયચક્ર ગ્રન્થનું કથન છે. તેને જ અન્વયનો મુળા વ્યતિòિળઃ પર્યાયઃ એવા અર્થમાં પણ કહી શકાય છે. ગુણ તો સદા દ્રવ્યમાં સહભાવી છે અર્થાત્ એકરૂપપણે નિત્ય રહે છે અને પર્યાય ક્રમે ક્રમે થાય છે તથા અનિત્ય છે. આ વાત બરાબર ધ્યાન રાખીને સમજો.
આત્મા એક દ્રવ્ય છે. દ્રવ્ય એટલે શું ?–વસ્તુ. વસ્તુ એટલે જે ગુણ–પર્યાયથી સહિત છે તે વસ્તુ છે. આત્મામાં જે સદાય એકરૂપ નિત્ય રહે છે એવા જ્ઞાન, દર્શન, વીર્ય આદિ તેના ગુણો છે. જે સદા સદેશ નામ એકરૂપ રહે છે. આત્માને શરીર સહિત કે કર્મસહિત કહ્યો નથી કેમ કે એ તો આત્માની સાથે સંયોગમાં રહેલી ચીજ છે, આત્મામાં એકરૂપ નથી. શરીર અનંત પરમાણુ દ્રવ્યોનો પિંડ છે તે એક એક પરમાણુ પોતે પુદ્ગલ દ્રવ્ય છે અને તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ અનંતગુણો છે તે પરમાણુ સાથે નિત્ય એકરૂપ રહે છે માટે તેને ગુણ કહે છે. આ ગુણથી સહિત છે માટે પરમાણુને પણ દ્રવ્ય કહેવાય
છે.
આત્મા પણ એક વસ્તુ છે માટે તેમાં કાયમ રહેનારા જાણવું દેખવું, આનંદ, અસ્તિત્વ આદિ ગુણો છે તેનાથી આત્મા સહિત છે માટે આત્મા એક દ્રવ્ય નામ વસ્તુ છે. શરીર સહિત છે માટે આત્મા દ્રવ્ય છે એમ નથી.
શ્રોતા :—શરીર વગરનો આત્મા તો બતાવો !
પૂજ્ય ગુરુદેવશ્રી : આ રહ્યો. આ આત્મા શરીર રહિત જ છે. આત્મા શરીરથી રહિત છે, આત્મા બાયડી–છોકરાથી રહિત છે, આત્મા મકાન, દુકાન, પૈસાથી રહિત છે.