________________
પ્રવચન-૩૯ )
[ ૨૩૫ દુઃખ, રાગ આદિ પર્યાયથી આત્મા સહિત છે તેને બદલે કર્મ અને શરીરથી આત્મા સહિત છે એમ માને છે તે મૂઢ અજ્ઞાની છે.
એક એક આત્મા આ રીતે છે, એ રીતે કહેવાય છે અને એ રીતે એણે જાણવું જોઈએ. આત્મા એક દ્રવ્ય છે તેમાં એકરૂપ રહેનારા, નિત્ય રહેનારા–કાયમ–હંમેશાં રહેનારા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે અને તેની અનેક પર્યાયો સમયે સમયે બદલે છે એવી અવસ્થા અને ગુણવાળો જે છે તે આત્મા છે. તેને બદલે મૂઢ પોતાને શરીર અને સંયોગોવાળો માની લીધો છે તેને ગુરુ કહે છે એલા આત્મા! તું કોણ છો ? તું ક્યાં છો ? કેવો છો ? ત્યારે આ કહે છે આ શરીર અને કર્મથી સહિત એવો હું આત્મા છું, પૈસાવાળો છું, મોટા આલશાન બંગલામાં રહું છું. ના...ના ભાઈ ! તું ભૂલ્યો. આ શરીર, કર્મ અને સંયોગો તો જડ છે–રજકણ છે. તું તો ચેતન આત્મા છો. આત્મા જડથી સહિત કેમ હોય !
TUપયગુરૂ તેને રિયાદિ એટલે જાણ ! ભાઈ! તારા આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, અસ્તિત્વ આદિની પર્યાયો બદલાયા કરે છે. અસ્તિત્વ એટલે સત્ સત્ ....સત્ તેની પર્યાય બદલાય છે અને ગુણ ત્રિકાળ એકરૂપ રહે છે આવા ગુણ-પર્યાયથી સહિત તે મારો આત્મા એમ તારું લક્ષ આત્મદ્રવ્ય ઉપર જવું જોઈએ.
અહીં તો રાગસહિત દ્રવ્ય પણ લેવું છે. રાગ–વિકાર એ ચારિત્રગુણની પર્યાય છે, દુઃખ એ આનંદગુણની પર્યાય છે. રાગ, વિકાર, દુઃખ, પર્યાય અને ચારિત્ર, આનંદ આદિ ગુણથી સહિત તે દ્રવ્ય છે એમ દ્રવ્યનું લક્ષ જતાં તેને સમ્યજ્ઞાન થાય છે. વિકાર સહિત દ્રવ્ય આમ લક્ષમાં લીધું ત્યાં વિકાર રહિત પર્યાય પ્રગટ થાય છે.
શ્રોતા આ બધું શીખવું પડે ખરું?
પૂજ્ય ગુરુદેવશ્રી ઃ—જેમ વસ્તુનું સ્વરૂપ છે તેમ જાણવું તો પડે ને! જેમ નથી એમ જાયે કાંઈ વસ્તુનો અનુભવ ન થાય. જેમ છે તેમ જાણવું તેનો અર્થ જ એ કે, આત્મા પોતામાં ત્રિકાળ રહેનારા જ્ઞાનાદિ ગુણો અને સમયે સમયે પલટતી પર્યાયોથી સહિત છે તેમ જાણવું, અને તેનામાં જે નથી તેનાથી રહિત જાણવો. ચારિત્રગુણની રાગરૂપ પર્યાય, આનંદગુણની દુઃખરૂપ પર્યાય કે અસ્તિત્વગુણની શુદ્ધરૂપ પર્યાય એવી એવી અનંતા ગુણની વર્તમાન અનંત પર્યાય અને એકરૂપ એવા અનંત ગુણો તેનાથી સહિત તે આત્મા છે. એમ ગુણ–પર્યાય સહિત દ્રવ્યમાં દષ્ટિ જાય છે. આ પૈસાવાળો કે બાયડી-છોકરાવાળો તે આત્મા એમ દૃષ્ટિ જતી નથી.
નિત્ય અને એકરૂપ રહેનારા ગુણો અને ક્રમવર્તી પર્યાયથી સહિત હોય તે જ દ્રવ્ય છે. કર્મને પણ દ્રવ્ય કહ્યું છે તે આત્માની સાથે રહેલાં છે માટે દ્રવ્ય છે એમ નથી. કર્મના