________________
પ્રવચન-૩૫ /
[ ૨૦૭ ભાવાર્થ –સંસાર-અવસ્થામાં જીવના પ્રદેશોની હાનિ–વૃદ્ધિ થાય છે એ મૂળ તો પોતાની સમય સમયની યોગ્યતાના કારણે થાય છે પણ જીવોને એ યોગ્યતાનો ખ્યાલ ન આવે તેથી તેમાં નિમિત્ત એવા શરીરનામકર્મથી જીવના પ્રદેશોની હાનિ-વૃદ્ધિ થાય છે એમ કહ્યું છે.
જ્યારે જીવ મહામચ્છનું શરીર પામે છે ત્યારે તો મોટા શરીર પ્રમાણે તેના પ્રદેશો વૃદ્ધિને પામે છે અને નિગોદના શરીરમાં જીવના પ્રદેશો સંકોચાય છે. આ પૃથ્વી, દ્વીપ.... સમુદ્ર-દ્વિીપ...સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રથી પથરાયેલી છે. તેમાં છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર જોજનના માછલાઓ વસે છે. એક યોજન એટલે બે હજાર ગાઉએ તો શાશ્વત વસ્તુઓ માટેનું માપ છે. આ એક યોજન એટલે ચાર ગાંવ, એવા હજાર જોજનના માછલાઓ તે અસંખ્ય યોજન પહોળા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહે છે. જેવા જળ એવા મચ્છ હોય ને ! સમુદ્ર મોટો છે તો તેમાં મચ્છ પણ મોટાં છે, તેમાં રહેલાં જીવના પ્રદેશો વિસ્તારને પામેલા હોય છે અને બટાટા, સકરકંદ આદિમાં નિગોદિયા જીવ છે તેનું શરીર તો અંગુલના અસંખ્યમાં ભાગ જેવડું નાનું હોય છે તેના પ્રમાણમાં તેમાં વ્યાપીને આત્મા રહે છે. અહી મનુષ્યમાં પણ જાડું શરીર હોય તો આત્માના પ્રદેશ એ પ્રમાણમાં વિસ્તરેલા હોય અને ટેટાં જેવું પાતળું શરીર થઈ જાય તો એ પ્રમાણમાં જીવના પ્રદેશો સંકોચાઈ જાય છે.
શ્રોતા એ કેવી રીતે થતું હશે?
પૂજ્ય ગુરુદેવશ્રી : જીવની એવી યોગ્યતાથી થાય છે. પોતાના સંકોચ-વિકાસનું કાર્ય દ્રવ્યથી પોતાથી જ થાય છે. પરિણામીથી જ તેનું કાર્ય થાય છે પણ અહીં શરીર નામકર્મરૂપ નિમિત્તને મુખ્ય કરીને એ બતાવવું છે કે જીવનો એ કાયમી સ્વભાવ નથી. સિદ્ધનો આકાર છેલ્લા શરીર પ્રમાણે રહે છે તેમાં વૃદ્ધિ-હાનિ થતી નથી.
જેમ, સોનાની સાંકળીમાં મકોડાં તો જેટલા હેય એટલાં જ રહે પણ મોટાના ગળામાં ઓછી સર થાય અને નાના બાળકના ગળામાં ઘણી સર થાય અથવા તો પાણીનું દૃષ્ટાંત લ્યો તો પાણી જેવા વાસણમાં ભરો એવા આકારે પાણી રહે છે ને ! લોટામાં લોટાના આકારે અને ઘડામાં ઘડાના આકારે. તેમ, સંસારદશામાં જેવું શરીર મળે છે તેવા આકારે જીવ રહે છે.
શ્રોતા –જીવના પ્રદેશોની વાસ્તવિક સ્થિતિ શું છે?
ઉત્તર : જીવ અસંખ્યપ્રદેશી છે એ તેનું વાસ્તવિકસ્વરૂપ છે અને તે પોતાની યોગ્યતાનુસાર પર્યાયમાં સંકોચ-વિસ્તાર પામીને રહે છે. જીવના પ્રદેશોની સંખ્યા લોકના પ્રદેશો જેટલી છે પણ લોકમાં પ્રસરીને રહેવાનો તેનો સ્વભાવ નથી. પોતાની એક સમયની