________________
૧૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ ત્રણ પ્રકારના આત્મામાંથી બહિરાત્મા હેય છે. તેની અપેક્ષાએ જો કે અંતરાત્મા ઉપાદેય છે તોપણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત પરમાત્માની અપેક્ષાએ તે હેય છે એવો આ ગાથાનો તાત્પર્યાર્થ છે.
બહિરાત્મા તો શરીર અને રાગાદિમાં જ હું પણું કરી રહ્યો છે તેની અપેક્ષાએ નિજ શુદ્ધ ચિદાનંદમૂર્તિના અનુભવથી પ્રાપ્ત થતી વીતરાગ શાંતિ-સમાધિનો અંશ પણ ઉપાદેય છે. તોપણ સર્વથા રાગાદિ રહિત અને કેવળજ્ઞાનાદિ સહિત પરમાત્મદશા પ્રગટ કરવા માટે ઉપાદેય છે તેની અપેક્ષાએ અંતરાત્મદશા હેય છે. પ્રગટ કરવાની અપેક્ષાએ સર્વ પ્રકારે એક પરમાત્મદશા ઉપાદેય છે. તેની અપેક્ષાએ અંતરાત્મા હેય છે પણ બહિરાત્માની અપેક્ષાએ અંતરાત્મા ઉપાદેય છે.
અરે ! આ જીવે અનંતકાળમાં ઘણું કર્યું અને નવમી ગ્રેવેઈક જઈ આવ્યો પણ આત્મજ્ઞાન ન કર્યું. અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન કર્યું, અઠ્યાવીસ મૂળ ગુણ પાળ્યાં, રાગની ઘણી મંદતા કરી પણ સ્વભાવની દૃષ્ટિ ન કરી માટે તે બધું એકડાં વિનાના મીંડા જેવું છે. પરસત્તાવલંબી જ્ઞાન અને રાગની મંદતા એ વસ્તુના સ્વભાવમાં છે જ નહિ. તેની દષ્ટિ કરી અને સ્વભાવની દૃષ્ટિ ન કરી તેણે કાંઈ કર્યું નથી.
હવે ૧૪મી ગાથામાં મુનિરાજ કહે છે કે જે પરમસમાધિમાં સ્થિત થયો થકો દેહથી ભિન્ન જ્ઞાનમય પરમાત્માને જાણે છે તે અંતરાત્મા છે.
જુઓ! “પરમ સમાધિ' શબ્દ વાપર્યો છે તે ચોથાથી બારમાં ગુણસ્થાનવાળાને લાગુ પડે છે. અજ્ઞાની જેને સમાધિ માને છે તેની આ વાત નથી. અંતર આત્માની દૃષ્ટિ કરતાં , પર્યાયમાં જે શાંતિનો અંશ પ્રગટ થાય છે તેનું નામ “પરમ સમાધિ' છે.
આત્મા પૂર્ણ....પર્ણ...પૂર્ણ સમાધિ_વીતરાગી શાંતભાવે પડ્યો છે તેની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ કરતાં જે શાંતિ પ્રગટ થાય છે તેને પરમ સમાધિ કહી છે. માત્ર મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ક્ષય થયો હોય છતાં પરમ સમાધિસ્વરૂપ આત્માની દૃષ્ટિ કરવાથી શાંતિ પ્રગટ થઈ છે માટે તેને પણ પરમસમાધિ કહી છે. આવી પરમસમાધિમાં જે સ્થિત છે તેને અંતરાત્મા કહેવાય છે.
પંડિત કોને કહેવા?-કે જે જ્ઞાનમય નિજ પરમાત્મવસ્તુનું વેદન કરે છે–શાંતિને અનુભવે છે તે જ પંડિત છે. તે જ વિવેકી છે. માત્ર શાસ્ત્રના જાણપણાથી કોઈ પંડિત નથી. કેમ કે શાસ્ત્રનું જાણપણું તે આત્મા નથી. જેને થોડું શાસ્ત્રજ્ઞાન થાય ત્યાં તો હું કંઈક જાણું છું, હવે મારે કાંઈ સાંભળવાની જરૂર નથી એવું અભિમાન પોષાય છે તે ખરેખર કઈ જાણતો નથી.
ભલે કાંઈ જાણતો ન હોય, કાંઈ પ્રશ્ન કરતાં ન આવડે, ઉત્તર દેતાં ન આવડે પણ