________________
પ્રવચન-૩૯/
[ ૨૩૭
આત્મા ગુણ–પર્યાય સહિત છે. તે પર્યાયનું પલટવું પરના કારણે નથી. પોતાથી જ પલટવાનો સ્વભાવ છે. પરમાણુ પણ પોતાના ગુણ-પર્યાયથી સહિત છે અને એ પર્યાય તેના પોતાથી પલટે છે. પલટવું એ પર્યાયનો ધર્મ છે. એકરૂપ ન રહેવું એવા સ્વભાવવાળી પર્યાય અને એકરૂપ રહેવું એવા ગુણ સહિત હોય તે જ વસ્તુ છે.
હવે આમાં, પરમાં સુખ છે એવી માન્યતા કેટલી જૂઠી છે એ ખ્યાલ આવે છે? પરપદાર્થ તારા ગુણમાં પણ નથી. પર્યાયમાં પણ નથી તો તેમાંથી તને સુખ કેવી રીતે આવે ! માત્ર ભ્રમણા છે. શ્રીમમાં લખ્યું છે : “સુખ અંતરમાં છે' આત્મા પોતાના ગુણ–પર્યાયમાં છે, પરમાં નથી અને પરથી નથી તો પરથી મને સુખ માને છે એ અજ્ઞાનીની ભ્રમણા જ છે. પોતાને પોતાના આનંદ ગુણ અને આનંદની પલટતી પર્યાયથી સહિત નહિ માનતાં પરથી મને સુખ એવી મિથ્યાશ્રદ્ધા ઊભી કરી છે. તેને બદલે હું આત્મા, ત્રિકાળી આનંદ ગુણ અને આનંદની વર્તમાન અવસ્થા ભલે દુઃખરૂપ હો તેનાથી સહિત છું એમ લક્ષ જતાં દ્રવ્યનો આનંદ પ્રગટ થયા વિના રહે નહિ.
હું આનંદના નિત્ય ગુણવાળો અને આનંદની પલટતી પર્યાયવાળો છું હું મારા આનંદના એકરૂપ ગુણ અને પલટતી પર્યાયથી સહિત દ્રવ્ય છું. એમ દ્રવ્યનું સ્વરૂપ નક્કી કરવા જતાં તેની પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ અને દુઃખની અવસ્થાનો વ્યય થયા વિના રહે નહિ. સમજાણું કાંઈ?
પર્યાયમાં ભલે રાગ હો, એ ચારિત્રગુણની એકરૂપ ન રહેનારી પર્યાય છે અને ચારિત્રગુણ કાયમ રહેનારો છે આવા ગુણ અને પર્યાયથી જે સહિત છે તે દ્રવ્ય છે એમ દ્રવ્યનું લક્ષ જતાંદ્રવ્યનું જ્ઞાન થતાં પર્યાયમાં સમ્યક્ શ્રદ્ધા અને આનંદ આવ્યા વિના રહે નહિ. પરમાત્મપ્રકાશ આમ પ્રકાશે છેપરમાત્મપ્રકાશ...ભગવાન આત્મા પોતે પરમાત્મા તે અનંત શક્તિ અને અનંત પર્યાયથી સહિત છે એમ નક્કી કરતાં હું પોતે પરમાત્મા છું એવી દૃષ્ટિ થઈ જાય છે.
પદે પદે આત્મા પરમાત્મા છે. પરમ સ્વરૂપનો ધરનાર આ આત્મા જ પરમાત્મા છે. એમ નક્કી કરવા જતાં તેની પર્યાયમાં અનાદિથી જે નથી જાણ્યું એવી જાણવાની, શ્રદ્ધાની, આનંદની પર્યાય પ્રગટ થઈ જાય તેનું નામ ધર્મ છે. આમાં કાંઈ બહુ પલાખાં ગણવાના નથી પણ પ્રયત્ન જ કરતો નથી. એક પગથિયું પણ ચડતો નથી.
શ્રોતા –સાહેબ, એકાગ્રતા રહેતી નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી :–એકાગ્રતા રહેતી નથી એમ નથી. એકાગ્રતા કરવાનો પ્રયત્ન જ કર્યો નથી. પરમાં કેવો એકાગ્ર થઈ જાય છે! તો એકાગ્ર થતાં તો આવડે છે. પરમાં તો ખરેખર કોઈ એકાગ્ર થઈ શકતું નથી પણ આ...આ...આ ઠીક છે એમ માનીને પોતાની