________________
૨૮૪)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો ભગવાન તારી પાસે છે અને તું તેને જોતો નથી. પાસે શું? પોતે જ છે પણ આ રાગ હું, દ્વેષ હું, શરીર હું એવા અહંકાર આડે તને ચૈતન્યભગવાન સૂઝતા-(દેખાતા) નથી.
કેવી ખૂબી છે ! પરમાત્મા પોતે જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યનો પિંડ છે તેનાથી અજ્ઞાન કેવી રીતે ઊભું થાય ! પણ પર્યાયમાં-અંશમાં વસ્તુના જ્ઞાનના અભાવે અજ્ઞાનભાવ ઉત્પન્ન થાય છે. આવો મૂર્ખાઈ ભર્યો બેભાનભાવ દ્રવ્ય, ગુણમાં ન હોઈ શકે. પર્યાયમાં અજ્ઞાન છે તેનાથી રાગ-દ્વેષ અને કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મથી વળી સુખ-દુઃખની કલ્પના ઊભી થાય છે. વસ્તુના મૂળ સ્વભાવમાં આ કોઈ ભાવો નથી માટે તેને કર્મના ઊભા કરેલા છે એમ કહ્યું પણ તારા જ અંશમાં અજ્ઞાન હોવાથી ખરેખર તો એ સુખ-દુઃખ પણ તારાથી ઉત્પન્ન થયેલા છે.
અરે ! આ ભગવાનની વાત પણ જેને સાંભળવા ન મળે, એ કેમ ભૂલ્યો છે અને ભૂલ કેમ ટળે એની પણ ખબર ન હોય ત્યાં ધર્મ કેવી રીતે થાય ! ગમે તેટલી સામાયિક ને પૂજા-ભક્તિ કરે, કે કેટલાંય તીર્થોની યાત્રા કરી આવે પણ ધર્મ ક્યાંથી થાય? ધર્મ તો ધર્મી પાસે હોય કાંઈ બહાર ન હોય. ભલે શુભરાગના કાળે એવા શુભરાગ પણ હોય છે પણ તેનાથી ધર્મ કદી ત્રણકાળમાં ન થાય.
સુખ-દુઃખની કલ્પનામાં બેઠો છે તે દુઃખી જ છે. તેને સંયોગમાં ભલે અબજો રૂપિયા હોય પણ આ પૈસા મારા છે એવી કલ્પના છે તે જીવ દુઃખરૂપ ભાવમાં બેઠો છે, આત્મદ્રવ્યમાં પણ બેઠો નથી અને પૈસામાં પણ બેઠો નથી, માત્ર કલ્પનામાં બેઠો છે.
આમ, સર્વજ્ઞ, પરમાત્મા, વીતરાગદેવ ફરમાવી રહ્યાં છે પણ જ્યારે પોતાને જ્ઞાનમાં આવે કે, “હું તો આત્મા છું' ત્યારે તે સંયોગનાં આધારે પોતાના સુખ-દુઃખની કલ્પના કરે જ નહિ. અબજો રૂપિયાથી પોતાને સુખી ન માને અને બીજાને પણ સંયોગથી સુખી ન માને. એ તો કલ્પનાથી દુઃખી છે એમ જાણે. સગા-વહાલા પૈસાવાળા હોય તેનાથી પોતાને હૂંફ ન આવે કેમકે, પૈસાથી સુખ હોય જ નહિ એવું જ્ઞાન તેને બરાબર વર્તે છે. એ તો જાણે છે કે પૈસાથી સુખ તો નથી ઉલટું પૈસાની મમતાથી એ જીવ દુ:ખી છે.
પૈસાથી પૈસાવાળા તો સુખી નથી પણ તેને સુખી માનનારા પણ મૂઢ છે, દુઃખી છે. પૈસાની મમતા કરનારો તો દુઃખી છે તેને તું સુખી કહો છો ? આ તારા ગજ જ ખોટાં છે, માપ કરવાની નજરમાં ફેર છે ભાઈ ! સુખ તો આત્મામાં છે તેની નજર કરે તેને સખ થાય. તેને બદલે આત્માથી બહાર અન્ય વસ્તુની નજર કરે તેને સુખ કયાંથી હોય?
જીવવસ્તુના દ્રવ્ય, ગુણમાં તો કલ્પના ન હોય પણ તેના ભાનવાળી પર્યાયમાં પણ કલ્પના ન હોય. વસ્તુના ભાન વિનાની પર્યાયમાં જ અજ્ઞાનથી કર્મ થાય છે અને કર્મથી સુખ-દુઃખની કલ્પના ઉભી થાય છે. માટે સુખ-દુઃખ ખરેખર સંયોગથી પણ નથી અને