________________
1 પરમાત્મ-સ્વરૂપની દૃષ્ટિથી મોક્ષમાર્ગનો પ્રારંભ :
(સળંગ પ્રવચન નં. ૧૧) मूढो विचक्षणो ब्रह्मा परः आत्मा त्रिविधो भवति । देहमेव आत्मानं यो मनुते स जनो मूढो भवति ॥१३॥ देहविभिन्नं ज्ञानमयं यः परमात्मानं पश्यति । परमसमाधिपरिस्थितः पण्डितः स एव भवति ॥१४॥ आत्मा लब्धो ज्ञानमयः कर्मविमुक्तेन येन ।
मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा ॥१५॥ શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ ભાગની આ ૧૩મી ગાથા શરૂ થાય છે. શ્રી યોગીન્દ્રદેવ ત્રણ પ્રકારના આત્માની સંજ્ઞા અને બહિરાત્માનું લક્ષણ કહે છે.
આત્મદ્રવ્ય છે તે તો અનંત જ્ઞાન દર્શનાદિ શુદ્ધસ્વભાવનો પિંડ છે, પણ આત્માની પર્યાયમાં ત્રણ ભેદ પડે છે; બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણ પ્રકાર છે. તેમાંથી અહીં બહિરાત્માનું લક્ષણ કહે છે.
મૂઢ અર્થાત્ મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણમેલો આત્મા બહિરાત્મા છે. જેને પોતાના શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુની દૃષ્ટિ થઈ નથી અને પોતાના અંતરસ્વરૂપથી બાહ્ય શરીર, વાણી, મન અને પુણ્ય-પાપ રાગાદિભાવ તેને પોતાના માને છે તે બહિરાત્મા છે. એક સમયમાં જે પોતાનું પૂર્ણ અસ્તિત્વ છે તેને જાણતો નથી, સ્વીકારતો નથી અને દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, માયા આદિના ભાવ તે જ હું એમ માનીને મિથ્યા ભ્રમરૂપે પરિણમે છે તે બહિરાત્મા–મિથ્યાદેષ્ટિ છે.
ચૈતન્યવતને જ તો એ તો એક સમયમાં શુદ્ધ-બુદ્ધ ચૈતન્યઘન છે. શુદ્ધ એટલે - નિર્મળ અને બુદ્ધ એટલે જ્ઞાનનો ઘનપિંડ છે અને એ જ વસ્તુની પર્યાયમાં ત્રણ પ્રકારના ભેદ છે. તેમાં બહિરાત્મા છે. તે પોતાના સ્વરૂપને તો ઓળખતો નથી અને વિકાર તથા શરીરની ક્રિયામાં “હું પણું માને છે તે બહિરાત્મા વિકારનો સાધક છે, શુદ્ધાત્માનો સાધક નથી અને પરમાત્માનો પણ તે સાધક નથી.
કોઈને એમ થાય કે શરીર–વાણીના કાર્ય અમે કરીએ છીએ એમ માનીએ છીએ પણ શરીર–વાણીને અમારા માનતા નથી. તો એમ બને જ નહિ. જે જેનો કર્તા થાય છે તેને પોતાના માન્યા વગર રહેતો જ નથી. આવા બાહ્ય દૃષ્ટિવંત જીવો મિથ્યા ભ્રમણા અને