________________
૨૩૨ )
/ ઘરમાWકાશ પ્રવચનો “ગુણપર્યાયવદ્રવ્ય” આ દ્રવ્ય અથવા વસ્તુની વ્યાખ્યા થઈ. હવે ગુણની વ્યાખ્યા આ પ્રમાણે છે. “સમુવો : ' જે દ્રવ્યની સાથે સદાકાળ રહેલા હોય નિત્ય હોય તે ગુણ છે, તો વિચાર કરો કે દ્રવ્યની સાથે કાયમ કોણ રહે છે? શું કર્મ કાયમ રહે છે? સ્ત્રી–પુત્ર કાયમ રહે છે? પૈસા કાયમ રહે છે? એ કોઈ દ્રવ્ય સાથે કાયમ રહેતાં નથી. દ્રવ્યમાં રહેલાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણ છે તે દ્રવ્ય સાથે કાયમ રહે છે, માટે એ તેના ગુણો છે. સ્પર્શ, રસ, ગંધાદિ ગુણો પુદ્ગલ સાથે કાયમ રહે છે માટે તે પુદ્ગલના ગુણો છે.
અહો ! સંતોની કથન શૈલી છે કાંઈ ! ગજબ વાત છે ! એક એક બોલમાં આખું સ્વરૂપ સમજાવી દે છે. ગુણ જ એવા છે કે જે દ્રવ્યમાં નિત્ય સાથે રહે છે. પર્યાય દ્રવ્યમાં નિત્ય નથી રહેતી. માટે કહ્યું કે જે સદાય દ્રવ્યની સાથે રહે તે ગુણ છે. પણ એણે આવો કદી વિચાર પણ કર્યો નથી. જેમ અગ્નિના ઢગલામાં ઘાસનો પૂળો નાંખીને બાળી નાંખે તેમ મૂઢપણામાં એણે અવતાર બાળી નાંખ્યો છે.
જ્ઞાન, દર્શન, શાન્તિ એટલે ચારિત્ર આદિ જીવની સાથે કાયમ રહેલાં છે માટે તે તેના ગુણો છે અને સ્પર્શ, રસ, ગંધાદિ પુદ્ગલ સાથે કાયમ રહેલાં છે માટે તે પુદ્ગલના ગુણો છે. તો પર્યાય કોને કહે છે કે, નમુવઃ પર્યાયા: | એટલે જે દ્રવ્યમાં અનેકરૂપે ક્રમથી પરિણમ્યા કરે છે, સમયે સમયે ઉત્પાદ્વ્ય યરૂપ થાય છે તે પર્યાય છે, જે પર્યાય પહેલાં સમયે હતી તે બીજાં સમયે રહેતી નથી. બીજા સમયે બીજી પર્યાય થાય છે એ રીતે ક્રમે-ક્રમે જે પરિણમે છે નિત્ય ટકતી નથી તે પર્યાય છે. નિત્ય ટકે છે તે ગુણ છે અને તે ગુણ-પર્યાયથી સહિત તે દ્રવ્ય છે. આ પ્રમાણે દ્રવ્ય, ગુણ, પર્યાયના સામાન્ય લક્ષણ આ ગાથામાં વર્ણવ્યા છે.