________________
૧૪ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો રાગ-દ્વેષરૂપે પરિણમે છે તેને અહીં બહિરાત્મા–અધર્માત્મા સંસારાત્મા કહ્યો છે.
જે વિચક્ષણ એટલે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમેલા આત્મા તે અંતરાત્મા છે. અંતરાત્મા સ્વરૂપના સાધક છે. જેણે સ્વરૂપની દૃષ્ટિ કરી વીતરાગ નિર્વિકલ્પ સમાધિને અંશે સાધી છે–અનાકુળ અતીન્દ્રિય આનંદરસનો અંશે સ્વાદ ચાખ્યો છે તે અંતર દૃષ્ટિવંત ધર્માત્મા અંતરાત્મા છે, સાધક છે. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીના જીવોને અંતરાત્મા કહેવાય છે.
આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે તેની નિર્વિકલ્પ દૃષ્ટિ કરીને જેણે અનંતાનુબંધીના અભાવથી અંશે સમાધિ અથવા શાંતિ પ્રાપ્ત કરી છે, તેમાં જે સ્થિત છે અને પૂર્ણ શાંતિસ્વરૂપ વસ્તુમાં જેની દૃષ્ટિ પડી છે તેને શુદ્ધાત્માનો સાધક અથવા પૂર્ણ પરમાત્મદશાનો સાધક–અંતરાત્મા કહેવાય છે
બહિરાત્માને મૂઢ કહ્યો છે તેની સામે અંતરાત્માને વિચક્ષણ કહ્યો છે. અંતરાત્મા પૂર્ણ શુદ્ધ શાંત ચિદાનંદમૂર્તિ આત્માને સાધી રહ્યાં છે અને બહિરાત્મા પુણ્ય–પાપ વિકારને સાધી રહ્યો છે, તે મિથ્યાભ્રમરૂપે પરિણમેલો છે, માટે તેને મૂઢ આત્મા બહિરાત્મા અવિચક્ષણસંસારસાધક આત્મા કહ્યો છે. 1 /ભગવાન સર્વજ્ઞદેવે શુદ્ધ આત્માને પુણ્ય–પાપ વિકાર, શરીરાદિથી રહિત જોયો છે, આવા શુદ્ધસ્વરૂપની દૃષ્ટિપૂર્વક જે નિજસ્વરૂપને સાધી રહ્યો છે તેને ભગવાન અંતરાત્મા કહે
/એક સેકંડના અસંખ્યમાં ભાગમાં જે પૂર્ણ શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા આસવ, શરીર, કર્મઆદિથી રહિત છે તેને વિકારથી અને શરીરથી સહિત માને છે તે બહિરાત્મા મૂઢ છે અને હું રાગ અને શરીરથી રહિત પૂર્ણ આનંદ અને જ્ઞાનનો કંદ છું એવી અનુભવદેષ્ટિ કરીને હું શુદ્ધ પૂર્ણાનંદ વિતરાગ સ્વરૂપ છું એમ જાણે અને અંશે વિતરાગતારૂપે પરિણમે તે અંતરાત્મા છે.
રાગ અને શરીરવાળો છું એવી માન્યતા તે મિથ્યાત્વ છે અને હું રાગ અને શરીરથી રહિત શુદ્ધ ચૈતન્ય છું એવી શ્રદ્ધા તે સમ્યકત્વ છે
જગતના જીવો સત્ય સમજવાને લાયક નથી એટલે તેને આ સત્ય વાત કાને પડવી પણ મુશ્કેલ છે. આ ભાષા તો સાદી અને સરળ છે. કોઈ પંડિતાઈની વાત નથી. આ વાત સમજે તે જ ખરો પંડિત છે.
નિર્મળાનંદ ભગવાન આત્માને જે પ્રતીતિમાં લે છે તેની પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય છે. તે જીવ વિચક્ષણ છે–અંતરાત્મા છે. દ્રવ્યસ્વભાવે પોતે પરમાત્મા છે. તેની દૃષ્ટિ અને અનુભવ કરે છે ત્યાં પર્યાયમાં પરમાત્મા થવાની તૈયારી થઈ જાય છે. તે અંતરાત્મા