________________
પ્રવચન-૪૫ /
[ ૨૮૫ સ્વભાવથી પણ નથી. એક સમયની પર્યાયમાં વસ્તુના અજ્ઞાનથી સુખ-દુઃખની કલ્પના ઉભી થાય છે. પૈસા મળ્યા માટે સુખ અને પૈસા ગયા માટે દુઃખ એમ નથી. કેમકે પૈસા કાંઈ કલ્પના ઉત્પન્ન કરાવતાં નથી. ખરેખર અજ્ઞાનભાવ જ કલ્પના ઉત્પન્ન કરે છે. કર્મ એટલે અજ્ઞાનભાવરૂપી કર્મ જ સુખ-દુઃખની કલ્પના ઉભી કરે છે.
અહીં તો પરમાત્મપ્રકાશ છે. પરમાત્માના પ્રકાશમાં કલ્પના ઉત્પન્ન ન થાય. પરમાત્મપ્રકાશના અભાનમાં કલ્પના થાય.
અશુદ્ધનિશ્ચય શબ્દ કહીને એ જ કહેવું છે કે દ્રવ્ય, ગુણ તો અજ્ઞાનનો કર્તા નથી પણ પર્યાયે જ પરને વિષય બનાવીને સુખ-દુઃખ ઊભું કર્યું છે. બસ મૂઢભાવે સુખ-દુઃખની કલ્પના અજ્ઞાનીએ ઉત્પન્ન કરી છે.
અહો ! પોતે જ ભગવાન છે ને ! વસ્તુ પોતે અકૃત્રિમ શાશ્વત અનંત છે. શાશ્વત એટલે અંત ન આવે તેવી અનંત છે. આ ભગવાને કહેલી વાત છે. ભગવાનના જ્ઞાનમાં શું ન જણાય? ભગવાન કહે છે વસ્તુ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંતવીર્યનો પિંડ છે તેનાથી અજ્ઞાન ન થાય. પણ એક સમયની પર્યાયના અંશમાં પોતે જ અજ્ઞાન ઊભું કર્યું છે. અજ્ઞાન ન હોય તો તો આ દુઃખ કેમ હોય ! અશુદ્ધ વૃત્તિઓને નિશ્ચયથી તારા અંશમાં અજ્ઞાનભાવથી તે જ ઉત્પન્ન કરી છે. માટે સુખ, દુઃખ છે. નથી, એમ નથી અજ્ઞાન પણ છે. વસ્તુના સ્વરૂપમાં અજ્ઞાન નથી પણ પર્યાયમાં છે તે ખોટી વાત નથી.
અજ્ઞાનથી કર્મ થયા ને કર્મથી સુખ-દુઃખ થયા એમ કહો કે અજ્ઞાનથી જ સુખ-દુ:ખની કલ્પના થઈ એ બંને એક જ છે. અજ્ઞાન વિના સુખ-દુઃખની કલ્પના થતી નથી. સમ્યગ્દષ્ટિને
અજ્ઞાન નથી તો અપ્સરા જેવી હજારો રાણીઓ હોય પણ તેમાં સુખની કલ્પના થતી નથી. , અસ્થિરતાની કલ્પના છે પણ એ અજ્ઞાનની ગાંઠ તોડીને થયેલી છે તેથી ઉપરછલ્લી છે તેથી અમૃત સ્વરૂપના આનંદ આગળ ભોગની વૃત્તિ જ્ઞાનીને ઝેર જેવી દેખાય છે. દુનિયાને એમ લાગે કે આ સારુ, સમકિતી ભોગ ભોગવે અને બંધ પણ ન થાય. એને ખબર નથી કે જ્ઞાની ભોગની વાસનાને ઝેર સમજે છે તેમાં તેને સુખની કલ્પના થતી જ નથી. અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ બધું ઝેર લાગે છે.
અહો ! જેની દૃષ્ટિમાં સચિદાનંદ ચૈતન્ય વસ્તુ આવી તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, તેની પ્રતીતમાં કેવળજ્ઞાન આવી ગયું, પૂર્ણ દર્શનનો પિંડ પ્રતીતમાં આવી ગયો, અનંત વીર્યની કાતળી પ્રતીતમાં આવી ગઈ આવું સત્ સ્વરૂપ જેના શ્રદ્ધા-જ્ઞાનમાં આવી ગયું તેને ઇન્દ્રિયવિષયોમાં સુખની કલ્પના હોય જ નહિ–છે જ નહિ.
અજ્ઞાનીને એમ થાય કે આ ભિખારી છે તે પણ બે રોટલી મળી હોય તેમાંથી