________________
પ્રવચન-11 )
[ ૧૭ જેને આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયાં છે તે ખરો પંડિત છે. જ્ઞાનસ્વરૂપનું જ્ઞાન કરે તે પંડિત છે.
આહાહાહા ! બહુ સરસ વાત લીધી છે. દૂહથી ભિન્ન જ્ઞાનમય ભગવાન આત્માનું - જ્ઞાન કરે તે પંડિત છે, તે જ આત્મા છે તે જ વિવેકી છે. એ જીવ અલ્પકાળમો કેવળજ્ઞાન લેશે.
પંડિત કહો, વિચક્ષણ કહો, અંતરાત્મા કહો, ધર્માત્મા કહો, વિવેકી કહો, ભેદજ્ઞાની કહો કે સાધક કહો, બધું એક જ છે. તે જ મોક્ષને સાધનારો મોક્ષમાર્ગી જીવ છે.
એકલો જ્ઞાનનો પિંડ આત્મા કેવળજ્ઞાનનો સૂર્ય છે. જ્ઞાન....જ્ઞાન. જ્ઞાન....જ્ઞાન પ્રકાશનો સૂર્ય છે. એવા જ્ઞાનસૂર્યનું જ્ઞાન કરે તે વિચક્ષણ–ધર્માત્મા છે. અનંત સર્વજ્ઞો. અનંત કેવળીઓ. અને વીતરાગી સંતોએ આવા જીવોને વિચક્ષણ કહ્યાં છે.
આત્મા કેવળ જ્ઞાનમય છે એટલે શરીર, વાણી, મન, કર્મના સંબંધ રહિત એકલો જ્ઞાનમય છે. આવા પૂર્ણ જ્ઞાનમય આત્માની દૃષ્ટિથી જુઓ તો આત્મા સર્વથા દેહાદિથી રહિત છે. અને અશુદ્ધ નિશ્ચયનયથી જુઓ તો પર્યાયમાં રાગ સાથે સંબંધ છે. અને અનુપચરિત અસભૂત વ્યવહારનયથી કર્મ સાથે પણ જીવને સંબંધ છે. પણ આ બધો વ્યવહાર માત્ર જાણવાલાયક છે. આદરવા લાયક તો એક જ્ઞાનમય શુદ્ધાત્મા જ છે.
અહીં કેવળ જ્ઞાનમય કહેતાં કેવળજ્ઞાનની પર્યાય ન સમજવી પણ કેવળ એટલે એકલા જ્ઞાનમય આત્માની વાત સમજવી.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાન સમાધિ–શાંતિ–વીતરાગભાવનો પિંડ છે. તેની પરમ સમાધિમાં લીન થયો થકો જે પોતાના આત્માને જેવો છે તેવી જાણે છે તે વિવેકી અંતરાત્મા છે સમ્યગ્દષ્ટિ છે.
અહા! મુનિરાજે લહલહતા લાડવા તૈયાર કરીને મૂક્યાં છે. આ ચોથાથી બારમાં ગુણસ્થાનવાળા સાધક અંતરાત્માની વાત છે. તેમાં કોઈને થોડી વીતરાગતા અને કોઈને વિશેષ વીતરાગતા એવા ભેદ હોય પણ સામાન્યપણે જે કોઈ વીતરાગ નિર્વિકલ્પ સહજ આનંદરૂપ એક શુદ્ધાત્માનુભૂતિ જેનું લક્ષણ છે એવી સમાધિમાં સ્થિત થયા થકા આત્માને જાણે છે તે બધાં અંતરાત્મા છે. આ બધા પરમાત્મદશાને પ્રાપ્ત કરવા માટે તલસી રહ્યા છે, તેને કોઈ પુણ્ય કે સ્વર્ગાદિની કામના નથી.
આવા અંતરાત્માને પણ પરમાત્મદશા ઉપાદેય છે–પ્રગટ કરવા લાયક છે. અંતરાત્મદશામાં રહેવા જેવું નથી. તેનો પ્રયાસ હંમેશા પૂર્ણ પરમાત્મદશા પ્રગટ કરવા પ્રત્યે હોય છે. તે પરમાત્માને જ સદા આદરણીય, આરાધવાયોગ્ય, ઉત્પન્ન કરવાયોગ્ય માને છે.
લોકોને અંતરની વાતોની કાંઈ ખબર નથી અને બહારથી માણસનું માપ કાઢે છે.