________________
પ્રવચન-૪૫ /
[ ૨૮૩ અને વેઈટીંગરૂમમાં રાત રહ્યાં, ત્યાં બાજુના જ રૂમમાં પહેલો દીકરો વહેલો આવી ગયેલો તે ઉતર્યો હશે તેની શેઠને ખબર નહિ. કુદરતે રાતના છોકરાને પેટમાં ગોળો ચડ્યો એટલે બધાં માણસો ભેગા થઈ ગયા અને કોલાહલ થવા લાગ્યો તે આ શેઠને પોસાણું નહિ. એલા! શું છે ! રાતના પણ કોઈ નિરાંતે સૂવા દેતું નથી! વાત પૂછતા ખબર પડી કે, એ લક્ષ્મીચંદ નામના માણસને પેટમાં દુખવા આવ્યું છે. તેના બાપનું નામ શું છે તો કહે, કાનજી. અરે ! એ તો હું પોતે અને મારા છોકરાને પેટમાં દુખે છે ! ખબર પડી ત્ય તો પોતે જ દુઃખમાં ભાગ લેવા પહોંચી ગયો. જુઓ ! આ શું છે ? પોતાનો જ દીકરો છે એવી ખબર ન હતી તેથી બધો કોલાહલ લાગતો હતો. તેમ આ જીવને પોતાના સ્વરૂપની ખબર નથી તેથી સુખ, દુઃખની કલ્પના ઊભી થાય છે. સ્વભાવનું ભાન થાય તેં અજ્ઞાન ને રાગ-દ્વેષ ને કર્મ તથા સુખ-દુઃખની કલ્પના આદિ બધા કોલાહલ ટળી જાય છે.
અહીં એ જ સિદ્ધ કરવું છે કે સ્વભાવથી સુખ, દુઃખ ઊભા થતાં નથી, સ્વભાવના અજ્ઞાનથી જ કર્મ અને સુખ, દુ:ખની કલ્પના ઊભી થાય છે. અહીં અત્યારે કલ્પનાના સુખ, દુઃખની વાત છે, સંયોગની વાત નથી.
તું પોતે જ જરા વિચાર તો કર કે, આ આકુળતા થાય છે, ખદબદાટ થાય છે એ શું તાજું સ્વરૂપ હોઈ શકે? વાસ્તવિક પદાર્થનું સ્વરૂપ આવું હોય ! વસ્તુસ્થિતિમાં આકુળતા હોય ! જરા લક્ષ કરીને વિચાર કરે તો પોતાને જ ખ્યાલ આવે તેવી વાત છે. પણ અજ્ઞાનમાં એવો રંગાઈ ગયો છે કે જ્ઞાનની આંખ ખોલીને જોતો પણ નથી.
અનંતકાળથી અજ્ઞાનના રંગમાં રંગાયેલાં અજ્ઞાનીને પોતાનું સ્વરૂપ સમીપ જ હોવા છતાં નજર માંડતો નથી. કોઈ'દી એને પોતાનો ભરોસો આવ્યો નથી, એ જાતનો અભ્યાસ કર્યો નથી. તેથી અજ્ઞાનમાં દુઃખી થાય છે.
આ અજ્ઞાનભાવ અને સુખ-દુ:ખની કલ્પના જો કે, અશુદ્ધનિશ્ચયનયથી જીવની જ પર્યાય છે પણ જીવવસ્તુનો એ સ્વભાવ નથી માટે તેને પર અને કર્મજનિત સુખ-દુઃખ કહ્યાં છે.
પ્રશ્ન થાય કે આ શુદ્ધ નિશ્ચય અને અશુદ્ધ નિશ્ચય એટલે શું? તેનો ખુલાસો એ છે કે શુદ્ધ નિશ્ચય એટલે સત્ વસ્તુ અને અશુદ્ધ નિશ્ચય એટલે તેની પર્યાયમાં ઉત્પન્ન કરેલો એજ્ઞાનભાવ. તે અશુદ્ધ કેમ? મલિન છે માટે અને નિશ્ચય કેમ કહ્યો ? કે પર્યાયમાં પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન કર્યો છે માટે તેને નિશ્ચય કહ્યો છે. પર્યાયમાં વિકાર છે તે જીવસંબંધી છે પરંતુ જીવનો સ્વભાવ નથી ક્ષણિક અવસ્થામાં ઊભું થયેલું અજ્ઞાન, રાગ-દ્વેષ અને ભ્રાંતિ છે તે શુદ્ધ નિશ્ચય એવા સત્ નું સ્વરૂપ નથી માટે તે જીવ નથી.