________________
પ્રવચન-11 /
[ ઘર પરમાત્માનો–પૂર્ણ પર્યાયનો સાધક છે. વિકારનો સાધક નથી.
/પરમાત્મા કેવા હોય? કે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત શુદ્ધ બુદ્ધ જેનો એક સ્વભાવ છે એવો આત્મા તે પરમાત્મા છે. સ્વભાવથી તો દરેક આત્મા પરમાત્મા છે પણ વર્તમાન પર્યાય પણ જેની ભાવકર્મ–રાગાદિ ભાવ અને દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત અને અનંત જ્ઞાનાદિ સહિત થઈ છે તે પરમાત્મા છે. અંતરાત્માને પર્યાયમાં ભાવકર્મ છે પણ દૃષ્ટિમાં તે ભાવકર્મ આદિથી રહિત આત્માને દેખે છે. જ્યારે પરમાત્મા તો પર્યાયમાં પણ ભાવકર્મ આદિથી રહિત થયા છે.
એકલા રાગ અને શરીરવાળો તે જ હું એવી બુદ્ધિ તે બહિરાત્મબુદ્ધિ છે અને રાગ, શરીરાદિ સાથે સંબંધ હોવા છતાં હું તો શુદ્ધ અખંડાનંદમૂર્તિ છું એવી બુદ્ધિ તે અંતરાત્મબુદ્ધિ છે. તેમાં રાગનો સર્વથા અભાવ થયો નથી પણ દૃષ્ટિમાં રાગરહિત શુદ્ધ પરિણમન થયું છે માટે એવા જીવોને અંતરાત્મા કહ્યાં છે અને જેને પર્યાયમાં પણ રાગ, શરીરાદિ સાથે બિલકુલ સંબંધ રહ્યો નથી, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવે પરિણમે છે તેને પરમાત્મા કહેવાય છે. પર્યાયદષ્ટિએ આત્માના આવા ત્રણ ભેદ સર્વજ્ઞના મત સિવાય બીજે ક્યાંય નથી.
છે પરમાત્મા શુદ્ધ, બુદ્ધ છે એટલે શુદ્ધ કહેતાં રાગાદિથી રહિત અને બુદ્ધ કહેતાં અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયથી સહિત થયાં છે તે પરમાત્મા છે. આત્મવસ્તુ તો ત્રિકાળ એકરૂપ છે પણ પર્યાયમાં પણ એવું જ પરિણમન થાય તેને પરમાત્મદશા કહેવાય છે.
એક તરફ શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે અને એક બાજુ દેહ છે. તેમાંથી જે જીવ વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરતો નથી તેની દૃષ્ટિ દેહ ઉપર જ રહે છે અને દેહદૃષ્ટિવાળાને રાગ તો હોય જ છે. આમ, દેહ અને રાગાદિમય પોતાને માનનારો, વીતરાગ નિર્વિકલ્પ પરમાનંદ સમાધિને નહિ પામતો મૂર્ખ અજ્ઞાની છે | દેહ તો અચેતન છે પણ શુભાશુભ વિકારીભાવમાં પણ ચૈતન્યપ્રકાશ નથી માટે તે પણ અચેતન છે. તેનો જે કર્તા થાય છે એવો અજ્ઞાની તે-રૂપ જ પોતાને માને છે. તેથી રાગ અને શરીરથી રહિત નિજ સ્વભાવની દૃષ્ટિ કરતો નથી તેથી તેને વીતરાગ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થતી નથી. આવી પરમાનંદ દશાને નહિ પ્રાપ્ત કરતો તે અજ્ઞાની–મૂર્ખ છે. આવો અજ્ઞાની જીવ ૧૧ અંગ ૯ પૂર્વ ભણ્યો હોય તોપણ મૂર્ણ છે કેમ કે તેની પર્યાયમાં ચૈતન્યનો પ્રકાશ આવ્યો નથી, ચૈતન્યની સમાધિ-શાંતિ પ્રગટ થઈ નથી માટે તે અજ્ઞાની મૂર્ખ છે,
આહાહા.! જુઓ તો ખરા ! બહુ જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો આત્મા પ્રાપ્ત થાય એમ ન કહ્યું. બહુ કષાયની મંદતા હોય તો સમ્યગ્દર્શન થાય એમ પણ નથી. વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા અને સમાધિ–શાંતિ વિના લાખ ઉપાય કરવાથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી.