________________
૨૩૬ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો રજકણ પોતાના જડ અનંત ગુણો અને અસ્તિત્વાદિ પર્યાયથી રહેલાં છે માટે તેને દ્રવ્ય કહ્યાં છે. આત્માની સાથે તેને કાંઈ સંબંધ નથી.
લોકો વિરોધ ઉઠાવે છે કે, તો શું આત્મા કર્મ રહિત છે ? કર્મ રહિત તો સિદ્ધો છે. સંસારી જીવ તો કર્મ સહિત છે. તેને કહીએ છીએ ભાઈ સાંભળઆત્મા ત્રણે કાળ કર્મથી રહિત છે એમ અહીં સિદ્ધ કરે છે. એક દ્રવ્ય બીજાં દ્રવ્યથી સહિત છે. એનો અર્થ શું! કર્મ તો માત્ર નિમિત્તપણે છે તેનું જ્ઞાન કરાવ્યું છે. ભગવાને તારા અને દરેકના આત્માને પોતાના ગુણપર્યાયથી સહિત છે એમ ઓળખાવ્યાં છે. તેમાં કર્મવાળો કે કર્મ વિનાનો એ સંબંધ આત્માને છે જ નહિ.
આ રીતે આત્માને જાણે તેના જ્ઞાનમાં હું મારા ગુણ અને પર્યાયથી સહિત છું એમ જ્ઞાન થતાં પર્યાયમાં નિમિત્તપણે કર્મ છે તેનું જ્ઞાન આવી જાય છે પણ કર્મથી હું સહિત છું એમ તે જાણતો નથી-માનતો નથી.
કોઈ પણ આત્માને કોઈ આત્મા એમ માને છે, ઝાઝાં પૈસાવાળો, છોકરાવાળો, આબરૂવાળો તે આત્મા છે–તો ભગવાન કહે છે તું મૂઢ છો, તું પાપ છો, તારી દૃષ્ટિ જૂઠી છે. ઘણા પૈસા કે ઘણી આબરૂ એ આત્માનું સ્વરૂપ નથી. અમે તો આત્માને ગુણ–પર્યાયવાળો જોયો છે અને એવો જ આત્મા છે.
છોકરાવાળો આત્મા નથી. જેને છોકરાં નથી એને એમ થાય કે છોકરાં નથી એ ઠીક નહિ. ભાઈ ! દરેકનો આત્મા છોકરાં વિનાનો જ છે. છોકરાં છે એ પોતાના ગુણ–પર્યાયથી યુક્ત છે એ તમારા નથી. પણ આ મૂઢ પોતાને સંયોગવાળો આંકે છે અને પોતાના આંકે બીજાને માપે છે. મારે રોગ અને પહેલો નીરોગ, મારે પૈસા થોડા અને પહેલાંને પૈસા વધારે વગેરે વગેરે... પણ ભાઈ! તારા કે બીજાના કોઈના આત્મામાં રોગ પૈસા આદિનો અભાવ છે.
શ્રોતા :–પ્રભુ ! પણ આ બધું દેખાય છે ને?
પૂજ્ય ગુરુદેવશ્રી :–શું દેખાય છે? દેખાય છે એ તો પુદગલનો સંયોગ છે. તે પોતાના ગુણ–પર્યાયમાં રહેલા છે એમ દેખાય છે. આત્મા સાથે એકપણે છે એમ દેખાતું નથી અને એમ ત્રણકાળમાં કદી બનતું પણ નથી.
આ તો દરેક જૈનને ખબર હોવી જોઈએ કે, દ્રવ્યનું શું સ્વરૂપ છે. બહુ સાધારણ વ્યાખ્યા છે કે, ગુણ–પર્યાયથી સહિત હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય કદી પરથી સહિત ન હોય.
રોગ સહિત આત્મા નથી. આત્મા પોતાના ગુણ–પર્યાયથી સહિત છે માટે પોતાને રોગવાળો ન માનવો અને રોગની અવસ્થા જે પરમાણુની છે તેની આ અવસ્થા ખરાબ છે એમ પણ નથી. એવી જ પર્યાયવાળુ દ્રવ્ય છે તેને ખરાબ કેમ કહેવાય ! મફતનો પારકી ચીજને પોતાની માનીને ભટકે છે.