________________
અર્પણ
ભવ્યોના ભાગ્યવશે ભગવાન શ્રી સીમંધરસ્વામી પાસેથી પરમાત્મપણાનો સંદેશ લઈને તીર્થધામ સુવર્ણપુરીમાં ૪૫-૪૫ વર્ષ સુધી અધ્યાત્મ-અમૃતની ધોધમાર વર્ષો વડે આ કળિકાળને ધર્મકાળમાં પલટાવી નાખનાર હે યુગસણ ગુરુદેવ! અમ ભક્તોને ભવસાગર પાર ઉતારવા, . અગાધ વિશાળ પરમાગમસાગરના મંથન વડે
સ્વાનુભૂતિનો માર્ગ પ્રકાશીને આપે જે અનંત અનંત ઉપકાર કર્યો છે તે અનંત ઉપકારની ચિર સ્મૃતિરૂપે, આપનાં ચરણકમળમાં કોટિ કોટિ વંદન પૂર્વક, શ્રી નાટક સમયસાર ઉપરનાં આપના દ્રવ્યદૃષ્ટિપ્રધાન અધ્યાત્મરસભર પ્રવચનોનું સંકલન કરીને “શ્રી પરમાત્મપ્રકાશ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન (ભાગ-૧) નામનું આ પુસ્તક પ્રકાશિત કરતાં અમો અત્યંત પ્રસન્નતા અનુભવીએ છીએ.
–પ્રસ્તુતકર્તા
?
(3 ગી